ક્યાં મને દુઃખનો બોજ મારે છે?

ક્યાં મને દુઃખનો બોજ મારે છે?
સુખની વણથંભી ખોજ મારે છે

સાવ ઝાંખા પડી ગયા છે બધા
કોણ ઝગઝગતું ઓજ* મારે છે?

સૂર્ય રોજે સવારે એકલે હાથ
આખી તારકની ફોજ મારે છે

એની હિંસાય સાવ અહિંસક છે
હો અનિવાર્ય તો જ મારે છે

શિવ ચળી જાય, જીવની શું વિસાત?
બાણ જ્યારે મનોજ** મારે છે

આંસુ એવી સિફતથી સંતાડે
સૌને એમ જ એ મોજ મારે છે

મોત શું મારશે મને હેમંત
જિંદગી રોજરોજ મારે છે

– હેમંત પુણેકર

છંદઃ- ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

*ઓજઃ- ઓજસ – શારીરિક તેજસ્વિતા. શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ
**મનોજઃ- કામદેવ
1) એક પૌરાણિક કથા અનુસાર શિવજીને પાર્વતી તરફ આકર્ષિત કરવા કામદેવે બાણ માર્યું. શિવજી એનાથી ચલિત થયા હતા. પોતે આકર્ષિત થઈ ગયા છે આ વાત પ્રત્યે સભાન થતા શિવજી આજુબાજુ જુએ છે અને કામદેવ એમની નજરે પડે છે. એમના ત્રીજા નેત્ર(જ્ઞાનચક્ષુ)ની અગ્નિથી એટલે કે જ્ઞાનાગ્નિથી કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે.
2) ઋગ્વેદમાં સંસારરૂપી વૃક્ષ પર બેઠેલા બે પક્ષીઓનો સંદર્ભ છે જેમનું એક અર્થઘટન જીવ અને શિવ એમ પણ કરાય છે. જીવ સંસારરૂપી વૃક્ષનો ભોગ કરે છે અને શિવ માત્ર નિરિક્ષણ કરે છે.

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

11 Responses to ક્યાં મને દુઃખનો બોજ મારે છે?

 1. Sharad Shah કહે છે:

  હેમંતભાઈ, ખુબ સુંદર રચના.

 2. કુણાલ કહે છે:

  one of the best yet ! Khoob abhinandan ! ..

  1st ane 5th khaas gamya !

 3. Daxesh Contractor કહે છે:

  એની હિંસાય સાવ અહિંસક છે
  હો અનિવાર્ય તો જ મારે છે
  🙂
  સરસ ગઝલ .. મત્લા અને મક્તા વિશેષ ગમ્યા …
  વણથંબી ને બદલે વણથંભી ન હોવું જોઈએ ?…

 4. jugalkishor કહે છે:

  મજાની રચના, હેમંત ! તમારી પ્રાસાદિક રચનાઓ હંમેશ પસંદ પડતી હોય છે.

 5. અશોક જાની 'આનંદ' કહે છે:

  મોત શું મારશે મને હેમંત
  જિંદગી રોજરોજ મારે છે…બધાંની જ આ વધતી ઓછી વ્યથા છે…

  ટુંકી બહેરમાં સુંદર ગઝલ…

 6. deep કહે છે:

  સૂર્ય રોજે સવારે એકલે હાથ
  આખી તારકની ફોજ મારે છે

  Khubj saras…

 7. dhufari કહે છે:

  ભાઉ
  તમારી રચના ખુબ ગમી ખાસ તો
  શિવ ચળી જાય, જીવની શું વિસાત?
  બાણ જ્યારે મનોજ** મારે છે
  એવી જ રીતે શિવ નિર્માલ્ય પર પુષ્પદંતે ભુલથી પગ મુંકયો તો ક્રોધે ભરાયલા શિવને રિજવવા તેણે શિવ મહિમન્ સ્તોત્રની રચના કરી
  આવી સરસ રચના વંચાવવા બદલ આભાર

 8. Prajakta Shastri કહે છે:

  આંસુ એવી સિફતથી સંતાડે
  સૌને એમ જ એ મોજ મારે છે

  મોત શું મારશે મને હેમંત
  જિંદગી રોજરોજ મારે છે
  – Badhiya Badhiya

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s