ઊપડતી જીભ અટકે છે…

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત

Advertisements
This entry was posted in ગઝલ and tagged . Bookmark the permalink.

35 Responses to ઊપડતી જીભ અટકે છે…

 1. Gunjan Gandhi કહે છે:

  Kyaa baat hai! All shers are very good.

  LIked these two shers more.

  ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
  તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

  સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
  બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

 2. Heena Parekh કહે છે:

  વાહ વાહ. એક એકથી ચઢિયાતી પંક્તિઓ. ખૂબ જ સરસ.

 3. ઊર્મિ કહે છે:

  ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
  તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

  વાહ હેમંત… મજાની ગઝલ છે… બધા જ શેર સુંદર થયા છે…. છેલ્લા ત્રણ વધુ ગમ્યા.

  અભિનંદન દોસ્ત !

 4. Dhaval Shah કહે છે:

  નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
  ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

  – સરસ !

 5. Sangita Dharia કહે છે:

  Wah Hemant! Very very nice ghazal!

 6. હેમંતભાઈ!
  સુંદર ગઝલ-મજા આવી…..
  હું અમેરિકા આવ્યો એ પહેલાં જૂન/૦૮ માં સુરત ગયેલો.
  સાહિત્ય સંગમ અને નર્મદ સભાનાં ઉપક્રમે,ડો.મહેશ રાવલ સાથે એક સાંજ-નામે,મારો કાર્યક્રમ યોજાયેલો,ત્યારે
  શ્રી રઈશભાઈ,નયન દેસાઈ,ડો.વિવેકભાઈ,ગૌરાંગ ઠાકર,જનક નાયક અને સુનિલ શાહ
  વિ.ને મળવાનો અને એમની સહૃદયતા અને આતિથ્ય માણવાનો મને ય અવસર મળ્યો’તો.
  એ વીડીઓ,www.google video.com પર ઉપલબ્ધ છે.

 7. Rajiv કહે છે:

  Dear Hemant,

  Very beautiful and meaningful gazal…! I like all the sher eqaully… All have same potential…! I hope someday I can also write something as beautiful as this.

  Congratulations.

  Take care.

  Rajiv

 8. Pinki કહે છે:

  sundar …..

  ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
  તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

  સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
  બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

  નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
  ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

  ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
  તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

  nice shers ……!!

 9. chetan framewala કહે છે:

  બહુજ સુંદર ગઝલ,

  ગયા રવિવારે , નવી મુંબઈ માં યોજાયેલ બહુભાષીય કાવ્ય સંધ્યામાં હીન્દી કવિ હસ્તીમલ ‘હસ્તી” સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો .

  આપ્ની ગઝલનો મત્લા જેવોજ એમ્ની પ્રસિદ્ધ ગઝલ માણવા મળી

  ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
  પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

  प्यार का पहेला खत पढनेमें वक्त तो लगता है .
  नये परींदोंको ऊडनेमें वक्त तो लगता है.

  jay gurjarI,
  Chetan Framewala

 10. Hemang Parekh કહે છે:

  Nice one

  Thnx for sending the same

  Hemang

 11. સુનિલ શાહ કહે છે:

  ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
  તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

  સુદર શેર..સરસ ગઝલ.
  તમારા મુખે સાંભળવાની મઝા આવેલી, ફરી વાંચવા મળ્યાનો આનંદ.

 12. jugalkishor કહે છે:

  ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
  તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

  નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
  ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

  હેમંતભાઈ, તમને ઘણા સમયે મળવાનું થયુ, પણ આજની આ ગઝલના આ બે શેર તો શેર લોહી ચડાવી દે એવા છે !! તમને ધન્યવાદ માટે શબ્દો હાથવગા રહ્યા નથી !

  ભીંત અને દ્વારની વાત તો મનને બહુ જ ગમી ગઈ. એની વ્યંજના મન ઝંકૃત કરી દેનારી છે.

 13. sush કહે છે:

  Suparb,Mind blowing,Very touchy.Loved it.

 14. raeesh maniar કહે છે:

  હેમંત સુરત આવ્યા યોગાનુયોગે એ દિવસે જ એક મુશાયરો હતો. મને કહેવા દો કે એ દિવસે રજૂઓ થયેલા તમામ નામી અનામી કવીઓમાં એમની ગઝલ શ્રેષ્ઠ હતી. ગઝલની દુનિયામાં મક્કાનુ સ્થાન ધરાવતા સુરતમાં એમણે પોતાના ઉજ્જવળ ભવિષ્યની એંધાણી આપી દીધી.

 15. KAVI કહે છે:

  ખૂબ સરસ, બધં જ શેર સરસ છે અને તાજગી તો તમારી ગઝલમાં હોય જ છે..

 16. કુણાલ કહે છે:

  નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
  ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

  અદભૂત શેર હેમંતભાઈ … !! વાહ …

 17. jayeshupadhyaya કહે છે:

  સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
  બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

  ખરી વાત હેમંતભાઇ શ્રેષ્ઠ પછીનું બધુંજ ફીકુંજ હોય છે

 18. Parimal Shastri કહે છે:

  congrats for one more nice gazal..

 19. દક્ષેશ કહે છે:

  ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
  તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

  positive thinking ની સીમા સુધી લઈ ગયા … ખૂબ સુંદર
  સાથે સાથે

  નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
  ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

  અકથ્ય સંવેદનોને હળવાશથી વ્યક્ત કરવાની નિરાળી રીત …ખૂબ ગમ્યું.

 20. Shital Joshi કહે છે:

  This is wonderful Hemantbhai !!

 21. naraj કહે છે:

  nakhsikh sundar gazal hemantbhai wish u all the best

 22. devendra soni કહે છે:

  સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
  બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

  very nice,
  hemantbhai,
  thanks and regards//
  devendra soni

 23. મિત્ર હેમંત,
  ફરી ફરીને માણવી ગમે એવી ગઝલ છે. તમારી મહેનત અને ખંતને ધન્ય છે. મને લાગે છે કે તમે તમારી જ સાથે હરીફાઈ કરી રહ્યા છો.

 24. Jatin કહે છે:

  Hemant,

  Tamne hu madyo nathi..pan tamari gazal no chaahak jarur thai gayo chu.! Tame kareli “aaradhna” safad thao evi prabhu prarthana…!!

 25. પિંગબેક: ઊપડતી જીભ અટકે છે – હેમંત પુણેકર « હિરેન બારભાયાની ડાયરી

 26. પિંગબેક: » ઊપડતી જીભ અટકે છે… » GujaratiLinks.com

 27. પિંગબેક: મારું ગઝલપઠન અને એક નવી ગઝલ | હેમકાવ્યો

 28. પિંગબેક: » મારું ગઝલપઠન અને એક નવી ગઝલ » GujaratiLinks.com

 29. પિંગબેક: પુણેકરની હેમંતી રચનાઓ …(૧) : ગઝલમાંની ચિત્રાત્મકતા - વેબગુર્જરી

 30. Prajakta Shastri કહે છે:

  Wah wah… Satya, sahaj, sundar……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s