આંસુ બની જો આંખથી …

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે*
જગથી છુપાવ્યો હાલ જે ખુલ્લો પડી જશે

એ બીકે અટકી જાય છે એક વાત હોઠ પર
કે ફૂલ શો ખીલેલો એ ચહેરો પડી જશે

ચકચાર થાય એટલું અફવાનું જોર બસ!
સચ્ચાઈ સામે આવશે સોપો પડી જશે

મારી જુઓ ટકોરા કોઈનાય ઈમાન પર
બોદો નીકળશે ક્યાંક તો ગોબો પડી જશે

એકદમ ન હાથ નાખ સળગતા સવાલમાં
થોડો સમય જવા દે એ ઠંડો પડી જશે

આખા જીવનને માપતાં આ શ્વાસનો પનો
એક પળનું મોત માપવા ટૂંકો પડી જશે

હેમંત નટ કે પાત્ર તું જલદીથી નક્કી કર
કે કોઈપણ પળે અહીં પડદો પડી જશે

– હેમંત પુણેકર

* ગઝલની પહેલી પંક્તિ સુરતના કવિ મિત્ર પ્રમોદ આહિરેની છે.

છંદોવિધાનઃ- ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

9 Responses to આંસુ બની જો આંખથી …

 1. Bhavesh કહે છે:

  Last line is awesome and all and all great creation

 2. સુનીલ શાહ કહે છે:

  વાહ…
  લાં…બા સમય બાદ સુદર ગઝલ, મઝાની અભિવ્યક્તિ.

 3. bakulesh lalpura કહે છે:

  ખૂબ લાંબા અંતરાલ પછી તમારી ગઝલ વાંચવા મળી, સુંદર અભિવ્યક્તિ.હેમંતભાઈ.

 4. Prajakta Shastri કહે છે:

  खूब सरस….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s