ત્રણ મુક્તક

મેં ભીતર સૂર્ય ભાળ્યો છે જગતને પણ એ દેખાશે
અગન અંદરની જ્વાળા થઈને ચારેકોર ફેલાશે
મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધો
મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે
_____________

ખોરડું છૂટ્યું અમે તો મહેલમાં આવી ગયા
સત્યથી તદ્દન જુદા આ ખેલમાં આવી ગયા
દિનનાં અજવાળામાં જે સૂતાં’તાં પાંપણને ખૂણે
રાત – આંખો બંધ – શમણાં ગેલમાં આવી ગયાં
_____________

સાચુ બોલે છે કૉણ ગઝલોમાં
બધા નાખે છે મૉણ ગઝલોમાં
એને સમજાશે તુજ વ્યથા હેમંત
જેણે રેડ્યું હો શોણ ગઝલોમાં

– હેમંત પુણેકર

શોણ -> લોહી

This entry was posted in મુક્તક. Bookmark the permalink.

31 Responses to ત્રણ મુક્તક

  1. devikadhruva કહે છે:

    ઘણાં વખત પછી…વાહ..
    મુક્તકો બધા જ ખુબ સરસ છે. છેલ્લું જરા વધારે ગમ્યું.

  2. Chirag કહે છે:

    વાહ.

    કવિની મગરૂરી સ્પર્શી ગઈ:

    મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધો
    મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે

  3. himanshupatel555 કહે છે:

    સરસ મુક્તકો, ગમ્યા

  4. સરસ ખુમારીસભર વાત લઈને આવ્યા હેમંતભાઈ…
    અભિનંદન.

  5. atuljaniagantuk કહે છે:

    સાચુ બોલે છે કૉણ ગઝલોમાં
    બધા નાખે છે મૉણ ગઝલોમાં
    એને સમજાશે તુજ વ્યથા હેમંત
    જેણે રેડ્યું હો શોણ ગઝલોમાં

    વાહ

  6. Heena Parekh કહે છે:

    સરસ. પહેલું અને બીજું મુક્તક વધારે ગમ્યું.

  7. સુનીલ શાહ કહે છે:

    સાચે જ સરસ મુક્તકો…
    પ્રથમ બે મુક્તકતો વિશેષ ગમ્યાં.

  8. surya કહે છે:

    હેમંત ભાઈ, સરસ મુકતો. પહેલો ને ત્રીજો વધુ ગમ્યા.

  9. Daxesh Contractor કહે છે:

    મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધો
    મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે
    very good ..

  10. હેમંતભાઈ,

    ત્રણેય મુક્તકો પોતાના ભાવની યથાર્થતા સિદ્ધ કરેતેવાં છે.
    સરસ !

    અભિનંદન !

    http://das.desais.net

  11. readsetu કહે છે:

    bahu saras Hemantbhai..

    Lakhata raho

    Lata Hirani

  12. kiransinh chauhan કહે છે:

    ત્રણે મુક્તકો જોરદાર, અફલાતૂન.

  13. યશવંત ઠક્કર કહે છે:

    હેમ તત્વોથી ભરપૂર!
    અભિનંદન.

  14. DIPAK DHOLAKIA કહે છે:

    ગ્રીષ્મ ઝળુંબે
    શબ્દ બનીને; તોયે
    નામ હેમંત

  15. sapana કહે છે:

    સરસ મુકતકો.ત્રીજુ વધારે ગમ્યુ..
    સપના

  16. Parimal Shastri કહે છે:

    Traney muktako khub j saras chhe..
    Abhinandan.

  17. Vipin Desai કહે છે:

    How can we keep away from taking note of your muktaks?! u ‘ll take note of those who do not take note of you.I am sure,u’ll take greater note of those who’ll take note of you.Nothing goes outside your note-pad!!!!!!!!!!
    Just jokingly.All the three muktaks are superb.

  18. Vipin Desai કહે છે:

    પ્રિય હેમન્ત,

    મુક્તકો ત્રણેય મજેથી માણ્યા
    તમે તો ફરી તમને આણ્યા

    નોધવાની શુ વાત કરી ભૈ!
    આજે તમને નોધ્યા, જાણ્યા

    ખોરડાની હા, વાત ન્યારી
    મહેલે તો કેટલા ખેન્ચ્યા, તાણ્યા

    ‘મોણ-શોણ’ થી ઓળઘોળ હુ
    તમે જાણે એવરેસ્ટ પર પલાણ્યા

    ટાઇપીગ-ભુલને માફ કરશો
    નથી ભુલ ક્શી કે તમને આમ વખાણ્યા

  19. DIPAK DHOLAKIA કહે છે:

    વાહ!
    આ ‘વાહ’ હેમંતભાઈના બ્લૉગ પર તમારા માટે છે! મઝાઆવી.

  20. Jignesh Adhyaru કહે છે:

    વાહ હેમંતભાઈ, ત્રણેય મુક્તકો અત્યંત સુંદર છે,

    જો કે મને પ્રથમ મુક્તક થોડું વધારે ગમી ગયું…

    મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધો
    મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે…

    વાહ, શી ખુમારી!

  21. Pancham Shukla કહે છે:

    ત્રણે મુક્તકો મઝાના છે.

  22. Jagat કહે છે:

    વાહ ! ખૂબ જ સુંદર અને હ્રદયસ્પર્શી !!

  23. usha કહે છે:

    આપણે ક્યાં આપણા નામનું રજીસ્ટ્રેશન કરાવવું છે? કોઈ કરેના કરે આપણું રજીસ્ટ્રેશન તો લખીએ કે તુરત જ થઈ જાય છે એના ચોપડામાં જ્યાં પુષ્કળ જગ્યાઓ ખાલી છે. બસ આપણે તો આપણું મનગમતું ક્રિએશન કરવું છે. પછી ભલેને એ હોય ભાવ કે પ્રતિભાવ કે પછી મુક્તક કે છંદસ કે અછંદસ.. આપણે તો રહ્યા રાજાઈ ફકીર, આપણે તો નથી નામ કે નોંધના મોહતાજ…ખરું કે નહીં?..

  24. manish કહે છે:

    એને સમજાશે તુજ વ્યથા હેમંત
    જેણે રેડ્યું હો શોણ ગઝલોમાં

    I think it should be “TOJ” instead of “તુજ”.

    Correct me if I am wrong….

  25. વિવેક ટેલર કહે છે:

    સુંદર મુક્તકત્રયી…

    જો કે હેમંત પુણેકરનો બુલંદ અવાજ જરા મોળો સંભળાય છે….

Leave a reply to Jagat જવાબ રદ કરો