ક્યાં કહું છું કે ફૂલછાબ આપો

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
Do not copy this
કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એનું ખ્વાબ આપો
give link to this page if needed
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુ ભીનો હિસાબ આપો
give link to this page if needed
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો
Do not copy this
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
give link to this page if needed
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
Do not copy this
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો
give link to this page if needed
– હેમંત

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

21 Responses to ક્યાં કહું છું કે ફૂલછાબ આપો

 1. Sangita કહે છે:

  Beautiful! Very nice ghazal.

  Bahu Divas pachhi aapi, paN Khub Sundar Ghazal Aapi!

 2. chetu કહે છે:

  આપ પણ આવી સુંદર રચના વારંવાર આપો..!!

 3. Chirag Patel કહે છે:

  સરસ મઝાની રચના થઈ છે. કોના માટે આ લખાણી???

 4. વાહ હેમંતભાઈ!
  સુંદર ગઝલ-હંમેશની જેમ જ…..
  -અભિનંદન

 5. Heena Parekh કહે છે:

  ખૂબ સરસ ગઝલ.

  ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
  ફૂલ એક આપો, પણ ગુલાબ આપો..પંક્તિ વધુ ગમી.

 6. Lata Hirani કહે છે:

  એટલે તારા તોડી લાવ્યો નથી
  કાલે કહેશો કે આફતાબ આપો

  are vah gazalma hazal pan aapo

 7. કુણાલ કહે છે:

  હેમંતભાઈ, કાયમ કરતાં થોડી હળવા મિજાજની મજાની ગઝલ …

  સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
  ચાલો, આંસુ ભીનો હિસાબ આપો

  મેં તો મનમાં હતું એ પૂછી લીધું
  આપોઆપો, હવે જવાબ આપો!

  એટલે તારા તોડી લાવ્યો નથી
  કાલે કહેશો કે આફતાબ આપો

  🙂 આ અશઆર ખાસ ગમ્યાં !!

 8. સુનિલ શાહ કહે છે:

  વધુ એક સુંદર ગઝલ..
  બધા જ શેર ગમ્યા. અભિનંદન.

 9. દક્ષેશ કહે છે:

  સુંદર ગઝલ. મત્લાનો શેર ગમ્યો.

  ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
  ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

 10. deepak parmar કહે છે:

  વાહ ..સુંદર ગઝલ

  એટલે તારા તોડી લાવ્યો નથી
  કાલે કહેશો કે આફતાબ આપો

  આ શેર ગમ્યો.

 11. manish Shastri કહે છે:

  Nice one………

  Pan

  એટલે તારા તોડી લાવ્યો નથી
  કાલે કહેશો કે આફતાબ આપો

  Like this…. we are habituated by your AFATABI gazals…..n this one is like TARA……

 12. હેમંતભાઈ, સમગ્ર ગઝલ માણવા લાયક છે. રજૂઆત અનોખી છે. એથી વારંવાર વાંચવી ગમે એવી છે.

 13. Hina Patel કહે છે:

  Very beautifully said kavita…really enjoyed it!

 14. Pancham Shukla કહે છે:

  અસલ મિજાજની અવલ ગઝલ.

  મેં તો મનમાં હતું એ પૂછી લીધું
  આપોઆપો, હવે જવાબ આપો!

 15. jayeshupadhyaya કહે છે:

  મેં તો મનમાં હતું એ પૂછી લીધું
  આપોઆપો, હવે જવાબ આપો!

  kya baat hai wah wah!

 16. jafarvadsariya કહે છે:

  kya khucchu ke. poolsab aapo pool ek aapo panh gulab aapo

 17. Chetan Framewala કહે છે:

  Naandaan saaheb no sher yaad aave Che.

  aa baag maa hak maaro ye Che.
  bIju kai nahI ek vaasi Gulaab to aapo.

 18. nilam doshi કહે છે:

  એટલે તારા તોડી લાવ્યો નથી
  કાલે કહેશો કે આફતાબ આપો

  વાહ….
  એથી વિશેષ કોઇ શબ્દો નથી મળતા…

 19. નિમિષા શર્મા કહે છે:

  મને તમારી આ રચના ખુબ જ ગમી ખાશ તો આ પંક્તિ..
  ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
  ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

 20. પિંગબેક: » ક્યાં કહું છું કે ફૂલછાબ આપો » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s