અનુવાદ – ચૂક્યો દિશા છતાં પણ…

વિંદા કરંદીકર એ ૨૦મી સદીના મરાઠી ભાષાના અગ્રગણ્ય કવિ. આપ એમના વિશે અહીં વાંચી શકો છો. એમનું ગઝલકર્મ સીમિત. પણ એમની એક રસપ્રદ ગઝલ હાથે લાગી અને મેં એનો અનુવાદ કર્યો જે “કવિતા”માં છપાયો.

મેં અનુવાદ કવિતા પર મોકલી આપ્યો. ત્યારબાદ આ અનુવાદ સંદર્ભે કવિશ્રી વિવેક કાણેના સંપર્કમાં હતો અને એમણે કેટલાક ફેરબદલ સૂચવ્યા. આ સંદર્ભમાં રઈશભાઈ સાથે પણ સરસ ચર્ચા થઈ.

ત્યારબાદ આ ગઝલ વિશે મારા એક સંબંધી સાથે વાત થઈ. તેઓ મરાઠી કવિતા-ગઝલના રસિયા છે. એમણે મને જણાવ્યું કે વિંદા અને એમના ઘણા સમકાલીન મરાઠી કવિ સમાજવાદી વિચારધારાના હતા અને એટલે જ ધાર્મિક/અધ્યાત્મિક પરંપરાના વિરોધી પણ ખરા. આ વાતને ધ્યાનમાં રાખીને જ્યારે વિંદાની ગઝલ ફરી વાંચી ત્યારે એની આખી બાની જ બદલાયેલી લાગી અને ધ્યાનમાં આવ્યું કે પહેલા જે અનુવાદ કર્યો હતો એમાં ઘણી ભૂલો રહી ગઈ છે. અરે મક્તાનો જૂનો અનુવાદ તો મૂળ મરાઠી શેર કરતાં ઊલટી જ વાત કરે છે. આખી ગઝલમાં કવિ પરંપરાગત-અધ્યાત્મિક સાવધતા અને શ્રેયનો વિરોધ કરીને “બિન્દાસ” જીવવાની વાત કરે છે.

તો વરિષ્ઠ કવિમિત્રોનાં સુચનોને આધારે, કવિની વિચારાધારાને અનુરૂપ નવો અનુવાદ અહીં પોસ્ટ કરું છું. આપના વિચાર જણાવજો.

વિંદાની મૂળ ગઝલ:

કવિતામાં છપાયેલ અનુવાદ અને મઠારેલ અનુવાદ:


Advertisements
This entry was posted in અનુવાદ, ગઝલ. Bookmark the permalink.

13 Responses to અનુવાદ – ચૂક્યો દિશા છતાં પણ…

 1. chintran shelat કહે છે:

  hello,

  it is really fascinating to me… banne anuvad ma ketlo badho farak padi gayo…

  superb gazal… thanx

 2. deep કહે છે:

  It’s too difficult to translate someone’s else creation into another language by keeping same feeling and soul.

  Great work Hemanbhai… 🙂

  But I have read translated Gaza 4-5 times, then i could only understood some of SHER.

  બહું અઘરી ગઝલ છે, સીધે સીધી ઉતરી જાય એવી નથી….

 3. nilam doshi કહે છે:

  સરસ ભાવાનુવાદ…અનુવાદ વાંચતા હોઇએ એવું ન લાગ્યું..અભિનંદન..હેમંતભાઇ…

 4. રઈશ મનીઆર કહે છે:

  હેમંત,
  વિંદા કરંદીકર વિશે તમારા સંબંધીએ આપેલી માહિતી બહોળા અર્થમાં સાચી હશે પરંતુ મને લાગે છે કે આ ગઝલ આધ્યાત્મિકતા કે સમાજવાદની તરફેણ કે વિરોધમાં નથી. આ ગઝલ વધુ પડતી ધ્યેયલક્ષિતાના વિરોધમાં છે.
  મિત્રોને અઘરી લાગી એટલે મારી સમજ મુજબ ભાવાર્થ આપું છું.
  1. દિશા ચૂકેલા મસ્ત પ્રવાસીને માઈલસ્ટોન ભલે સાથ ન આપે પણ આકાશના તારાનો સહારો તો રહે જ છે. (પહેલા વર્ઝનમાં આ વાત સારી રીતે પ્રગટ થઈ છે)
  2.રસ્તો ક્યાં લઈ જાય છે એની પરવા કર્યા વગર રસ્તાને મૂલવ્યા વગર ચાલું તો ચાલવાની મોજ એવી છે કે એ મોજમાં સર્વા રસ્તા વહાલા લાગે છે.
  3.સઢને પવનનો ડર હોય, પણ કોઈ ધ્રુવ સાથે બંધાઈ એ જ દિશામાં પહોંચવાનો હઠાગ્રહ રાખવાને બદલે,પવન જ્યાં લઈ જાય ત્યાં વિહાર કરવાની તૈયારી હોય તો સઢ તોડી નાખો. પછી જુઓ પવન પ્યારા લાગે છે કે નહીં!
  4.જે મન ભવિષ્યની વધુ ચિંતા કરે એને ભૂતકાળનો દાહ (અપરાધભાવ, ફરિયાદ) પણ વધુ. એકને ફાડો એટલે બીજું હોલવાય.
  5. દિશા ચૂકવાથી દરેક વિસામો જરા ભયાવહ લાગે પણ ઉપર આકાશ તો એક જ છે એ જાણનારાને તો દરેક અપરિચિત ઉતારો પણ રમ્ય જ લાગે.
  6.જેના જીવનમાં આશા વધુ તેના જીવનમાં આશાભંગ પણ વધુ. વધુપડતા કટિબદ્ધ માણસોને આ આશા નિરાશાના દ્વન્દ્વનો સામનો કરવાનું વધુ આવે. આપણે વધુ કટિબદ્ધ કે લક્ષ્યકામી ન હોઈએ તો આ આશા નિરાશાના તિખારા દઝાડતા નથી.
  આમ મને લાગે છે કે આ ગઝલને ધર્મ કે આધ્યાત્મિકતાની વિરુદ્ધમાં કંઈ કહેવાનું નથી. ઊલટું બેફિકરાઈ તો આધ્યાત્મિકતાનું જ એક પાસું છે.
  આ ગઝલ ખરેખર તો આજે ફૂટી નીકળેલા મોટીવેટર્સ અને મેનેજમેંટ ગુરુઓની વિરુદ્ધમાં છે, એવું નથી લાગતું?

  • deep કહે છે:

   રઈશ્ભાઈ,

   મારા માટે આ ગઝલ સમજવી ખુબજ અઘરી હતી,

   આપે આપેલ સરળ સમજૂતી માટે ખુબ ખુબ આભાર 🙂

  • અનુવાદને માતબર બનાવવા માટે લખ – છેક – ભૂંસની ઉ.જો. પ્રેરિત પ્રતિબદ્ધતા યાદ કરાવે એવો પ્રયાસ ગમ્યો. અભિનંદન હેમંતભાઈ. તમને મદદરૂપ બનેલા મિત્રો અને માર્ગદર્શકોનોય આભાર માનવો રહ્યો.
   —–
   રઈશભાઈ, પદાન્વય અને વિશ્લેષણ બન્ને લાજવાબ લાગ્યાં.
   ‘ આ ગઝલ ખરેખર તો આજે ફૂટી નીકળેલા મોટીવેટર્સ અને મેનેજમેંટ ગુરુઓની વિરુદ્ધમાં છે, એવું નથી લાગતું?’ – Truly said. ધંધાદારી સ્પીરીચ્યુઆલિટી અને સ્યુડો પોઝિટિવ થિંકિંગ એ આદ્યાત્મ નથી.

  • રઈશભાઈ,
   આભાર.
   આ ગઝલ ખરેખર તો આજે ફૂટી નીકળેલા મોટીવેટર્સ અને મેનેજમેંટ ગુરુઓની વિરુદ્ધમાં છે, એવું નથી લાગતું?
   વાતમાં દમ છે.

 5. readsetu કહે છે:

  ખુલ્લી આંખ અને ખુલ્લું મન સાચા સર્જક માટે કેટલું જરૂરી છે !! ’કવિતા’ જેવા સુપ્રસિદ્ધ સામયિકમાં અનુવાદ છપાઇ ગયા પછી પાછું વાળીને જોવાની જરૂર લાગે એ મોટી વાત છે. અનુવાદ તો ઉત્તમ છે જ અને ખેલદિલી એથીયે ઉત્તમ !!

  લતા હિરાણી

 6. P Shah કહે છે:

  આધ્યાત્મિકતાની જુદી જ ભાત ઉપસાવતી ગઝલ !
  મૂળ મરાઠી ગઝલ અને તેનો અનુવાદ બંનેમાં કવિકર્મ તેની સંપૂર્ણ ઊંચાઈ પર છે.
  રઈશભાઈનો આસ્વાદ ગઝલના હાર્દની ખૂબ નજીક છે તેથી રચના વારંવાર વાંચવાનું મન થયું. અને જેટલી વખત વાંચી તેટલીવાર નવી દિશાઓ સાંપડી.
  આવી સુંદર અને સમજવામાં પ્રમાણમાં અઘરી કૃતિ અનુવાદ માટે પસંદ કરવા તથા તેના ભાવવાહી અનુવાદ માટે હેમંતભાઈ આપને ખૂબ અભિનંદન !

 7. તમામ વાચક મિત્રોનો પ્રતિભાવો આપવા બદલ ધન્યવાદ. વિસ્તૃત પ્રતિભાવ આપવા માટે રઈશભાઈનો ખાસ ધન્યવાદ.
  રઈશભાઈની વાત બરાબર લાગે છે. અધ્યાત્મ/ધર્મનો વિરોધ કરતા બેફિકરાઈનો મહિમા એ જ ગઝલનો મૂખ્ય સૂર છે.
  ચૂક્યો દિશા છતાં પણ….ગઝલના અનુવાદમાં હુંય ઘણી વખત દિશા ચૂક્યો છું. 🙂 પણ ખરેખર મારા શ્રેય કે સહારા છૂટ્યાં નથી. આપ સૌ મારી સાથે છો એનો આનંદ!

 8. વિવેક ટેલર કહે છે:

  વાહ.. ગઝલ, અનુવાદ અને રઈશભાઈનું વિશ્લેષણ- ત્રણેય ગમ્યા…

 9. અનામિક કહે છે:

  Waiting for new CREATION in literature.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s