એમ થોડો લગાવ રાખે છે

એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે

ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે

એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે

– હેમંત

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

25 Responses to એમ થોડો લગાવ રાખે છે

  1. Sangita કહે છે:

    Happy New Year to you too! After a long time, you came back with a beautiful ghazal.

    I like the Makta and Matla shers:

    એમ થોડો લગાવ રાખે છે
    સ્વપ્નમાં આવજાવ રાખે છે

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે

  2. vijayshah કહે છે:

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે

    duniyama aani kya navai Che.
    kamaayaa te yaada na rahe
    kareli khoTa ja yaada raakhe Che

  3. Dilip Gajjar કહે છે:

    sunder gazal, Chandvidhan thi navu janva malyu..mare mate aa navo chhand chhe..krupa kari janaavsho..purva kadima chhelle ga l l ga chhe nahi..aam lai shakay ne ? utter kadi ma anuprassma,.. gagaga chhe..barabar ne ? aa prachlit chhand chhe ke aape banavyo ? jignasathi puchhu chhu jethi maru gnan vadhe.

  4. ઊર્મિ કહે છે:

    સરસ ગઝલ હેમંત… અભિનંદન.

    ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
    હલકો હલકો તણાવ રાખે છે

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે

    આ બે શે’ર ખૂબ ગમ્યાં…

    મારે માટે પણ આ નવો છંદ છે… હજી પ્રયત્ન કરવાની હિંમત નથી કરી, પણ તારી ગઝલ જોઈને લાગે છે હવે આ છંદમાં લખવાની પણ ટ્રાય કરવી પડશે. 🙂

  5. neetakotecha કહે છે:

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે

    bahu saras vat

  6. સુનિલ શાહ કહે છે:

    લાં…બા સમય પછી હેમંતભાઈ, સુંદર ગઝલ. બધા શેર સરસ થયા છે. અભિનંદન

  7. Himanshu કહે છે:

    ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
    હલકો હલકો તણાવ રાખે છે

    Seen your ghazal after a long time. Enjoyed.

  8. sush કહે છે:

    Happy new year hemantbhai.Very nice.

  9. ઘણાં સમયે ગઝલ આપી દોસ્ત!
    છંદમાં અને ગઝલોક્તિમાં નાવીન્ય ગમ્યું-અભિનંદન.

  10. કુણાલ કહે છે:

    હેમંતભાઈ, આપને પણ નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ …

    ઘણા સમય પછી ગઝલ આપી પણ સાચે જ સરસ મજાની … ખુમારીને એક્દમ નવી રીતે રજૂ કરી આપે આ શેરમાં…. ખુબ ગમ્યો …

    એ તો દબડાવવા સમંદરને
    ફક્ત કાગળની નાવ રાખે છે

    વાહ …

    અને આ શેરનો બીજો મિસરો તો ખુબ મજાની વાત કરે છે…!!

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે

    કે સુગંધી ઘટનાઓએ તો ઘટવાનું માંડી જ વાળ્યું છે પણ …. હવે તો યાદો પણ જાણે અણબનાવ રાખવા માંડી હોય એમ આવતી નથી… અદભૂત … કહે છે ને કે સમયનો પિરામિડ ભલભલા યાદના ખજાનાને છુપાવી દે છે … !!

    વાહ … આખી ગઝલ ખુબ સુંદર … ढेरों दाद क़बूल करें … 🙂

  11. pragnaju કહે છે:

    સરસ ગઝલ
    એ તો દબડાવવા સમંદરને
    ફક્ત કાગળની નાવ રાખે છે

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે
    વાહ

  12. Sudhir Patel કહે છે:

    Very Nice Gazal. Enjoyed it completely!
    Congratulations, Hemantbhai!!
    Sudhir Patel.

  13. અનામિક કહે છે:

    Dear Hemant,
    Happy new year…
    nice one…..
    bye,
    nirav.

  14. jayeshupadhyaya કહે છે:

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે
    સરસ શેર

  15. raju કહે છે:

    Dear hemant bhai,
    very nice gazal, it is somthing that we will never forget.
    keep it up and be in touch.

  16. devendra soni કહે છે:

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે
    વાહ,,,

    very nice,hemantbhai,keep it up. thatnks for sharing with us.
    thanks and regards//
    devendra soni

  17. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  18. વિવેક કહે છે:

    સુવાંગ સંપૂર્ણ ગઝલ…

    બધા જ શેર આસ્વાદ્ય થયા છે… મજા આવી ગઈ…

  19. deepak કહે છે:

    એ તો દબડાવવા સમંદરને
    ફક્ત કાગળની નાવ રાખે છે

    ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
    યાદ એક અણબનાવ રાખે છે

    આ બે શે’ર ખૂબ ગમ્યાં…

  20. પિંગબેક: » એમ થોડો લગાવ રાખે છે » GujaratiLinks.com

  21. પિંગબેક: મારું ગઝલપઠન અને એક નવી ગઝલ | હેમકાવ્યો

  22. પિંગબેક: એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકરટહુકો.કોમ | ટહુકો.કોમ

  23. Anjana bhavsar કહે છે:

    સરસ ગઝલ…ને એમાંયે મત્લા અને અંતિમશેર તો ભાઈ વાહ…

Leave a comment