કાચની આરપાર

કાચની શું આર છે ને કાચની શું પાર છે
છેતરે છે આંખને પ્રતિબિંબની વણજાર છે

લાખ આયાસો છતાં આ આંખ ઊઘડતી નથી
પાંપણોમાં પાંગરેલો સ્વપ્નનો આજાર છે

જ્યાં સુધી તૂટ્યો નથી એ ખૂબ લીસ્સો લાગશે
પણ સુંવાળા સ્પર્શ ઓથે ગુપ્ત કાતિલ ધાર છે

બિંબમાં પ્રતિબિંબમાં છે, સત્ય શું? આભાસ શું?
કાચની છો કઇ તરફ એના ઉપર આધાર છે

જિંદગીભરની કમાણી આ રહી હેમંત જો
ચંદ આ અશઆર છે ને કાચનો ભંગાર છે

-હેમંત

થોડાંક શબ્દાર્થઃ

આયાસઃ પ્રયત્ન, આજારઃ બીમારી
અક્સઃ પ્રતિબિંબ, અશઆરઃ શેરનું બહુવચન

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

16 Responses to કાચની આરપાર

  1. hemantpunekar કહે છે:

    મારી ઑફીસમાં મારી બેસવાની જગ્યાની સામે જ કૉન્ફરન્સ રૂમ છે. એ રૂમની દિવાલ કાચની છે. એ કાચમાં જુઓ તો થોડીક વસ્તુઓ કૉન્ફરન્સ રૂમની દેખાય છે અને થોડીક વસ્તુઓ જે મારી તરફ છે એ પ્રતિબિંબ રૂપે દેખાય છે. ઘણીવાર ધ્યાનથી જોવું પડે છે કે જે દેખાય છે એ કાચની કઇ બાજુએ છે. પણ શું આખી દુનિયા પણ આવી કાચની દિવાલોથી ભરેલી નથી? શું આપણે ખરેખર જાણીએ છીએ કે કાચની આરપાર શું છે?

  2. ઊર્મિસાગર કહે છે:

    સુંદર ગઝલ હેમંત…

    બિંબમાં પ્રતિબિંબમાં છે સત્ય શું ને અસત્ય શું
    કાચની છો કઇ તરફ એના ઉપર આધાર છે

    શેર ઘણો ગમ્યો!

    શેરનું બહુવચન આજે જ જાણ્યું… હું શંકાશીલ મનથી જ ઘણીવાર શેરો લખતી હતી, તે શંકા આજે
    સાચી પડી! 🙂

  3. Jugalkishor કહે છે:

    પેલી પારનું જોવામાં આ પારનું મોટે ભાગે નડે છે. ને આ પારનું જોતાં જોતાં ક્યારેક એ પારનું દર્શન થઈ જાય છે.બંને એકબીજાનાં પૂરક છે કે સહાયક ?

    તમારી રચના મઝાનો અણસારો આપી દિયે છે.

    સરસ. તમારાં દર્શનો મુબારક.

  4. રાજીવ કહે છે:

    ચંદ આ અશઆર છે ને કાચનો ભંગાર છે

    Great…!

  5. વિવેક કહે છે:

    જ્યાં સુધી તૂટ્યો નથી એ ખૂબ લિસ્સો લાગશે
    પણ સુંવાળા સ્પર્શ નીચે ગુપ્ત કાતિલ ધાર છે..

    -સરસ !

    બિંબમાં પ્રતિબિંબમાં છે સત્ય શું ને અસત્ય શું – અહીં
    છંદ તૂટે છે…

  6. Regular reader` કહે છે:

    I like the whole ghazal but like these 2 shers a lot.

    અક્સની આખી રમત, ના પાળ તકલાદી મમત
    ભાંગશે ભૂક્કો થશે એનો મને અણસાર છે

    બિંબમાં પ્રતિબિંબમાં છે સત્ય શું ને અસત્ય શું
    કાચની છો કઇ તરફ એના ઉપર આધાર છે

    Badhi mamat takladi che paN e mamat ni ramat nu naam j to jindgi chhe.

  7. SV કહે છે:

    Very nice. Enjoyed your writing and your blog.

    I have included your blog on http://www.forsv.com/samelan/ ફોર એસ વી – સંમેલન
    Hope that will let more readers read your creativity.

  8. Reshma Muley કહે છે:

    mane 2 ane 3 para bahu gamya sachuj che

    swapno ni ek bimari shi che
    ema thi na nikalvani amari jid che

    ane darek suvali lagti chij kharekhar etli sari hoy che e jaruri nathi

    its fine
    Reshma

  9. naraj કહે છે:

    જ્યાં સુધી તૂટ્યો નથી એ ખૂબ લિસ્સો લાગશે
    પણ સુંવાળા સ્પર્શ નીચે ગુપ્ત કાતિલ ધાર છે

    Exellent …….job…..Hemantbhai…Best One

  10. Devika Dhruva કહે છે:

    હેમંતભાઈ,
    આજે તમારી ઘણી કવિતાઓ એકસાથે વાંચી.
    ખુબ જ સુંદર અને હ્ર્દયસ્પર્શી છે.
    “કાચની આરપાર” ઘણી જ ગમી.
    દેવિકા ધ્રુવ-હ્યુસ્ટન.

  11. Bhavesh Pathak કહે છે:

    Yes , I would definately like to appreciate your each wording which are sometimes as sharp as sword and sometimes as light as flower, and beutiful too. so at last its really great from your side.all the best, thanks for this creation too.

  12. Idetrorce કહે છે:

    very interesting, but I don’t agree with you
    Idetrorce

  13. vivektank કહે છે:

    wahhhh……realyy tamari rachana to adabhut hoy chhe..ghanai badhi vanchi

Leave a reply to Idetrorce જવાબ રદ કરો