મિત્રો

ઊતરે એકાંતનું ગરલ, મિત્રો!
થોડી રાખો ચહલપહલ મિત્રો

કોઈ ઉલ્કા તો કોઈ ધૂમકેતુ
તો કશે ધ્રૂવ શા અચલ મિત્રો

આપે દાબી લીધી જમીન, પછી
બસ ચણું છું હવામહલ મિત્રો

એક સફળતા મેં જોઈ નાનકડી
ને પછી જોયા ચલવિચલ મિત્રો

સૂકું વન થરથરે છે એ ખબરે
થઈ ગયા છે અનિલ-અનલ મિત્રો

કેમ ફિક્કું હસી દીધુ તે પ્રભુ?
મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

21 Responses to મિત્રો

 1. વિનય ખત્રી કહે છે:

  કેમ ફિક્કું હસી દીધું તે પ્રભુ?
  મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો!

  મજાની માર્મિક રચના. ગમી.

 2. ભરત ચૌહાણ કહે છે:

  ખૂબ સરસ રચના છે

 3. કુણાલ કહે છે:

  sundar gazal …

  aa sher khaas gamya..

  કોઈ ઉલ્કા તો કોઈ ધૂમકેતુ
  તો કશે ધ્રૂવ શા અચલ મિત્રો

  એક સફળતા મેં જોઈ નાનકડી
  ને પછી જોયા ચલવિચલ મિત્રો

  કેમ ફિક્કું હસી દીધુ તે પ્રભુ?
  મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો

 4. સરસ રચના… મજા આવી…. 🙂

 5. Pinki કહે છે:

  કેમ ફિક્કું હસી દીધુ તે પ્રભુ?
  મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો !

  waah ! very true !!

  just reminds me
  anil chavda’s and harsh brahmbhatt’s gazals.
  but echoes other side of friendship.

 6. વિવેક ટેલર કહે છે:

  તાજેતરમાં એક સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આ ગઝલ વિશે જે મેં ટિપ્પણી લખી હતી એ જ અહીં લખવાનું મન થાય છે : (એ વખતે મને ખબર નહોતી કે આ ગઝલ હેમંતની છે)

  જ્યારે પ્રથમ ક્રમાંક માટે મારી નજર ‘મિત્રો’ ગઝલ સિવાય ક્યાંય ઠરતી નથી. ગઝલનો પિંડ બાંધવા અનિવાર્ય છંદ-કાફિયા-રદીફ અને મત્લાનું કવિએ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. નવોદિત કવિઓ પ્રયોજે એવા સહજ છંદ છોડીને કવિએ કસ કાઢી શકે એવો ટૂંકી બહેરનો છંદ બખૂબી પ્રયોજ્યો છે. ગરલ-ચહલપહલ-અચલ-હવામહલ-ચલવિચલ જેવા અનૂઠા કાફિયા વાપરીને કવિ પોતાની સજ્જતાનો પણ પરિચય કરાવે છે. અને લગભગ બધા જ શેરમાં કવિએ શેરિયતનું યોગ્ય ધ્યાન રાખી લાંબા સમય સુધી માનસપટ પર અંકિત રહી જાય એવી ગઝલ આપણને આપી છે. અહીં સુધી આ ગઝલ 10માંથી સાત ગુણની સફર સફળતાપૂર્વક પૂરી કરે છે પણ કવિ મેદાન મારી જાય છે ‘સૂકું વન થરથરે છે એ ખબરે, થઈ ગયાં છે અનિલ-અનલ મિત્રો’ શેરમાં. લગભગ બધા જ શેરમાં ‘મિત્રો’ રદીફ સાથે કાફિયા વિશેષણ તરીકે વપરાયા છે જ્યારે પ્રસ્તુત શેરમાં રદીફ કાફિયા સાથે ભળી જઈને શેરનો એક અંતર્ગત ભાગ બને છે જે સિદ્ધહસ્ત કવિઓ પણ જવલ્લે જ કરી શક્તા હોય છે. કવિને મબલખ અભિનંદન અને શુભકામનાઓ..

 7. મીના છેડા કહે છે:

  સુંદર..

 8. urvashi parekh કહે છે:

  saras rachna,
  mitro vishe ghani ghani sundar vaato kahi,

 9. kshitij કહે છે:

  nice one but I don’t know meaning of Garal,second tranza just describe the all types of freinds.

 10. દીપક પરમાર કહે છે:

  હેમંતભાઈ,

  આખરે તમને સમય મળ્યો ખરા, પણ તમતમારે સમય લો જો ગઝલ આવીજ લખવાની હોયતો… 🙂

  આ બે શેર મને ખુબજ ગમ્યા…

  એક સફળતા મેં જોઈ નાનકડી
  ને પછી જોયા ચલવિચલ મિત્રો

  કેમ ફિક્કું હસી દીધુ તે પ્રભુ?
  મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો

 11. pragnaju કહે છે:

  ટૂંકી બહેરની મઝાની ગઝલ
  સૂકું વન થરથરે છે એ ખબરે
  થઈ ગયા છે અનિલ-અનલ મિત્રો

  કેમ ફિક્કું હસી દીધુ તે પ્રભુ?
  મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો
  ખૂબ સુંદર શેરો

 12. jjugalkishor કહે છે:

  મિત્રતાની વિભાવનાઓનું સુંદર આલેખન !

 13. sapana કહે છે:

  સરસ રચના છે…કાફિયા ખૂબ ગમ્યાં..
  કેમ ફિક્કું હસી દીધું તે પ્રભુ?
  મેં તો માગ્યા છે બસ સરલ મિત્રો!
  સરસ!
  સપના

 14. Sangita કહે છે:

  Khub saras ghazal mitr!

 15. rekha કહે છે:

  vaah……kharekhar sundar

  vivekbhai barabar nirnay lidho chhe.

 16. devikadhruva કહે છે:

  હેમંતભાઇ,
  સંવેદના,સજ્જતા અને સર્જનનો સુભગ સંયોગ એટલે તમારી ગઝલો. વિવેકભાઇની વિવેકપૂર્વકની નિર્ણાયક દ્રષ્ટિમાં પ્રથમ આવવા બદલ અભિનંદન.
  એક સફળતા મેં જોઈ નાનકડી
  ને પછી જોયા ચલવિચલ મિત્રો…શેર ખુબ ગમ્યો.

 17. Dipak Dholakia કહે છે:

  વિવેકભાઇના વિવેચન સાથે સંપૂર્ણ સંમત પણ તે ઉપરાંત પણ ” ‘સૂકું વન થરથરે છે એ ખબરે, થઈ ગયાં છે અનિલ-અનલ મિત્રો”માં ખરેખર કઈંક થરથરાવી દે તેવું છે. અભિનંદન.

 18. Ankita Solanki કહે છે:

  ઊતરે એકાંતનું ગરલ, મિત્રો!
  થોડી રાખો ચહલપહલ મિત્રો

  કોઈ ઉલ્કા તો કોઈ ધૂમકેતુ
  તો કશે ધ્રૂવ શા અચલ મિત્રો
  Khub Saras Lagi aa 2 line, Tame khare khar sari rachna karo cho……

 19. પિંગબેક: મિત્રો | | GujaratiLinks.comGujaratiLinks.com

 20. સુનીલ શાહ કહે છે:

  ટૂંકી બહેરમાં, નાવિન્યપૂર્ણ કાફિયા સાથે સરસ–સફળ કવિકર્મ. અભિનંદન મિત્ર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s