તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની

તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની
વિહગનાં બચ્ચાં શી કુમળી સવાર પડવાની

તું શું રડે છે કે સંચારબંધી લાગુ છે
તને ક્યાં હોંશ છે આમેય બહાર પડવાની

સંબંધ આપણો અકબંધ કહી શકાય ખરો?
સતત ફડક રહી જેમાં દરાર પડવાની

શિખર ત્યજી કદી આવી જુઓ તળેટીમાં
ફિકર નહી રહે તમને લગાર પડવાની!

છે આજકાલ આ ચર્ચા સીમાની પેલેપાર
જો એક મારશો સામેથી ચાર પડવાની!

– હેમંત પુણેકર

છંદઃ- લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

Advertisements
This entry was posted in ગઝલ and tagged . Bookmark the permalink.

13 Responses to તમસનાં કોચલે પૂર્વે દરાર પડવાની

 1. સુનીલ શાહ કહે છે:

  આખી ગઝલ સરસ થઈ છે.
  મત્લાના શેર પર વાહ…!

 2. Daxesh Contractor કહે છે:

  સરસ ગઝલ .. બધાય શેર મજાનાં

 3. jugalkishor કહે છે:

  ખૂબ સરસ એવી આ ગઝલ વીશે કોઈ વધુ વીસ્તારથી સમજાવીને મોકલશે તો ગઝલની “ઑર મજા”નો લાભ અમે અમારા વેબગુર્જરીના હજારો વાચકોમાં વહેંચશું ! જાહેર આમંત્રણ સાથે – જુ.

 4. અશોક જાની 'આનંદ' કહે છે:

  સંબંધ આપણો અકબંધ કહી શકાય ખરો?
  સતત ફડક રહી જેમાં દરાર પડવાની…વાહ, ખુબ સરસ…

  મજાની ગઝલ…!!

 5. વિવેક ટેલર કહે છે:

  સુંદર ગઝલ… ટળેટી સ-વિશેષ ગમી…
  સીમાવાળૉ શેર સમસાંપ્રયિક ખરો પણ એમાં ગઝલના મિજાજનો અભાવ જણાયો…

 6. Shah Pravinchandra Kasturchand કહે છે:

  હૃદય હો મજબૂત, લોખંડી વજ્ર સમાન તો વાંચજો આ;
  નહિતર ભય છે એ ભીતરથી ભાંગીને ભૂક્કો થઈ જવાનું.

 7. sahradayi કહે છે:

  ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

  આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com

 8. pareejat કહે છે:

  તમસનાં કોચલે…? etle shu. pratham be line samjaay to gajhal ne manya no lhavo anero thai jaay.

  • પૂર્વીબેન, તમસનાં કોચલે –> તમસનાં કોચલાંમાં …..કોચલું એટલે ઈંડાનું ઉપરનું કડક-બટકણું પડ. રાતના આકાશને તમસનું કોચલું કહેવામાં આવ્યું છે. એમાં પૂર્વ દિશામાં દરાર પડવાની છે. ઈંડામાંથી બચ્ચુ નીકળે અને સવાર પડે એ વાતોને સમાંતર મૂકીને કાવ્ય નીપજાવવાનો પ્રયાસ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s