घर, गाम स्मरतो, आंख नितारीने सुई गयो – शुभानन चिंचकरनी मराठी गझलनो अनुवाद

घर, गाव आठवून उसासून झोपलो             घर, गाम स्मरतो, आंख नितारीने सुई गयो
अंधार काळजास लपेटून झोपलो               अंधारुं काळजाने लपेटीने सुई गयो

स्वप्ने पुन्हा नवीन उशाजवळ घेतली          स्वप्नो फरी नवीन लीधा ओशिकां नजीक
इच्छा जुन्या मनात उगाळून झोपलो          ईच्छाओ जूनी मनमां लसोटीने सुई गयो

गप्पा करीत भूक कितीवेळ जागली           वातोना बहाने भूख क्यां लग जागती रही
मग मी खिसे उगाच तपासून झोपलो          आम ज पछी हुं खिस्सा तपासीने सुई गयो

एकांत पांघरून कुठे नीज लागते               एकांत ओढवाथी कदी ऊंघ लागे कंई?
मी दुष्ट आठवांस दटावून झोपलो              हुं सघळी दुष्ट यादोने दाटीने सुई गयो

जे थापटायचे, न अता हात राहिले             थाबडता’ता जे हाथ हवे ए नथी रह्या
शहाण्या मुलासमान स्वत:हून झोपलो        हुं डाह्यो डमरो खुदने मनावीने सुई गयो

पोलीस मार देत विचारीत राहिला            पोलीस मार मारतो पूछतो रह्यो बस ए ज
फुटपाथवर कुणास विचारून झोपलो          फुटपाथ पर हुं कोने पूछीने सुई गयो?

जेथून उठवणार कधी ना कुणी मला          ज्यांथी नही उठाडे कदी कोई पण मने
थडग्यात मी अखेर सुखावून झोपलो         अंते कबरनुं सुख ए स्वीकारीने सुई गयो

– शुभानन चिंचकर                                     – अनुवाद. हेमंत पुणेकर

Advertisements
This entry was posted in અનુવાદ, ગઝલ. Bookmark the permalink.

7 Responses to घर, गाम स्मरतो, आंख नितारीने सुई गयो – शुभानन चिंचकरनी मराठी गझलनो अनुवाद

 1. Purvi Malkan કહે છે:

  બહુ જ સુંદર હેમંતભાઈ મજા આવી ગઈ. 

 2. Saralhindi કહે છે:

  Very Good !

  આઓ મિલકર સંકલ્પ કરે,
  જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
  સીખ, બોલ, લિખ કર કે,
  ગુજરાતી કા માન બઢાએંગે.
  ઔર ભાષા કી સરલતા દિખાયેંગે .
  બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !

 3. વિવેક ટેલર કહે છે:

  સુંદર રચના… સરસ અનુવાદ …

 4. Daxesh Contractor કહે છે:

  સરસ ..
  જ્યાંથી નહીં ઉઠાડે કદી કોઈપણ મને,
  અંતે કબરનું સુખ સ્વીકારીને સુઈ ગયો.
  ચોથા શેરમાં મને લાગે છે કે -કધી ઉંઘ લાગે કંઈ- ને બદલે કદી ઉંઘ આવે કંઈ/ખરી?- થાય તો વધુ ઉચિત લાગે… ગુજરાતીમાં ઉંઘ લાગે કરતાં ઉંઘ આવે વધુ વપરાય છે. અને કદી ને બદલે -કધી- ટાઈપો હશે એમ માનું છું.
  *
  એકાંત ઓઢવાથી કદી ઊંઘ આવે ખરી ?
  હું યાદોની ભૂતાવળને દાટીને સૂઈ ગયો.
  કરો તો ગુજરાતી ભાષાનું સૌંદર્ય પણ નીખરે … 🙂

  • અનુવાદને ધ્યાનપૂર્વક વાંચીને મને વિચાર કરવા પ્રેરે એવી સુંદર ટીપ્પણીઓ કરવા બદલ ધન્યવાદ દક્ષેશભાઈ!

   કધી એ ટાઇપો છે. મરાઠીમાં કદીની જગાએ કધી વપરાય છે એટલે ભૂલથી ગુજરાતીમાં વપરાઈ ગયું. ભૂલ સુધારી લીધી છે. ધન્યવાદ!

   બાકી ઊંઘ લાગવી શબ્દપ્રયોગ ગુજરાતીમાં નથી એ વાત સાચી. પણ આંખ લાગવી કે આંખ લાગી જવી જેવા શબ્દ પ્રયોગ છે એટલે આ “ઊંઘ લાગે કંઈ” ચાલી જાય એવું મને લાગે છે. ઊંઘ આવવીમાં જેને ઊંઘ આવતી હોય છે એ એ વાત પ્રત્યે સભાન હોય છે કે એને ઊંઘ આવે છે. આંખ લાગવીમાં એક પ્રકારની અભાનતા છે કે અજાણતા જ ઊંઘ આવી ગઈ. આપણો કાવ્યનાયક એકાંતને ઓઢીને એવી સહજતાથી આવતી ઊંઘનો ઈંતજાર કરે છે પણ એની “આંખ લાગી જતી” નથી. એટલે મને એમ લાગે છે કે કવિને હોય છે એ સ્વતંત્રતાનો/પોએટિક ફ્રિડમનો ઉપયોગ કરીને ઊંઘ લાગે કંઈ એમ રહેવા દઈએ.

   દુષ્ટ યાદો કરતા ભૂતાવળ વધુ પ્રગાઢ થઈ જાય છે એવું મારું માનવું છે. શક્ય હોય ત્યાં સુધી મૂળ રચનાના શબ્દને અને શબ્દથીય વધુ ભાવ અને એની તીવ્રતાને વફાદાર રહેવાનો પ્રયાસ કરવો એવું મને લાગે છે.

   આ બન્ને બાબતોમાં આ જ સાચું છે એવો મારો દાવો નથી. પણ હા, મારી આજ સુધીની સમજણ પ્રમાણે મને આ યોગ્ય લાગે છે.

   રઈશભાઈ કહે છે એમ અનુવાદ માટેનું સોનેરી સૂત્ર છે “એમનું કંઈ ચૂકવું નહિ પોતાનું કંઈ મૂકવું નહિ”

   આપ આમ જ ચર્ચવા જેવા મુદ્દા સામે મૂકતા રહેશો એ ગમશે.

 5. Prajakta Shastri કહે છે:

  “गप्पा करीत भूक कितीवेळ जागली
  मग मी खिसे उगाच तपासून झोपलो ”
  “जेथून उठवणार कधी ना कुणी मला
  थडग्यात मी अखेर सुखावून झोपलो ”
  Best….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s