ડર ન હેમંત રીત બદલવામાં

ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*

મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં

એને ભીંજાતી જોયા કરવાની
પાણીપાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!

– હેમંત

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

*મત્લા -> ગઝલનો પ્રથમ શેર.
સામાન્યતઃ ગઝલના છેલ્લા શેર (મક્તામાં) કવિનું નામ આવે એવી પ્રથા છે.

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

22 Responses to ડર ન હેમંત રીત બદલવામાં

  1. devika કહે છે:

    સપનું આવે કદી જો સપનામાં!
    what an imagination !!!
    very nice..

  2. sapana કહે છે:

    Hemantbhai,
    Too good.
    કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
    ફૂલ શો એક ચહેરો સ્મરવામાં and

    સપનું આવે કદી જો સપનામાં!

    Too good.
    Sapana

  3. Dilip Gajjar કહે છે:

    મંઝિલો જાય છોને ચૂલામાં
    અમને ગોઠી ગયું છે રસ્તામાં
    Wah Hemantbhai wonderful Gazal…
    સપનું આવે કદી જો સપનામાં! for you Sapana !!!

  4. કુણાલ કહે છે:

    hemantbhai, matla ma to tame saache j sarjakta kevi rite navi kedi sarji shake te prove karyu… jo ke e siddhhast kavio ne ketlu jache e jovu rahyu.. hu to bas ek reader ane bhavak ni najare kahi shaku ke maaNavani majaa aavi 🙂

    baddha j sher sundar thaya chhe…

    એને ભીંજાતી જોયા કરવાની
    પાણીપાણી થવાનું વર્ષામાં

    aa sher saache j paani-paani kari de evo 🙂 …

    ek vadhu majaani gazal maate khub abhinandan

  5. વિનય ખત્રી કહે છે:

    મંઝિલો જાય છોને ચૂલામાં
    અમને ગોઠી ગયું છે રસ્તામાં!

    વાહ!

  6. હેમંતભાઇ,

    એ હકીકત હશે કે બીજુ કંઈ
    સપનું આવે કદી જો સપનામાં!

    સર્જનની નવી રાહ કંડારવી ખરેખર દાદ માંગી લે તેવું કામ છે.

    રચના ખૂબ સરસ થઇ છે.

    શુભેચ્છાઓ….

  7. Vijay Shah કહે છે:

    સાતે સાત શેર સુંદર બન્યા છે તે તો બધા કહેશેજ્..પણ પદ્ય દ્વારા લઘુ કથા તમે આપી છે તેમ કહેવુ મને વ્યાજબી લાગે છે.

    કવિનો વિપ્લવી મિજાજ

    ડર ન હેમંત રીત બદલવામાં
    બેધડક નામ લઈ લે મત્લામાં*

    મંઝિલો જાય છોને ચૂલામાં
    અમને ગોઠી ગયું છે રસ્તામાં

    આ બે શેરોમાં છે.

    એને ભીંજાતી જોયા કરવાની
    પાણીપાણી થવાનું વર્ષામાં

    કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
    ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

    લઘુ કથા એક પળની છે..તેને ભીઁજાતી જોવુ અને પલળવુ તેને સ્મરવુ અને કાંટાળી યાદો ભોંકાઇ…અફલાતુન ઉન્માદ

    એ હકીકત હશે કે બીજુ કંઈ
    સપનું આવે કદી જો સપનામાં!

    ઉત્તમ!
    બીજો કોઇ શબ્દ સુઝતો જ નથી

  8. jayeshupadhyaya કહે છે:

    એને ભીંજાતી જોયા કરવાની
    પાણીપાણી થવાનું વર્ષામાં
    sher ghanoj gamyo

  9. jagadishchristian કહે છે:

    સરસ ગઝલ. પ્રથા બદલવાનો પ્રયાસ પણ ગમ્યો.

  10. પંચમ શુક્લ કહે છે:

    મત્લામાં નામનો નીડર ઉપયોગ ગમ્યો. પાઠ પરંપરામાં નામ (ઉપનામ)નું કામ, આમ તો કવિનો સિક્કો લગાવવાનું જ હતું ને! કવિ કોણ એ ઘટસ્ફોટના તબક્કા સિવાય નામ મત્લામાં હોય કે મક્તામાં…બધું સરખુ જ છે. બધા જ શેરની બાની ગઝલના મૂળભૂત મિજાજને અનુરૂપ છે. સરવાળે વાંચવી ગમે એવી ગઝલ.

  11. deepak કહે છે:

    Khubaj saras gazal lakhi 6e .. hemant bhai..

    matla ma up-naam lakhavani vaat khub gaami… 🙂

    કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
    ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

    aa sher bahuj gami gayo…

  12. નટવર મહેતા કહે છે:

    મને આપની ઈર્ષા થાય છે કે સાલું આવું લખતા મને કેમ નથી આવડતું..
    શુભાનઅલ્લાહ…!

    ડર ન હેમંત રીત બદલવામાં
    બેધડક નામ લઈ લે મત્લામાં

    મત્લામાં કમાલ કરી તો પછી મક્તામાં તો કતલ કરી અને

    સપનામાં પણ તમે તો ઉસ્તાદ લઈ આવ્યા સપનું
    જે નિહાળે એ,જરૂર કોઈ આશિક હશે કે હશે મજનુ.

    વાહ જનાબ…વાહ…!!

  13. વિવેક ટેલર કહે છે:

    સુંદર ગઝલ.,.. બધા શેર આસ્વાદ્ય થયા છે…

    મત્લામાં તખલ્લુસ કે નામનો ઉપયોગ અગાઉ બીજા કવિઓએ પણ કવચિત્ કર્યો છે… પણ તમારી શૈલી અને ખુમારી દાદ માંગી લે છે… સપનામાં સપનુંવાળો શેર ખૂબ ગમ્યો…

  14. બે ધડક નામ દેવાની રીત ગમી. આખી ગઝલ આનંદ આપનારી છે.

  15. દક્ષેશ કહે છે:

    એ હકીકત હશે કે બીજુ કંઈ
    સપનું આવે કદી જો સપનામાં!

    આ સપનામાં સપનાવાળી વાત ગમી ગઈ … સુંદર કલ્પના.

  16. “સપનું આવે કદી જો સપનામાં!”

    ખુબ જ સરસ રચના…હેમંતભાઈ

  17. P Shah કહે છે:

    બધા જ શેર ખૂબ સુંદર થયા છે.

    સપનું આવે કદી જો સપનામાં… વાહ !

    કવિતા માં અને દિવ્યભાસ્કર માં પણ આપની રચનાઓ વાંચી અને માણી.

    અભિનંદન !

  18. Umesh કહે છે:

    મંઝિલો જાય છોને ચૂલામાં
    અમને ગોઠી ગયું છે રસ્તામાં

    Maja Avi gai….

  19. પિંગબેક: » ડર ન હેમંત રીત બદલવામાં » GujaratiLinks.com

  20. પિંગબેક: મારું ગઝલપઠન અને એક નવી ગઝલ | હેમકાવ્યો

  21. પિંગબેક: ડર ન હેમંત – હેમંત પુણેકરટહુકો.કોમ | ટહુકો.કોમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s