હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે

હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે
કંઇક તો બોલો કે શાની રીસ છે?

હોય જો બે ચાર તો સંતોષીએ
માગણીઓ આપની પચ્ચીસ છે

સ્વપ્નના મહેલો છે મારા લાખના
ને સમયના હાથમાં માચીસ છે

તું ચગાવે છે પતંગ તો ધ્યાન રાખ
કોનાકોના હાથમાં લંગીસ છે

બહાર છે માણસ અને મનમાં વિચાર
બેય બાજુથી ચગદતી ભીસ છે

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ ગાલગા ગાગાલગા ગાગાલગા

Advertisements
This entry was posted in ગઝલ and tagged . Bookmark the permalink.

7 Responses to હોઠ ચુપ ને આંખમાં એક ચીસ છે

 1. devendra soni કહે છે:

  બહાર છે માણસ અને મનમાં વિચાર
  બેય બાજુથી ચગદતી ભીસ છે !!!
  adbhoot rachana!!!

 2. Daxesh Contractor કહે છે:

  સમયના હાથમાં માચીસ છે .. વાહ … હંમેશની જેમ સરસ ગઝલ … ત્રીજો અને પાંચમો શેર વિશેષ ગમ્યા ..
  બીજો શેર માત્ર કાફિયા નભાવવા લખાયો હોય એમ લાગ્યું ..જો કે આપણે બધા જ આવું કરતા હોઈએ છીએ.. ખરુંને ?
  🙂

  • પ્રિય દક્ષેશભાઈ,

   પ્રતિભાવ બદલ ધન્યવાદ! સાચુ કહું તો સૌથી છેલ્લો શેર સૌથી પહેલા લખાયો. રદીફ-કાફિયા નક્કી થયા અને પછી બીજા બધા જ શેર કાફિયા પરથી જ લખાયા. મત્લા તો કેટલી વાર બદલ્યો, એ પણ કાફિયાના જ ટેકે. એટલે આમ જોવા જાવ તો બીજો નહીં પણ એકથી ચાર શેર કાફિયા નભાવવા માટે જ લખાયેલા છે. ગઝલનું સ્વરૂપ જ એવું છે કે બધા ગઝલકારો આમ કરતા જ હોય એટલે એમાં કશું ખોટું નથી. હા, એમ કરવામાં કાવ્યતત્વ વગરની પંક્તિઓ ફક્ત શેરની સંખ્યા વધારવા માટે લખાય તો ગઝલની ગુણવત્તાને નુક્સાન થાય. એ આ સ્વરૂપમાં રહેલું ભયસ્થાન છે.

   બીજો શેર માત્ર બોલચાલની ભાષાનો, કાકુનો પ્રયોગ કરે છે. જેમ કે “એને સાથે આવવા કહીશુંને તો એ પચ્ચીસ જાતના બહાના કાઢશે યાર, જવા દે ને!” એ શેરનો વિચાર તો જાણીતો જ છે પણ કહેવાની શૈલીમાંથી કાવ્યતત્વ ઉપસાવવાનો પ્રયાસ છે. કદાચ કાચો પડ્યો હોય એવું બને. જોઈએ, બીજા જાણકારો શું કહે છે.

 3. અનામિક કહે છે:

  I liked fourth one, a corporate special!

 4. rekha patel (Vinodini) કહે છે:

  સ્વપ્નના મહેલો છે મારા લાખના
  ને સમયના હાથમાં માચીસ છે….waah

 5. Prajakta Shastri કહે છે:

  સ્વપ્નના મહેલો છે મારા લાખના
  ને સમયના હાથમાં માચીસ છે
  – बहौत ख़ूब।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s