એમ થોડો લગાવ રાખે છે
January 19, 2009 at 11:17 pm | In ગઝલ | 20 Commentsએમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે
ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે
એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
- હેમંત
છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
20 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
Happy New Year to you too! After a long time, you came back with a beautiful ghazal.
I like the Makta and Matla shers:
એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
Comment by Sangita — January 19, 2009 #
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
duniyama aani kya navai Che.
kamaayaa te yaada na rahe
kareli khoTa ja yaada raakhe Che
Comment by vijayshah — January 20, 2009 #
sunder gazal, Chandvidhan thi navu janva malyu..mare mate aa navo chhand chhe..krupa kari janaavsho..purva kadima chhelle ga l l ga chhe nahi..aam lai shakay ne ? utter kadi ma anuprassma,.. gagaga chhe..barabar ne ? aa prachlit chhand chhe ke aape banavyo ? jignasathi puchhu chhu jethi maru gnan vadhe.
Comment by Dilip Gajjar — January 20, 2009 #
સરસ ગઝલ હેમંત… અભિનંદન.
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
આ બે શે’ર ખૂબ ગમ્યાં…
મારે માટે પણ આ નવો છંદ છે… હજી પ્રયત્ન કરવાની હિંમત નથી કરી, પણ તારી ગઝલ જોઈને લાગે છે હવે આ છંદમાં લખવાની પણ ટ્રાય કરવી પડશે.
Comment by ઊર્મિ — January 20, 2009 #
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
bahu saras vat
Comment by neetakotecha — January 20, 2009 #
લાં…બા સમય પછી હેમંતભાઈ, સુંદર ગઝલ. બધા શેર સરસ થયા છે. અભિનંદન
Comment by સુનિલ શાહ — January 20, 2009 #
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે
Seen your ghazal after a long time. Enjoyed.
Comment by Himanshu — January 20, 2009 #
Happy new year hemantbhai.Very nice.
Comment by sush — January 20, 2009 #
ઘણાં સમયે ગઝલ આપી દોસ્ત!
છંદમાં અને ગઝલોક્તિમાં નાવીન્ય ગમ્યું-અભિનંદન.
Comment by ડો.મહેશ રાવલ — January 20, 2009 #
હેમંતભાઈ, આપને પણ નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ …
ઘણા સમય પછી ગઝલ આપી પણ સાચે જ સરસ મજાની … ખુમારીને એક્દમ નવી રીતે રજૂ કરી આપે આ શેરમાં…. ખુબ ગમ્યો …
એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે
વાહ …
અને આ શેરનો બીજો મિસરો તો ખુબ મજાની વાત કરે છે…!!
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
કે સુગંધી ઘટનાઓએ તો ઘટવાનું માંડી જ વાળ્યું છે પણ …. હવે તો યાદો પણ જાણે અણબનાવ રાખવા માંડી હોય એમ આવતી નથી… અદભૂત … કહે છે ને કે સમયનો પિરામિડ ભલભલા યાદના ખજાનાને છુપાવી દે છે … !!
વાહ … આખી ગઝલ ખુબ સુંદર … ढेरों दाद क़बूल करें …
Comment by કુણાલ — January 20, 2009 #
સરસ ગઝલ
એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
વાહ
Comment by pragnaju — January 20, 2009 #
Very Nice Gazal. Enjoyed it completely!
Congratulations, Hemantbhai!!
Sudhir Patel.
Comment by Sudhir Patel — January 21, 2009 #
Dear Hemant,
Happy new year…
nice one…..
bye,
nirav.
Comment by Anonymous — January 21, 2009 #
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
સરસ શેર
Comment by jayeshupadhyaya — January 21, 2009 #
Dear hemant bhai,
very nice gazal, it is somthing that we will never forget.
keep it up and be in touch.
Comment by raju — January 25, 2009 #
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
વાહ,,,
very nice,hemantbhai,keep it up. thatnks for sharing with us.
thanks and regards//
devendra soni
Comment by devendra soni — January 30, 2009 #
કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.
સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.
આભાર,
હિમાંશુ
Comment by હિમાંશુ કીકાણી — January 31, 2009 #
સુવાંગ સંપૂર્ણ ગઝલ…
બધા જ શેર આસ્વાદ્ય થયા છે… મજા આવી ગઈ…
Comment by વિવેક — February 2, 2009 #
Maja aavi gai, thanks
Comment by SpeakBindas — February 19, 2009 #
એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે
આ બે શે’ર ખૂબ ગમ્યાં…
Comment by deepak — April 7, 2009 #