વધારે નહીં બસ જરી તો જરી

વધારે નહીં બસ જરી તો જરી

તમે મારી ઊપર નજર તો કરી!

please do not copy paste

તને જોઈને થાય છે ખાતરી

ખુદાનેય ફુરસત મળે છે ખરી!

 instead give link of this page

અમસ્તો જતો’તો, તું સામી મળી

ખરીદ્યા વગર લાગી ગઈ લૉટરી

 please do not copy paste

છે શૃંગાર તારો અજબ કૉકટેલ

કે ઠસ્સો લઈ સાદગી અવતરી!

 instead give link of this page

ફગાવીને જોઈ લીધી તારી યાદ

જરી દૂર ગઈ ત્યાં તો પાછી ફરી

 please do not copy paste

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

17 Responses to વધારે નહીં બસ જરી તો જરી

 1. વિનય ખત્રી કહે છે:

  અમસ્તો જતો’તો, તું સામી મળી
  ખરીદ્યા વગર લાગી ગઈ લૉટરી

  વાહ!

 2. પંચમ શુક્લ કહે છે:

  સરસ.
  પહેલા શેરનાં ‘તમે’ સંબોધનનું બાકીના શેરમાં ‘તું’માં પરિવર્તન થાય છે. સંબોધનનું સાતત્ય જળવાય તો વધુ ગમે. ‘તેં મારી ઉપર એક નજર તો કરી’ જેવું કશું થાય તો કેવું?

 3. વિવેક ટેલર કહે છે:

  પંચમભાઈ જેવી જ કોમેન્ટ કરવા જતો હતો ત્યાં જ એમની કોમેન્ટ પર નજર પડી…
  ગઝલ મજાની… લગભગ બધા જ શેર સરળ, સહજ અને આસ્વાદ્ય… મજા આવી…

 4. Dilip Gajjar કહે છે:

  અમસ્તો જતો’તો, તું સામી મળી
  ખરીદ્યા વગર લાગી ગઈ લૉટરી
  Khub j saras..Ghazal..Enjoyed.

 5. Daxesh Contractor કહે છે:

  છે શૃંગાર તારો અજબ કૉકટેલ
  કે ઠસ્સો લઈ સાદગી અવતરી!
  સરસ ગઝલ ..

 6. dhufari કહે છે:

  ભાઇશ્રી હેમત
  તને જોઈને થાય છે ખાતરી
  ખુદાનેય ફુરસત મળે છે ખરી!
  વાહ! ક્યા ખૂબ કહી સરસ રચના છે અભિનંદન

 7. Pravin Shah કહે છે:

  સુંદર હળવી મમળાવવાનું મન થાય તેવી ગઝલ !

 8. પ્રતિભાવ આપવા બદલ બધા જ મિત્રોનો આભાર!

  પંચમભાઈ, વિવેકભાઈ આપની વાત સાચી જ છે. સળંગ કાવ્યકૃતિ તરીકે પહેલા શેરમાં પંચમભાઈ એ સુચવેલ બદલ યોગ્ય જ જણાય છે. બ્લૉગ પર આવી સરસ ચર્ચા થાય છે એના ઉદાહરણરૂપે ઉપરની કૃતિમાં શેર એવો જ રહેવા દઉં છું પણ બીજે ક્યાંય પ્રકાશન થશે ત્યારે શેર આ પ્રમાણે બદલીને વાપરીશઃ

  વધારે નહીં બસ જરી તો જરી
  તે મારી ઉપર એક નજર તો કરી

 9. devikadhruva કહે છે:

  Vaah…nice..enjoyed your gazal as always.

 10. shashikant joshi કહે છે:

  vaanchine tara kavyo, lagyu hatu mane
  tu shayar che judo, thayi Khatari

 11. Gunjan Gandhi કહે છે:

  maja ni gazal ane charcha ni pan maja…

 12. poonam કહે છે:

  અમસ્તો જતો’તો, તું સામી મળી
  ખરીદ્યા વગર લાગી ગઈ લૉટરી
  – હેમંત પુણેકર Kyaa baat…

 13. Prajakta Shastri કહે છે:

  ફગાવીને જોઈ લીધી તારી યાદ
  જરી દૂર ગઈ ત્યાં તો પાછી ફરી

  व्हा। क़ाबिले तारीफ़। हर एक शेर लाजवाब।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s