રૂપિયે કિલો

હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો

-હેમંત

This entry was posted in મુક્તક. Bookmark the permalink.

18 Responses to રૂપિયે કિલો

  1. hemantpunekar કહે છે:

    તમારી પાસે એવું કંઈ છે જે રૂપિયે કિલો પણ વેચો અને અબજોપતિ થઈ જવાય? મારી પાસે છે. એકવાર વાંચી જુઓ આ ટચુકડી રચના રૂપિયે કિલો અને મને જણાવજો તમારી પાસે પણ એ છે કે નથી.

  2. Suresh Jani કહે છે:

    ભલે તમે આ નીરાશાના સૂરમાં લખ્યું હોય, પણ એ વાસ્તવિકતા છે, કે કરોડપતિ પણ સપનાના જ સોદાગર હોય છે. માત્ર તેમને પોતાના અને બીજાના સપનામાંથી સમ્પત્તિ બનાવતાં આવડે છે. દરેક ક્ષેત્રની મહાનતાએ પહોંચેલી વ્યક્તિ સ્વપ્નદૃષ્ટા જ હોય છે. અને સ્વપ્નદૃષ્ટા હોય તે જ સિધ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

  3. vishwadeep કહે છે:

    આ ડોલરીયો દેશ, લોક પહેરે જુદા વેષ,
    આ સપના નો દેશ,કોઈ કામણના કેશ..
    આ ડોલરીઓ દેશ..

    એકના પચાસ તોય લાગે કચાશ,
    લાખના બે લાખ તોય લાગે ઑછાસ
    … આ ડોલરીઓ દેશ્…

    અમેરિકામાં પણ આપણા દેશી આવુંજ સ્વપ્ન લઈ ને આવતા હોયછે….

  4. Neela Kadakia કહે છે:

    હેમંતભાઈ,
    શું શમણાંનો ભંગાર હોઈ શકે ખરો? તો શમણું જ શાને? એ તો વાગોળવાનાં હોય ને ! વેંચાય થોડા?????????

  5. Sangita કહે છે:

    To have “Shamana” itself makes one rich. For an artist (not a materialistic soul),
    “shamna” is the most valuable treasure. If one stops dreaming or the dreams somehow do not come true, then it probably feels like “bhangar”.

    Too serious. Just to make it light, for a person with dreams or ashes of dreams in USA could become “abjopati” divided by 40ish (or
    current conversion rate).

  6. જય કહે છે:

    હેમંતભાઈ, શમણા વગરની દુનિયા ની કલ્પના સાહિત્ય-રસિક જીવો માટે અકલ્પ્ય છે. ઘણી રચનાઓ પણ શમણા ને આધારિત જ હોય છે. કલ્પ્ના તમારી સરસ ચે પણ
    ‘શમણા નો ભંગાર’ કદાચ ભંગાર નથી – ઘણી વખત કોઈ પણ સર્જન માટે એ પ્રેરણાનો સ્ત્રોત બની જતાં હોય છે.નહિ?

  7. bimal કહે છે:

    sagarmathi moti goti lavya bhai…..

  8. bimal કહે છે:

    ha…………ketala…………..manaso mate swapana jova khatarj hoy
    chhe………………aetale ………..to duniyano koi bhikhari ye
    sanyas nathi lidho?????????????????

  9. nilam doshi કહે છે:

    સપનાઓ માનવજીવનમાં રંગ ભરે છે રાતા,
    તકદીરે જો લખ્યું હોય તો પડે છે એક દિ સાચા.

    આજ સવારે ખોવાયું એક સોનેરી મુજ સપનુ
    જડયું હોય તો દઇ દેજો,ના એ કોઇ ના ખપનું.

    યાદ આવી ગયુ આ મુકતક વાંચી ને

  10. Bhargav કહે છે:

    HemantBhai,
    I like this one very much.

  11. Kunal Parekh કહે છે:

    ન પુરાં થયેલાં શમણાનો ભંગાર ઘણી વાર ભાર રૂપ બની જતો હોય છે..

    સાચી વાત કહી……..

  12. અરે અબજોપતિ માત્ર પૈસાના ના જ નથી હોતા…આપણે તો દિલ ના અબજોપતિ છીએ.

  13. sonali કહે છે:

    very few words but the feeling is expressed very beautifully.true for everyone

  14. Hemen Kapadia કહે છે:

    Hemant,
    Very few words said lot of things. I understand your feeling.

  15. પિંગબેક: વિજયનું ચિંતન જગત » રૂપિયે કિલો-હેમંત પુણેકર

  16. પિંગબેક: રૂપિયે કિલો-હેમંત પુણેકર « વિજયનુ ચિંતન જગત

  17. Prajakta Shastri કહે છે:

    Wah…જ્યાં ન પ્હોંચે રવી, ત્યાં પહોંચે કવિ… કવિ મન ની ઉપમા ને મનથી દાદ… ખૂબ સુંદર….

Leave a reply to જય જવાબ રદ કરો