મારા વિશે

hemant

મારુ નામ હેમંત પુણેકર. મારો જન્મ અને ઉછેર વડોદરામાં થયો. શિક્ષણ વડોદરામાં થયું , તે પણ ગુજરાતી માધ્યમની શાળામાં. વ્યવસાયે Mechanical Engineer છું અને હાલ પુણે રહુ છું. (અને મારી અટકને સાર્થક કરી રહ્યો છું) જન્મે મરાઠી હોવા છતાં કાકાસાહેબ કાલેલકરની જેમજ સવાયો ગુજરાતી હોવામાં ગૌરવ અનુભવું છું.

ગુજરાતી કાવ્યો વાંચવાનો શોખ સાતમા-આંઠમા ધોરણથી હતો અને કૉલેજકાળમાં એ વધુ ગાઢ થયો. એજ સમયે કવિતા લખવાનું ચાલુ કર્યુ. આ બ્લોગ પરની મોટાભાગની રચનાઓ ૧૯૯૬ થી ૨૦૦૦ ના મારા એન્જીનીઅરીન્ગ ના વર્ષોમાં લખાયેલી છે.

હવે એટલી સહજતાથી કવિતા લખી શકતો નથી. એ વાત નો રંજ આ શબ્દો થઇ સ્ફુર્યો હતોઃ

બનાવવાથી તો એ કંઇ બનતી હશે?
જરૂરત પણ કદી કવિતાને જણતી હશે?

કવિતા એ અનુભવના આત્માને શબ્દરૂપી દેહ આપવાની કળા છે. હું દ્રઢપણે માનુ છું કે અનુભવ વગર શબ્દો જોડવાથી જોડકણા બને કવિતા નહીં.

મારા અનુભવોને મેં આપેલો શબ્દદેહ તમને કેવો લાગ્યો એ મને જરૂર જણાવશો.

-હેમંત પુણેકર
લ.તા. નવેમ્બર, ૨૦૦૬

********************

ગયા વર્ષે નવેમ્બરમાં મેં સ્વરચિત કાવ્યોનો બ્લૉગ ચાલુ કર્યો ત્યારે ઉપરનું લખાણ લખ્યું હતું. મને એમ હતું કે મારી જૂની અછાંદસ રચનાઓનો બ્લૉગ બનાવીશ. ત્યારબાદ ઘણી વાતો બદલાઈ. આજે બ્લૉગ પરની મોટાભાગની રચનાઓ નવી છે.

ગુજરાતી બ્લૉગ જગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી સાહિત્યના સંપર્કમાં આવ્યો. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરીથી કવિતા લખાવાનું ચાલું થયું. ગઝલના પિંગળશાસ્ત્રની ઓળખાણ પણ મને બ્લૉગ જગતને કારણે જ થઈ. હવે આ બ્લૉગ પર જૂના અછાંદસ કાવ્યો અને નવી છંદબદ્ધ ગઝલો તમે વાંચી શકો છો.

હેમકાવ્યો છેલ્લા ૮-૯ મહિનાથી સક્રિય છે તે માટે તમામ બ્લૉગરો અને વાચકોનો આભારી છું. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા”, ડૉ. વિવેક ટેલર, જુગલકિશોર વ્યાસ, હિમાંશુ ભટ્ટ અને ડૉ. રઈશ મનીઆર મારા માર્ગદર્શક રહ્યાં છે. એમનો ખાસ ઉલ્લેખ કરવાનો મોહ હું ટાળી શકતો નથી.

એક વાત કૉપી-રાઈટ્સ વિશે. આ બ્લૉગ ઉપરની કોઈ પણ કવિતાનું પુનઃમુદ્રણ કરવા માટે કવિ તરીકે મારા નામનો ઉલ્લેખ અનિવાર્ય છે.  પુનઃમુદ્રણ અંગે મને સંપર્ક કરીને જણાવશો તો ખૂબ ગમશે.

હેમંત પુણેકર
hdpunekar@yahoo.co.in
+91 9921283485

લ.તા. ૧૫/૦૭/૦૭

60 Responses to મારા વિશે

  1. Vaibhav Gandhi કહે છે:

    hey nice one keep sending.

  2. Neela Kadakia કહે છે:

    આમચી મરાઠી માનુષ જ્યારે ગુજરાતીમાં આટલું સુંદર લખી શકે એ ગૌરવ લેવા જેવી વાત છે.
    ગુજરાત અને મહારાષ્ટ્રનો સુમેળ છે.
    ખુબ સારી વાત કહેવાય.

    નીલા
    [મુંબઈ]

  3. Amit pisavadiya કહે છે:

    સાચી વાત છે , કવિતા એ અનુભવના આત્માને શબ્દરૂપી દેહ આપવાની કળા છે.

    અમિત.

  4. સુરેશ જાની કહે છે:

    પહેલી જ વખત તમારો બ્લોગ જોયો. બહુ સરસ લખો છો તમે. પણ આમ લખતા અને પીરસતા રહેજો….

  5. UMESH RATHOD કહે છે:

    NICE. CONGRATULATIONS ! I SURPRISED TO SEE YR WEB. I DONT THINK ABOUOT IT. YOU REALY DONE VERY GOOD FOR GUJARATI LITERATURE.

  6. chetu કહે છે:

    very nice…bhasha ne koi …gnati k pradeshik simada nadta nathi…!!e vaat aape purvaar kari batavi…!!…weldone..!

  7. રમેશ શાહ કહે છે:

    હેમંત,
    આપને “સપનાં નાં વાવેતર” ગમ્યું અને પ્રતિભાવ લખવા માટે આભાર. અત્રે ધ્યાન દોરવાનું કે આ મારું એકાંકી નાટક છે, કદાચ આપને નાટક ની વાર્તા ગમી એવું કહેવા માંગો છો.

  8. bansinaad કહે છે:

    हेमंत,

    मुंबई मधे माझे खुप मराठी मित्र होते.आम्ही कधी कधी गुजराती किंवा मराठी मधे बोलायचो.
    काल च मी लायब्ररी मधुन ‘साने गुरुजी’ वर एक पुस्तक घेउन आलो. ‘हेमकाव्यो’ वाचुन खुप
    आनंद झाला. मी खुप वर्षा नंतर मराठी मधे लिहायचा प्रयत्न केला आहे. नव्या वर्षाची खुप शुभेच्छा.
    ज़य.

  9. Sangita કહે છે:

    Mr. Hemant,

    I came across reading your “Ae Shun” poem on sarjansahiyaaru and just loved it. From there, I found your website and I can not tell you how much I enjoy reading your poems. Keep up the good work!

  10. રાજીવ કહે છે:

    હેમંત,

    ખુબ સરસ…!

    આપ મારા બ્લોગ પર આવ્યા અને આપના અભિપ્રાય આપ્યો… ઘણોજ આનંદ થયો…!

    તમારો બ્લોગ ખુબ જ સરસ છે…!

    મે પણ એમ એસ યુની માથી જ કોમ્યુટર એન્જીનીયરીંગ કર્યુ છે ૨૦૦૦ ની સાલમાં, ત્યાર બાદ લગભગ ૫ વરસ એન્જીનીયરીંગ કોલેજ માં લેકચરર તરીકે ફરજ બજાવી, માસ્ટર ઓફ ઇન્ફો ટેક ના અભ્યાસ માટે મેલબોર્ન આવ્યો છુ…!

    ખુબ આગળ વધો તેવી આશા સાથે…

    રાજીવ

  11. Himanshu કહે છે:

    send me an email sometime. Let’s connect on ghazals.

  12. Kunal કહે છે:

    સરસ વિચાર અને સરસ બ્લોગ…

    ભલે લાગે કે લખાતું નથી પહેલાં જેવુ..પણ લખતાં રહેશો…

    take care.

    કુણાલ

  13. good blog…………..i read ur lots poem today and past good keep it up bandhu

  14. Dipika Mehta કહે છે:

    Nice job. Write when ever you get a chance.

  15. subhash કહે છે:

    writing pome is one of many way to know / pray allmight “THE SUPREM PERSONALITY” because pome is wordy form of our
    most iner joyfull feeling of our own experience of nature”PRAKRITI” by our outer sences and iner as well, which is travel through heart and brain, that mean emmotion and inteligence
    roosana ni had thee kaik aagad vadhi gayu chhe
    maru ‘j’ haiyu mane aajanyu lage chhe
    i like to know how to write in gujarati and creat a blogg
    Subhash Patel Baroda,,,,,,,1st may o7

  16. deepak parmar કહે છે:

    કોઈએ સાચુજ કહ્યુ છે.. “અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે” અને તમારા કહેવા પ્રમાણે “અનુભવ શ્રેષ્ઠ કવી છે”…..

    પણ સાચેજ… તમે સરસ લખો છો…

  17. પંચમ શુક્લ કહે છે:

    આજે જ્યારે નેટ પર ઉંઝા-જોડણીનો પવન ફુંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે

  18. સુનીલ શાહ કહે છે:

    જોડણીદોશમાંથી મુક્ત થવા માટે આ લીન્ક જોવા વિનંતી. ઉંઝાજોડણીથી ગુજરાતીની મોટી સેવા થશે.

    ઉંઝા જોડણીની પાયાની વાત.

  19. Lata Hirani કહે છે:

    how nice…engineers, doctors.. writing very good poems… congrets…keep it up…

  20. Rachit કહે છે:

    Somehow I never clicked on the link attached with your name on the comments on other Gujarati blogs but today I did. I’m glad that I did that. Good good very good “લખાણ”. Keep them coming!

  21. KAVI કહે છે:

    felt nice to go through yr blog.
    infect i visited pune recently.
    keep it up.

  22. CHANDRAVADAN MISTRY કહે છે:

    Hemant…..Congrats for your blog & wish you ALL THE BEST !
    Please do visit my blog at>>>>
    http://www.chandrapukar.wordpress.com .>>Chandravadan

  23. Tarun Patel કહે છે:

    I hope this email finds you well!

    I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat .

    I have started GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) – a community for the Bloggers from Gujarat .

    I have started this community to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati.

    I would like to post your profile on GujaratiBloggers, so that the community members can know what you have been blogging about and network with you.

    I am sure you would like to be featured on GujaratiBloggers. So far more than 15 bloggers from Gujarat have featured on the community. Some of them are Jayantibhai Patel, Devanshi Joshi , Ashok Karania , Pancham Shukla , Ilaxi Patel and Avani Mehta .

    Please send me the answers to the following questions along with a your photograph so that I can prepare a good write up about you.

    The questions are:

    1. Please write 5-8 lines about you, your education and your hobbies.

    2. When did you start your first blog?

    3. Why do you write blogs?

    4. How blogs benefit you?

    5. Which is your most successful blog?

    6. Which is your most favorite blog?

    7. Can I share your email id so that people can write to you? Y / N

    Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

    It would be great if you could offer your suggestions for the improvement of this project.

    Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

    Have a great day!

    Tarun Patel

  24. KANTILAL KARSHALA કહે છે:

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  25. Dilip Gajjar કહે છે:

    Very nice bold and poem hem..I am also new to start bog and still learning to operate blog..need guidence..Keep it up..

  26. Deepak Joshi કહે છે:

    Nice.. I am from MAHUVA (Dist.Bhavnagar)-Gujarat.
    You most welcome to our city and join in Pujya Moraribaapu’s “Sahitya Sangoshthi”..
    -Deepak Joshi

  27. યશવંત ઠક્કર કહે છે:

    હેમંતભાઈ,
    શું કહું? અતિ સુંદર બ્લોગ છે. ઠેર ઠેર મૌલિકતા છલકે છે. ઘણીખરી રચનાઓ તો આજે જ માણી લીધી છે. બાકીની કાલ સુધીમાં પૂરી થઈ જશે. ખૂબ ખૂબ અભિનંદન.

  28. યશવંત ઠક્કર કહે છે:

    એક સપનું હતું કે વડોદરામાં રહેવું. 1980 થી રહું છું ને હવે અહીં જ વાર્તા પૂરી કરવાની છે. મળતા રહીશું.

  29. arvindadalja કહે છે:

    હેમત ભાઈ

    સૌ પ્રથમ તો આપનું ગુજરાતી બ્લોગ જગતમાં ઉષ્મા ભર્યું સ્વાગત ! આપ મરાઠી હોવા છતાં ગુજરાતી સરસ લખો છો તે જાણી વિશેષ આનંદ. કાશ આવી જ સમજ રાજ ઠાકરેમાં આવે અને દેશના તમામ લોકોને એક જ નજર વડે જોઈ શકે !
    આપની અનૂકુળતાએ મારા બ્લોગની પણ મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું તો જરૂર મુલાકાત લેવાનું રાખશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો. આભાર્
    મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com

    સ-સ્નેહ

    અરવિંદ

  30. urvashi parekh કહે છે:

    abhinandan..
    tamara blog ni mulakat thai,saru lagyu.
    hun pan poona ma j rahu chhu.
    kadach koikvar malvanu thashe.
    thanks..

  31. Tejas Shah કહે છે:

    Very good creations. Keep it up. Nice to come accross through your blog

  32. neetakotecha કહે છે:

    are mane nahoti khabar ke tame gujrati ma aatlu sundar lakhi shako cho..mane chand sikhdavsho..??
    neetakotecha.1968@gmail.com

  33. હિતેશભાઇ જોશી કહે છે:

    excellent creation nice blog i have gone through each and every article ,really heart touching please keep it up .You are really doing very good work for Gujarati Literature
    congratulations to you

  34. Very Good…
    આજે જ તમારો બ્લોગ દયાનમાં આવ્યો,ખરેખર તમે સવાયા ગુજરાતી છો!…
    તમારી આ કલમ ની સર્જનયાત્રા અવિરત ચાલતિ રહે અને અમને સરસ અને સુંદર રચનાઓ આપ સદા આપતા રહો, તેવી અંતરની શુભેચ્છા!!

    http://pravinshrimali.wordpress.com
    http://kalamprasadi.wordpress.com

  35. nirav sheth કહે છે:

    Dear Hemant,
    Keep blogging. This is blog is like a tonic for me. I really admire your creativity. keep in touch.

    Nirav.

  36. haresh kanani કહે છે:

    આપનો બ્લોગ ગમે છે . મારા બ્લોગની મુલાકાત લેવા વિંનતી. .
    http://palji.wordpress.com

  37. Lata Hirani કહે છે:

    I like your poetry… very nice..
    whenever you publish new poem, will you pl. mail me ? love to read your poems..

    Lata Hirani

  38. Naman-www.booksonclick.com કહે છે:

    Your Blog is Excellent. We are also Doing avtvity to Promote Gujarati Language and Gujarati. We are availabel on Facebook, orkut, Twitter, likndin….here some text..
    કેમ છો, અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા http://www.booksonclick.com/ નામ ની વેબ સાઈટ લોન્ચ કરી છે. તેમા શક્ય ઍટલા તમામ લેખક ,કવિ લગભગ બધી રચનાઓ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. દરેક પુસ્તક મૂળ કિંમતે જ છે.
    Please Visit It Ones And If You like tell Others else Tell Us

    Thanking You
    For Booksonlcick.com

  39. Naman-www.booksonclick.com કહે છે:

    Your Blog is Excellent.
    We are also Doing avtvity to Promote Gujarati Language and Gujarati.
    We are availabel on Facebook, orkut, Twitter, likndin….here some text..

    કેમ છો, અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા http://www.booksonclick.com/ નામ ની વેબ સાઈટ લોન્ચ કરી છે. તેમા શક્ય ઍટલા તમામ લેખક ,કવિ લગભગ બધી રચનાઓ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. દરેક પુસ્તક મૂળ કિંમતે જ છે.
    Please Visit It Ones And If You like tell Others else Tell Us

    Thanking You
    For Booksonlcick.com

  40. surya કહે છે:

    હેમંત ભાઈ, હાલ માંજ આપના બ્લોગ વિષે જાણ્યું , વિશેષ તો એ જાણી નવાઈ લાગી કે આપ મરાઠી ભાષી હોવા છતા પણ આટલું સરસ ગુજરાતી ( મારા જેવા ઘણા ગુજરાતી કરતા પણ વધારે સરસ ) લખી શખો છો ને તેમાં પણ કવિતા રચો છે તે જાણી ખુબ આનંદ થયો, બીજું સારા લેખક સાથે એટલાજ સજ્જ વાચક છો, હવે અવાર નવાર તમારા બ્લોગ ની મુલકાત લેતો રહીશ, આપ આમજ નવી નવી રચના આપતા રહો તેવી શુભકામનાઓ !

  41. Bhavesh Pathak કહે છે:

    Ya nice to see your Blog, hoping and wishing success always stay with you.
    Regards,
    BHavesh-sometimes send sms,mail or ring

  42. Hi ! Hemant…. Even I am from Baroda… I have done MSc. C.D. from MSU but have very close ties with kalabhavwan as well…. because of my sister.
    Gujarati is my mother tongue and I am proud of it.. and just love it… yet never got a chance to learn and master it as always studied in medium English and nor did my profession as a coordinator and a Teacher’s trainer in ICSC board school for 18 years allowed it.

    Lately I have stared venturing in to it …I write poems… actually they are all expressions of my innermost feelings….
    That’s the way I try to contribute to my mother tongue .
    Your Visit to my site would be valuable.
    I am open to learning thus your comments and suggestions are eagerly awaited.
    I am sorry to take the liberty of calling you by name… but looking to you I feel I can do that….. and would be more comfortable that way.
    Regards ,
    Paru.

  43. જગત કહે છે:

    હેમંતભાઈ,

    આજે પ્રથમ વખત આપનાં આંગણે (બ્લોગ પર) આવી ચઢ્યો.આપનાં વિષે જાણી આનંદ થયો.એથી પણ વિશેષ આનંદ આપની રચનાઓ માંણી થયો.એક જ બેઠકમાં ઘણીખરી વાંચી-માંણી ગયો છું.
    ખૂબ જ અદભૂત છે !

    વંદન અને અભિનંદન સહ,
    જગત

  44. kshitij કહે છે:

    I read your gazal ‘Mitro’.I am gujarati but I don’t know meaning of Garal,you have good command on gujarati.

  45. Ankita Solanki કહે છે:

    બનાવવાથી તો એ કંઇ બનતી હશે?
    જરૂરત પણ કદી કવિતાને જણતી હશે?………………

    Sache , Kavyo, gazalo, e to lagani ni bhasha che, baas, tame avi sari saruaat kari , ne avi sari rachnao aapi e badal aap no aabhar, bas aagad pan aamj lakata rehso….
    kem k lagni to bas vehti j rahe che …

  46. આદરણીયશ્રી. હેમંતભાઈ સાહેબ

    આપનો સુંદર બ્લોગ જોઈ મજા આવી ગઈ સાહેબ

    વળી આપના નિખાલસ વિચારોએ મને આપની સાથે

    શબ્દરૂપી મિલન બનાવ્યુ

    બસ આમ જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો ભાઈ

  47. preeti tailor કહે છે:

    hem kavyo ..pratham vaar aavi ..pan ek shitalata mali …ane ek vadodara vasi hovano garv pan ..hun pan balpan thi vadodara j rahu chhu …ahini aabohava ma je kalapreeti chhe e avarniy chhe ane sakshar jagat ma pradan pan …khub khub abhinandan ..aapne … 😀

  48. Sharad Shah કહે છે:

    પ્રિય હેમંતભાઈ;
    પ્રેમ.
    બધી રચનાઓ વાંચી નથી શક્યો પણ જે બે-ચાર વાંચી તે હૃદયને સ્પર્શી ગઈ. અંતરયાત્રાના ખોજી છો અને જુદું જ ભાથું લઈને આવ્યા છો એ વગર આવી રચનાઓ ન જન્મે. સમય અને સંજોગોને આધિન જીવનયાત્રા કદાચ બીજે ફંટાતી જણાય અને ક્યારેક એ ભાવદશા ન બને કે તેમાં પહેલા જેવી કવિતા કે ગઝલ જન્મે. પણ જ્યારે બીજમાં જ છે, તો વળી ફુલ ખીલશે. તમારી અંતરયાત્રા અને હૃદયમંથનને વેગ મળે તેવી પ્રાર્થના. ફુલો તો એની મેળે ખીલશે.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ

  49. ketan motla " raghuvanshi" કહે છે:

    છોરીએ છેતર્યો મને

    છોરીએ છેતર્યો મને ….
    બોલાવું તો ના બોલે , નજરો રાખે નીચે .
    પ્રેમનાં ઝરણાં ભરી મનોમન, એકલી એકલી સીચે.
    છોરીએ ભર્યો મને …..૦ છોરીએ છેતર્યો મને ….

    અંતરથી ચાહે છે અમને પણ હોઠો પર ના કબુલે ,
    બહારથી કાંટા કરડાવે પણ માંહેથી મધમધ ખુલે ,
    છોરીએ સંઘર્યો મને ….૦ છોરીએ છેતર્યો મને ….

    મરાય નહિ જીવાય નહિ ઘાવ એવા આપે ,
    ભવેભવ ભૂલાય નહિ લગાવ એવા આપે ,
    છોરીએ વેતર્યો મને ….૦ છોરીએ છેતર્યો મને ….

    ૦ કેતન મોટલા ” રઘુવંશી “…

  50. પિંગબેક: પુણેકરની હેમંતી રચનાઓ …(૧) : ગઝલમાંની ચિત્રાત્મકતા - વેબગુર્જરી

  51. dhufari કહે છે:

    ભાઇશ્રી હેમંત
    મને તારી મરાઠી કાવ્યોના જયારે પણ ભાવાનુવાદ કરે અચુક મોકલજે હું એનો કચ્છીમાં ભાવાનુવાદ કરવા પ્રયત્ન કરીશ કારણ કે,મારી માતૃભાષા કચ્છી છે.હું જ્યારે પણ વાર્તાઓ લખું છું ત્યારે પહેલા કચ્છીમાં લખું છું પછી ગુજરતીમાં ભાષાંતર કરું છું
    હું એક વરસ કાટોલમાં અને પાંચ વરસ અમરાવતીમાં રહ્યો છું અને ત્યાર બાદ છ વરસ પુણેમાં રહ્યો છું અને ત્યાર બાદ ચાર વરસ દિલ્હી (ગાઝિયાબાદ)માં રહી ફરી પુણે આવ્યો છું.પુણે મને ગમે છે શાંત,સ્વચ્છ અને મિલનસાર લોકો વચ્ચે રહેવાનો કોને ન ગમે?
    આજે તારા બ્લોગ પરથી તારો સંપર્ક કર્યો સારું લાગ્યું મળીશું ત્યારે ખુબ વાતો કરવી છે હું રાહ જોઇશ,
    આભાર

Leave a reply to Dilip Gajjar જવાબ રદ કરો