એવી ચઢી છે ચાનક

એવી ચઢી છે ચાનક
આપદમાં જોઉં છું તક

નાહક હણે જે માનવ
એના શું માનવી હક?

ખાલીપો ઓર વકર્યો
જીવવા ગયો જો ભરચક

તરવાનું શીખવા દો
ખમ્મા કરો હે તારક!

દિલ દેતી હોય દઈ દે
એમાં તે હોય રકઝક?

હું ખુશ છું જે છે એમાં
તારું તને મુબારક!

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ- ગાગા લગાલ ગાગા

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

4 Responses to એવી ચઢી છે ચાનક

 1. Sharad Shah કહે છે:

  પ્રિય હેમંતભાઈ;
  પ્રેમ.
  આ ગઝલ વાંચી એક પ્રતિ ગઝલ તમને ભેટ કરું છું આશા છે તમને ગમશે.

  ચઢે એવી તો ચાનક
  જેવી ચઢી તી નાનક,
  નાહક હણાયો મંસૂર
  કહેતાં અનલ હક,
  ખાલી ખૂબ ખખડ્યો
  શાસ્ત્રો ભર્યા ભરચક,
  મરવાનુ શીખવા દો
  શોધું અહમ મારક,
  પ્રેમ દે તો હો, દઈ દે
  ઝાઝી હવે ન રકઝક,
  હું ખુશ છું બસ એમાં
  મરજી તારી મુબારક.

  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

 2. વિવેક ટેલર કહે છે:

  સાંકડી ગલીમાં મજાની સફર…
  મજા આવી, દોસ્ત…
  પણ તમારી અન્ય રચનાઓના બરની તો નથી જ…

 3. પંચમ શુક્લ કહે છે:

  સરસ ગઝલ. ટૂંકી બહરમાં સરળ અને વેધક નકશીકામ ગમી જાય એવું છે.

  આ ગઝલ GLAUK ફેસબુક ફોરમમાં ‘હેમકાવ્યો’ના સૌજન્યે પોસ્ટ કરી છે.
  https://www.facebook.com/groups/glauk/permalink/452255984872960/

પંચમ શુક્લ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s