આ હવા જેવું

તોય કંઇ સમજાય જો હોય ઝાંઝવા જેવું
છળવુ તારુ ન દેખાતી આ હવા જેવું

હવે તો આસમાનોની જ વાતોમાં રમે છે મન
લાગે કશુંયે ના ધરા પર પામવા જેવું

સમશાન શુ લાગ્યા કરે આખુ શહેર મુજને
જીવતુ બચ્યુ છે કોણ અહીંયા ચાહવા જેવું

રહેવાને માટે દિલ જેવી જગ્યા નથી દિલબર
બાકી ઘરોમાં હોય છે શું બાંધવા જેવું

મન મળે ના શું શરમ સંબંધની રાખુ
એ મરે એમાં નથી કંઇ નાહવા જેવું

બની બેઠા ગુરુ સૌના  કરે છે વાત એ એવી
લાગે નહી એ વાતમાં કંઇ માનવા જેવું

“હેમંત” હવે તો માણવો છે સ્વાદ મૃત્યુનો
જિંદગીમાં ક્યાં હતુ કંઇ ચાખવા જેવું

-હેમંત

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

6 Responses to આ હવા જેવું

  1. vijayshah કહે છે:

    જે છે તેને ગમાડતા જશો તો ચાહત જરુર ચાહના બનશે
    જીંદગી માં ત્યાં સુધી જરુર મળી જશે કોઇ ચાહવા જેવુ

    આટલી તીવ્ર ઉદાસીનતા નથી સારી હોતી ચાહના માટે
    જરુર કોઇક ક્યાંક બેઠુ છે તમને ચાહતુ, ધીર થઇને રાહ જો

    એક વાત છે ચોક્કસ,મૃત્યુ આવશે ત્યારે નહી ગમે એ દોસ્ત!
    જઇ ને પુછો તેમને, જેમનાં ઘરે ભરે છે જમ તેનો પહેરો

    http://www.vijayshah.wordpress.com

  2. hemantpunekar કહે છે:

    અજાણીને દર્દભરી પણ આખરે તો એક જ ક્ષણ હશે,
    વર્ષોને કહીએ છીએ જિંદગી, એનું નામ મરણ હશે

    મને લાગે છે કે માણસને ભય અજ્ઞાતનો હોય છે. મૃત્યુ આખરે શું હશે એક ક્ષણથી વધારે? મૃત્યુ થાય એની તરતજ બાદ શું થાય છે એનુ સરસ વર્ણન એક તંત્રના પુસ્તકમાં વાંચ્યુ હતું. મનમાં ઘણા બધા ચિત્રો સંઘરાયેલા પડ્યા હોય છે – આ જન્મના અને ગત અનેક જન્મોના. મરણની એ એક ક્ષણે જાગૃત ઉપરાંત સુષુપ્ત મનમાં રહેલા તમામ ચિત્રો નજર સમક્ષ ખુલી જાય છે. આજ એ ચિત્રગુપ્ત, જે માણસના સારા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. એમાંથી જે ચિત્ર માટે આકર્ષણ કે અપાકર્ષણ નિર્માણ થાય એ પ્રમાણે આગળનો જન્મ શું હશે તે નક્કી થાય છે. અન્તે મતિ સા ગતિ. અલબત્ત આ બધુ સૌને માન્ય ન પણ હોય, પણ મને એ સાચુ લાગે છે. આ વાતને કારણે મને મૃત્યુની ક્ષણ પણ માણવા જેવી હશે એવું લાગે છે.

  3. Neela Kadakia કહે છે:

    હેમંતભાઈ

    મોતનાં પારખા ના હોય

  4. vijayshah કહે છે:

    અજાણીને દર્દભરી પણ આખરે તો એક જ ક્ષણ હશે,
    વર્ષોને કહીએ છીએ જિંદગી, એનું નામ મરણ હશે

    vaah! rupakadI vaat maaM tame ghanu kahyu mitr!

  5. વિવેક કહે છે:

    રહેવાને માટે દિલ જેવી જગ્યા નથી દિલબર
    બાકી ઘરોમાં હોય છે શું બાંધવા જેવું…

    -સરસ વાત!

  6. Prajakta Shastri કહે છે:

    તોય કંઇ સમજાય જો હોય ઝાંઝવા જેવું
    છળવુ તારુ ન દેખાતી આ હવા જેવું
    – सरस,,,

    અજાણીને દર્દભરી પણ આખરે તો એક જ ક્ષણ હશે,
    વર્ષોને કહીએ છીએ જિંદગી, એનું નામ મરણ હશે
    – व्हा क्या ख़ूब फर्माया है।

Leave a reply to Prajakta Shastri જવાબ રદ કરો