ક્યારેક

ક્યારેક
વૉટ્સઍપ પર
સર્ચ કરું છું તો
તારી પ્રોફાઇલ મળી જાય છે

તને મોકલવા
કંઈક મેસેજ ટાઈપ પણ કરું છું
પણ
ડિલિટ કરી નાખું છું તરત

ક્યાંક એ મેસેજ જોઈને
તું મને અહિંયાય બ્લૉક ન કરી નાંખે
એફબીમાં મને અન-ફ્રેન્ડ કર્યો’તો ને, એમ જ

તારા નાના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી
એને મોટો કરીને
નીરખી રહું છું થોડી વાર

ને પછી ફટાફટ
બૅક બટન બે ત્રણ વાર દબાવીને
નીકળી જઉં છું
વૉટ્સઍપની બહાર

બસ એ જ દિલાસાને જીવતો રાખવા
કે ભલે આપણે અહીં કનેક્ટેડ ન હોઈએ
ઍટલીસ્ટ,
ડિસ-કનેક્ટેડ નથી!

અને
એવુંય શક્ય છે ને
તું ખોલીને જોઈ લેતી હોય
મારી પ્રોફાઇલ
ક્યારેક!

-હેમંત પુણેકર

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

6 Responses to ક્યારેક

 1. saksharthakkar કહે છે:

  વો ભૂલી દાસ્તાન… જો ફિર યાદ આ ગઈ… સરસ કવિતા.

 2. સુનીલ શાહ કહે છે:

  બહુ જ સુંદર, હૃદયસ્પર્શી રચના

 3. pareejat કહે છે:

  bahu j sundar hemantji. ketliye yado ne ek klike joi lidhi.

 4. yogesh shukla કહે છે:

  યુવાનો કઈ આવુજ કરતા હોય છે , કવિ શ્રી એ બરોબર યુવાનોની નસ પકડી લીધી છે ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s