એક આત્મકથા

જ્યાં હું જન્મી ત્યાં મને ભઠ્ઠીમાં સેકવામાં આવી
જ્યાં સુધી હું લાલ, સુક્કી અને કઠણ ન થઈ ગઈ ત્યાં સુધી

કારણ આપવામાં આવ્યું
કે મને તૈયાર કરવામાં આવી રહી હતી
મારે એક દિવસ “મારા પોતાના” ઘરનો હિસ્સો બનવાનું હતું
એ ઘરના તડકા છાયા સહેવાની તાકાત તો મારામાં હોવી જોઈએને!

અને પછી એક દિવસ હું આવી
“મારા પોતાના” ઘરે

અને આ “મારા પોતાના” ઘરના લોકોને
તડકો, ઠંડી અને વરસાદથી બચાવવા માટે
હું જડાઈ ગઈ ક્યાંક
આ ઘરની દિવાલોમાં

ઘરના બધાનું જીવન સરળ બને એટલા માટે
મેં એક ખડતર જીવન જીવ્યાં કર્યું

અને આ “મારા પોતાના” ઘરમાં
ભાગ્યે જ કોઈને ખ્યાલ છે
કે મારું પોતાનું,એમનાથી અલગ
કોઈ અસ્તિત્વ છે, હોઈ શકે કે હોવું જોઈએ

એમની વાત જવા દો
આટલા વર્ષો પછી
મનેય પાકો ખ્યાલ નથી કે
મારું એમનાથી અલગ કોઈ અસ્તિત્વ છે કે નથી

બધાને એમ છે
કે આ રીતે જીવવું એ જ તો મારું કર્તવ્ય છે
આ જ તો છે આપણી
હજારો વર્ષોની પરંપરા

મને ઓળખી?

હું છું
આ દેશના લાખો ઘરોમાં જોવા મળતી
“પોતાના” ઘર માટે
એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી
એક ઈંટ

– હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

32 Responses to એક આત્મકથા

 1. nilam doshi કહે છે:

  nicely written.

  “પોતાના” ઘર માટે
  એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી
  એક ઈંટ

  સુન્દર.

 2. Jayshree કહે છે:

  Feels like its emotions of the woman who is at the base of every household, but never got the credit – importance she deserves.

  The story might be different in today’s world… but i guess few years ago, in most indian homes, – this was her life story.

 3. Sangita કહે છે:

  Beautifully written achhandas poem!

  Hemant, I think this expression is similar to what you had in one of shers of one of your ghazals, I believe, રાત ઉજવાઇ ગઇ!

 4. વિવેક ટેલર કહે છે:

  સુંદર અછાંદસ… પણ મારી દૃષ્ટિએ આ કાવ્ય-

  એમની વાત જવા દો
  આટલા વર્ષો પછી
  મનેય પાકો ખ્યાલ નથી કે
  મારું એમનાથી અલગ કોઈ અસ્તિત્વ છે કે નથી

  -અહીં પૂરું થઈ જાય છે. અહીં પછીના શબ્દો કવિતાની ચોટ હળવી કરતા જાય છે. કવિતાનું શીર્ષક ‘એક ઈંટની આત્મકથા’ આપ્યું હોય તો આગળના વાક્યોની જરૂર ઊભી થતી નથી એવું મને લાગે છે…

 5. sunil shah કહે છે:

  સુદર કાવ્ય..સરસ–સફળ પ્રયાસ છે દોસ્ત.

 6. હિના પારેખ કહે છે:

  અદભૂત. ઈંટની આત્મકથા અને સ્ત્રીની આત્મકથા સરખી જ નથી?
  મને તો એવું લાગ્યું કે હું કોઈ સ્ત્રીની આત્મકથા વાંચી રહી છું.

 7. Harsukh Thanki કહે છે:

  એક સ્ત્રીની વ્યથાકથા સરસ રીતે વ્યક્ત થઈ છે. આજે પણ સ્થિતિમાં ખાસ કંઈ ઝાઝો ફરક નથી પડ્યો.

 8. Hemang Parekh કહે છે:

  Too good.

  Keep it up.

 9. nirav sheth કહે છે:

  Hi Hemant,
  nice work. i hope that things are changing are in our society and all the women ( ghar no payo) should get their well deserved credit.

 10. raju કહે છે:

  dear hematbhai,
  we are eagarly waiting for ur new creation and it is very nice one.

  lago raho.

 11. વિનય ખત્રી કહે છે:

  સરસ, સુંદર અને સબળ રચના.

 12. pragnaju કહે છે:

  સુંદર
  હું છું
  આ દેશના લાખો ઘરોમાં જોવા મળતી
  “પોતાના” ઘર માટે
  એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી…
  વાહ્
  જાણે અનારકલીને કુદરતી આકર્ષણ,નૈસર્ગિક જરૂરિયાતો,પ્રેમ,હૂંફ,આત્મીયતા અને જીવનપથ પર વ્યક્તિનો સાથ જાણે ગુનાહિત પ્રવૃત્તિ હોય તેમ…
  એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી!!!..

 13. Bhavesh કહે છે:

  Well I do not know about poems chand alankar but i am very much able to feel or can say its true emotion which every one should share with eachother , unfortunately we or say , society forgets value of basic things and morals.

  really you have touched very nice topic.

  salute to you and your emotion dear.

 14. sush કહે છે:

  It sounds like Women’s Vyatha.

 15. jayeshupadhyaya કહે છે:

  હું પણ વિવેકભાઇ સાથે સહમત છું સરસ કવિતા

 16. Sneha Parekh કહે છે:

  so nice one.really it is gr888888

  thanks for it and keep it up.

 17. jugalkishor કહે છે:

  અભીનંદન ! લગે રહો.

 18. KAVI કહે છે:

  અને આ “મારા પોતાના” ઘરમાં
  ભાગ્યે જ કોઈને ખ્યાલ છે
  કે મારું પોતાનું,એમનાથી અલગ
  કોઈ અસ્તિત્વ છે, હોઈ શકે કે હોવું જોઈએ

  Very true, not for any perticuler thing but for each and everything and everyone.

 19. MIlind Deshpande કહે છે:

  Very good.
  I thought, you are talking about “MAA”

 20. Pinki કહે છે:

  great feelings………

  me too , felt it’s a woman’s voice …….!!

 21. cheatn framewala કહે છે:

  સુંદર રચના,

  સદીઓથી નારીની લાગણીઓ જડ દિવાલો સામે અથડાતી રહી, ને એનું જીવન તો જડ જ રહ્યું, ક્યારેક તો ચેતન પામે !

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

 22. manish shastri કહે છે:

  Badhane kem evu lage chhe ke e 1 strini, 1 ‘MAA’ ni atmakatha chhe?
  Kya chhe e stri samantana hakko vala , emane vanchavavi joie kavita and comments also….

  But still i think that conditions are changed very much. This could be Now an ‘atmakatha’ of a brick only and not of a woman.

  Thas what my opinion….

 23. amit કહે છે:

  its fantastic. jo tamne aatma katha lakhavanu na gamtu hoy to tame avi rachna banavi sako te manvu muskel che

 24. nirlep કહે છે:

  saras rachna…..saras blog……tame navin vicharo chho, ane nain lakho chho.

 25. Avinash કહે છે:

  Hello
  hemantbhai tame bahu saras rachana lakhi chhe mane tamari rachana vachi ne bahu anand thayo

 26. jafarvadsariya કહે છે:

  ati sundar lastama khabar pade ke itani atma katha se

 27. રાજની ટાંક કહે છે:

  ખુબ જ કરુણ આત્મકથા..મને ખુબ જ ગમી
  અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s