તડકો પડ્યો છે

વાદળો વીખરાઈને તડકો પડ્યો છે
ચાલ રમવા આંગણે તડકો પડ્યો છે
Do not copy this
ઝાડ પર પડતાં જ એ તૂટ્યો તડાતડ
છાંયડે વેરાઈને તડકો પડ્યો છે
give link to this page if you want to site it
ચમકે છે એની ભીની કાળી ત્વચા પર
રોડ પર રેલાઈને તડકો પડ્યો છે
Do not copy this
એના તનનો સપ્તરંગી ભેદ ઊઘડ્યો
નભમાં નહાઈ-ધોઈને તડકો પડ્યો છે
give link to this page if you want to site it
પૂર્ણિમાની ચાંદની બીજું તો શું છે
ચાંદ પર આજે બધે તડકો પડ્યો છે
Do not copy this
– હેમંત

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

14 Responses to તડકો પડ્યો છે

 1. સુનિલ શાહ કહે છે:

  પૂર્ણિમાની ચાંદની બીજું તો શું છે
  ચાંદ પર આજે બધે તડકો પડ્યો છે

  સુંદર ભાવાભિવ્યક્તિ.

 2. natver mehta કહે છે:

  બહુ જ સરસ રચના.
  તડકાનો ટડકો .. મજાનો રહ્યો..
  તડકાનો સાંભળે જે ટહુકો એ કહેવાય કવિ.

 3. Dilip Gajjar કહે છે:

  પૂર્ણિમાની ચાંદની બીજું તો શું છે
  ચાંદ પર આજે બધે તડકો પડ્યો છે Wah Wah Hemant… very nice poem on Tadko..I cant think..woderfully describe tadako !!

 4. સરસ રચના….
  પૂર્ણિમાની ચાંદની બીજું તો શું છે
  ચાંદ પર આજે બધે તડકો પડ્યો છે

  તડકા ને સારી રીતે ઝીલ્યો છે.

 5. Sangita કહે છે:

  બહુ સરસ.

  વાદળો વીખરાઈને તડકો પડ્યો છે
  ચાલ રમવા આંગણે તડકો પડ્યો છે

  પૂર્ણિમાની ચાંદની બીજું તો શું છે
  ચાંદ પર આજે બધે તડકો પડ્યો છે

 6. અભિનંદન મિત્ર!
  સુંદર ગઝલ બની છે અને રદિફ પણ ભરપૂર અવકાશથી ભર્યો પડ્યો છે….!

 7. વિવેચક કહે છે:

  ગાલગાગા ગાલગાગા ગાલગાગા
  ચમ(કે) છે એની (ભી)ની કાળી ત્વચા પર

  છૂટ વધારે પડતી છે. કઠે છે. તમારી પાસે વધુ ચુસ્તીની આશા રહે છે.

 8. પ્રિય વિવેચક,

  આપની કમેન્ટ માટે આભાર!

  ગઝલમાં શબ્દાંતે આવતા એકાક્ષરી ગુરુને લઘુ તરીકે લેવાની “છૂટ” છૂટથી વપરાય છે. શબ્દારંભે દીર્ઘ ઈ કે ઊ ને હ્રસ્વ તરીકે પણ ઘણી વાર લેવાય છે.

  મરીઝ સાહેબની એક જ ગઝલ લઈએ જે “ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા” છંદમાં છે અને જોઈએ કે એ કેટલી છૂટછાટ વાપરે છે. (ફક્ત શબ્દાંતે એકાક્ષરી ગુરુ અને શબ્દારંભે દીર્ઘ ઈને હ્રસ્વ લેવાની છૂટ જ માર્ક કરી છે. આ ઉપરાંત એકાક્ષરી ગુરુને પણ ઘણી જગ્યાએ લઘુ લેવાયો છે જે માર્ક કરેલ નથી)

  રહેશે મ(ને) આ મા(રી) મુસીબત(ની) દશા યા(દ), –> છેલ્લો લ ન ગણવાની છૂટ છે
  બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

  પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
  દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

  એ તો ન રહી શક(તે) મહોબ્બત(ના) વિના યાદ,
  હો વિશ્વના વિસ્તાર(માં) એક ના(ની) જગા યાદ.

  મુજ હાસ્ય(ને) દુનિયા ભલે દીવાન(ગી) સમજે,
  જ્યાં જઈને રડું એ(વી) નથી કોઈ જગા યાદ.

  મર્યા(દા) જરા બાં(ધો) જુદાઈ(ના) સમયની,
  નહિતર મ(ને) રહેશે ન મિલનની ય મજા યાદ.

  માગી મેં (બી)જી ચીજ, હતી એ જુ(દી) વસ્તુ,
  બાકી હો કબૂલ એ(વી) હતી કંઈક દુઆ યાદ.

  આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ ન(થી) મટતું,
  ઉપર(થી) મજા એ કે મને એ(ની) દવા યાદ.

  એકાંત(માં) રહેવાનું ન કારણ (કોઈ) પૂછો, –> કોઈનું માપ લલ લીધું છે
  છે એમ તો કંઈ કેટ(લી) પ્રેમાળ સભા યાદ.

  કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
  ને એ(ના) મિલન(ની) મને પ્રત્યેક જગા યાદ.

  ઝાહિદ, મ(ને) રહેવા દે તબાહીભ(ર્યા) ઘરમાં,
  મસ્જિદથી વધારે અ(હીં) આવે છે ખુદા યાદ.

  હો મૌન જરૂ(રી) તો પછી બન્ને બરાબર,
  થોડોક પ્રસંગ યાદ હો, યા આ(ખી) કથા યાદ.

  ચાલો કે ગ(તિ)(ની) જ મજા લઈ(એ) કે અમને,
  મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

  મન દઈને ‘મરીઝ’ એ હ(વે) કંઈ પણ નથી કહેતાં,
  સૌ મા(રા) ગુનાની મ(ને) રહેશે આ સજા યાદ.

  મરીઝ

  આ વાંચ્યા પછી મેં લીધેલી છૂટ સ્વીકાર્ય લાગે છે કે નહીં એ જણાવજો.

  આપનો,
  હેમંત

 9. વિવેચક કહે છે:

  તમે આપેલા 13 છૂટોના દાખલાઓ બદલ ધન્યવાદ. અહીં મોટાભાગની છૂટો બોલવામાં નભે એવી છે. તમે લીધેલી છૂટો પાસેપાસે અને બોલવામાં કઠે એવી છે. આટલી જ મહેનત હવે છંદ સાંભળવા પર અને કાનની કળા પર કરવાની જરૂર છે. બીજા જાણકાર શાયરને બતાવી જવા ભલામણ છે.

 10. પ્રિય વિવેચક,

  આપની કમેન્ટ માટે આભાર! બે વાત કહીશઃ

  ૧) ગઝલના છંદોમાં લેવાતી છૂટછાટ અંગે હું રઈશ મનીઆર સાહેબના પુસ્તક “ગઝલનું છંદોવિધાન” માંથી શીખ્યો છું. એ પુસ્તકના આધારે અને જે થોડી ઘણી મહેનત મેં કાનની કળા પર કરી છે એના આધારે કહી શકું એમ છું કે આ છૂટછાટ નભે એમ છે. તે ઊપરાંત ગઝલ પોસ્ટ કરતા પહેલા રઈશભાઈ સાથે વાત થઈ જ હતી અને એમણે છંદમાં ભૂલ હોવા અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી.
  ૨) સુરુચિપૂર્ણ ભાષામાં થતી ટીકા સદા આવકાર્ય છે. આપ ટીકા કરતી વખતે શરમ/સંકોચ/ભય રાખ્યા વગર કરશો તો ગમશે. આપનું સાચુ email-ID આપશો તો સારું પડશે. હું મારી જ પોસ્ટ પર કમેન્ટ્સ કર્યા કરું એના કરતાં off-line વાત કરવામાં સરળતા રહેશે.

  હેમંત

 11. Deepak Joshi કહે છે:

  ઝાડ પર પડતાં જ એ તૂટ્યો તડાતડ
  છાંયડે વેરાઈને તડકો પડ્યો છે
  wahh..

 12. પિંગબેક: » તડકો પડ્યો છે » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s