મારું ગઝલપઠન અને એક નવી ગઝલ

મિત્રો,

આંઠેક મહિનાઓના વિરામ બાદ આ પોસ્ટ મૂકું છું.

ડૉ. રઈશ મનીઆરનો ગઝલ સંગ્રહ “આમ લખવું કરાવે અલખની સફર” ૮મી ઑક્ટોબર ૨૦૧૧ ના રોજ વિમોચિત થયો. એ જ કાર્યક્રમમાં ભરતભાઈ વિંઝુડાને મનહરલાલ ચૉક્સી સ્મૃતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.  કાર્યક્રમનું સંચાલન ડૉ. મુકુલ ચૉક્સીએ કર્યું હતું. અને મુખ્ય મહેમાન તરીકે જ્યેષ્ઠ કવિશ્રી ભગવતીકુમાર શર્મા હાજર હતા.

આ પ્રસંગે યોજાયેલા મુશાયરામાં છ કવિઓએ પોતાની ગઝલો રજૂ કરી, જેમાં મને પણ મારી ગઝલો વાંચવાનો મોકો મળ્યો. આશા છે કે આપને મારું ગઝલપઠન ગમશે.

આ પ્રસંગે એક અપ્રગટ ગઝલ પણ વાંચી હતી એ અહીં રજૂ કરું છું.

મનમાં હજી એક આશ રહી ગઈ
ઓ દુર્દશા, કંઈ કચાશ રહી ગઈ

શું પામવું’તું ભૂલી ગયા સૌ
બેબાકળી એક તલાશ રહી ગઈ

પુસ્તકમાં સુકાયું પુષ્પ તો પણ
યાદોમાં હજી કુમાશ રહી ગઈ

આંસુ તો લૂછાય, કેમ લૂછવી
આ સ્મિતમાં જે ફિકાશ રહી ગઈ

છંદોવિધાન: ગા ગાલલગા લગાલગા ગા

આ મુશાયરામાં મેં વાંચેલી અન્ય ગઝલો આપ અહીં વાંચી શકો છોઃ

પ્રથમ સૂર્ય પાસે…
ઊપડતી જીભ અટકે છે…
એમ થોડો લગાવ રાખે છે…
ડર ન હેમંત રીત બદલવામાં…
પ્રણયભીની યાદો લહર…

– હેમંત પુણેકર

This entry was posted in ગઝલ, પ્રકીર્ણ. Bookmark the permalink.

15 Responses to મારું ગઝલપઠન અને એક નવી ગઝલ

  1. Dipak Dholakia કહે છે:

    મઝા આવી ગઈ. એક તો બહુ ઘણા સમય પછી આવ્યા. માત્ર પદ્યમાં જ મળશો કે ક્યરેક ગદ્યમાં પણ મળશો?

  2. યશવંત ઠક્કર કહે છે:

    હેમંતભાઈ,
    બહુ જ આનદ થયો. આ રીતે પણ તમે મળવાનો વાયદો પાળ્યો ખરો! સરસ રજૂઆત.
    નવી ગઝલ પણ ગમી. આ રીતે પણ મળતા રહો.

  3. વાહ…હેમંતભાઇ,
    ગઝલો અને પઠન બન્ને બહુજ સરસ….
    -અભિનંદન.

  4. વિવેક કહે છે:

    હેમંતના સ્વમુખે આ રચનાઓ લાઇવ પણ સાંભળી હતી… આજે ફરીથી એ મુશાયરો તાજો થઈ ગયો… મજા આવી ગઈ…

    બહુ લાંબા વિરામ પછી બ્લૉગ પર નજરે ચડવાની સજા એ છે કે હવે આવતા મહિનામાં ઓછામાં ઓછી બે નવી રચનાઓ પોસ્ટ કરો…

  5. બ્રેક કે બાદ .. વેલકમ
    પુસ્તકમાં સુકાયું પુષ્પ તો પણ
    યાદોમાં હજી કુમાશ રહી ગઈ ..
    સરસ …

  6. Dilip Gajjar કહે છે:

    સુંદર ગઝલ પાઠ …
    શું પામવું’તું ભૂલી ગયા સૌ
    બેબાકળી એક તલાશ રહી ગઈ
    Waah kya baat hai..

  7. vijayshah કહે છે:

    hemantbhai
    ghaNaa laambaa samay baad..
    mazaa aavI gai
    thanks for sharing

  8. Sangita કહે છે:

    Happy to see new post after a long time. Really enjoyed listening to this live in your own voice. Very nice.

  9. Bhupendrasinh Raol કહે છે:

    બ્રેકમાં સુંદર ગઝલો રચાતી હોય છે, બ્રેક સારો છે પણ બહુ લાંબો નહિ.

  10. ઊર્મિ કહે છે:

    ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, હેમંત.
    તને સાંભળવાની ખરેખર ખૂબ જ મજા આવી ગઈ… સુંદર રજૂઆત.

  11. Prajakta Shastri કહે છે:

    મનમાં હજી એક આશ રહી ગઈ
    ઓ દુર્દશા, કંઈ કચાશ રહી ગઈ
    આંસુ તો લૂછાય, કેમ લૂછવી
    આ સ્મિતમાં જે ફિકાશ રહી ગઈ
    – વ્હા ભાઈ વ્હા, મજા કરાવી દીધી…

  12. Prajakta Shastri કહે છે:

    ગઝલ પઠણ ખૂબ સરસ…

Leave a reply to Sangita જવાબ રદ કરો