Tag Archives: ગઝલ

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી તોય ક્યાં જિંદગીની ગડ બેઠી ભોંય ભેગો ભલે થયો છું હું હજી હિમ્મત નથી પડી હેઠી સૌનાં જીવનનાં પ્રશ્નપત્ર અલગ એમાં ચાલે નહીં નકલ બેઠી મન છલોછલ છે એની યાદોથી એમાં ગમગીની કઈ રીતે પેઠી? … Continue reading

Posted in ગઝલ | Tagged | 1 ટીકા

તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની

તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની વિહગનાં બચ્ચાં શી કુમળી સવાર પડવાની તું શું રડે છે કે સંચારબંધી લાગુ છે તને ક્યાં હોંશ છે આમેય બહાર પડવાની સંબંધ આપણો અકબંધ કહી શકાય ખરો? સતત ફડક રહી જેમાં દરાર પડવાની શિખર ત્યજી … Continue reading

Posted in ગઝલ | Tagged | 13 ટિપ્પણીઓ

एकलो सागरकिनारो एकलो — चित्तरंजन भटनी मराठी गझलनो अनुवाद

मराठीना आद्यगझलकार श्री सुरेश भटना पुत्र चित्तरंजन भट पण सुंदर गझलो लखे छे. एमनी एक गझलनो अनुवाद पोस्ट करुं छुं. मराठी वाचकोनी सुविधा माटे लिपि देवनागरी राखी छे. एकलो सागरकिनारो एकलो जन्म ओसरवानो आखो एकलो केटला अबजो छे तारा आभमां … Continue reading

Posted in અનુવાદ, ગઝલ | Tagged , | 2 ટિપ્પણીઓ

હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે

હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે કંઇક તો બોલો કે શાની રીસ છે? હોય જો બે ચાર તો સંતોષીએ માગણીઓ આપની પચ્ચીસ છે સ્વપ્નના મહેલો છે મારા લાખના ને સમયના હાથમાં માચીસ છે તું ચગાવે છે પતંગ તો ધ્યાન … Continue reading

Posted in ગઝલ | Tagged | 6 ટિપ્પણીઓ

ઊપડતી જીભ અટકે છે…

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે, પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય … Continue reading

Posted in ગઝલ | Tagged | 34 ટિપ્પણીઓ

ગુલામી હોય છે

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે મનના દરિયે … Continue reading

Posted in ગઝલ | Tagged | 30 ટિપ્પણીઓ

તમારે આંગણે આવે

તમે ઝંખો છો એ મૃગજળ તમારે આંગણે આવે નવા રૂપે પુરાણું છળ તમારે આંગણે આવે ગગનનું શ્વેત વાદળ રંગ અને ખુશબૂની ચાહતમાં બનીને પુષ્પ પર ઝાકળ તમારે આંગણે આવે રવિવારે સવારે ચા અને અખબાર સાથે લઈ નિરાંતે બેસવાની પળ તમારે … Continue reading

Posted in ગઝલ | Tagged | 36 ટિપ્પણીઓ