કોઈ લાંબી લાંબી લખાવટ નથી

કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી

એ જીરવી નથી શકતો એકાંતને
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?

તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી

પછી ચડજે ટોચે, તું પહેલા તપાસ
કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી

હું જેવો છું એવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી

રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
ગઝલમાં હજુ એવી ફાવટ નથી

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

23 Responses to કોઈ લાંબી લાંબી લખાવટ નથી

 1. deep કહે છે:

  એ જીરવી નથી શકતો એકાંતને
  સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?

  આ શેર ખુબજ ગમ્યો…

 2. Pravin Shah કહે છે:

  મત્લા અને મક્તા સિવાયના ચારે શેર ખૂબ ગમ્યા.
  જાત વિશેનું સચોટ અવલોકન આપ્યું. આ ચારે શેરને એક
  આંગળી પર ઉઠાવતો મત્લા હોત તો કાબિલે દાદ ગઝલ બનત.
  અને મક્તાના શેરમાં ઉલા મિસરામાં તો સાચી વાત કરી,
  પણ પછી સાનિ મિસરામાં ગરબડ કરી નાખી.
  અભિનંદન હેમન્તભાઈ !

  • પ્રવીણભાઈ,

   પ્રતિભાવ માટે ધન્યવાદ! પ્રથમ શેર ગઝલની થતી ટીકાના પ્રત્યુત્તર રૂપે છે મને એમ કે તમામ ગઝલપ્રેમીઓને ગમશે.

   છેલ્લા શેરમાં ખરેખર સચ્ચાઈ છે. ગઝલનું સ્વરૂપ મને હજુ પણ બરાબર પકડાયું નથી. શયદા, મરીઝ, ઘાયલ, બેફામ જેવા પરંપરાના શાયરો; રમેશ પારેખ, આદિલ મન્સુરી, ઈર્શાદ કે રાજેન્દ્ર શુક્લ જેવા આધુનિક શાયરો કે શ્યામ સાધુ, મનોજ ખંડેરિયા, હેમેન શાહ, મુકુલ ચોક્સી, રઈશ મનીઆર, વિવેક કાણે જેવા અનુઆધુનિક ગઝલકારો જેવી ફાવટ ક્યાં આવી છે જ?

   • પંચમ શુક્લ કહે છે:

    મત્લામાં એક ‘સાચી ગઝલ’ની વિભાવના છે.
    મક્તમાં એક સભાન કવિની આ ફોર્મ પાસેથી હજી વધુ શકયતાઓ તાગવાની જાગૃતિ છે.
    કાફિયાઓ પાસેથી ધાર્યું કામ કઢાવી શકાયું છે.
    ઓછું પણ આછું ન લખતા ગઝલકાર પાસેથી મળતી સુંદર ગઝલ.

   • Pravin Shah કહે છે:

    તમે તમારી રીતે સાચા છો જ. મત્લા કે મક્તા ના ગમવાનો સવાલ જ નથી. વચ્ચેના ચાર શેરના ભાવવિશ્વને જ રજુ કરતો એક સવાયો મત્લાનો શેર હોત તો ઓર મઝા આવત. અને મક્તાનો
    શેર તો કોઈ પણ કવિ આ જ રીતે લખે. મારા શબ્દોએ તમારું દિલ દુભાવ્યું હોય તો માફી ચાહુ છું.

   • પ્રવીણભાઈ, દિલ દુઃખવાની તો કોઈ વાત જ નથી. તમે પ્રતિભાવ આપ્યો એનો આનંદ જ છે અને એ બહાને એ બે શેર વિશે મને મારી ભૂમિકા કહેવાનો મોકો મળ્યો. આ તો ગમતાનો ગુલાલ છે એમાં ક્યાં રિસામણા-મનામણા લઈને બેસીએ?

 3. urvashi parekh કહે છે:

  saras.
  ekant ne na zirvi shakvani vaat,swayam sathe ni dushmnavat,ekdam sachi vaat.

 4. વિવેક ટેલર કહે છે:

  સુંદર ગઝલ… લગભગ ચાર મહિનાના અંતરાલ પછી સરસ રજૂઆત કરી… મત્લા અને મક્તાના શેરની બારિકી પણ ગમી ગઈ..

 5. sunil shah કહે છે:

  લાં…બા વિરામ પછી સુંદર ગઝલ. બધા જ શેર સરસ થયા ખે. અભિનંદન

 6. Atul Jani (Agantuk) કહે છે:

  ૩ થી ૪ મહિનાના એકાંતને જીરવ્યા પછી મળેલ સુંદર ગઝલ.

 7. વિનય ખત્રી કહે છે:

  મજાની ગઝલ. બધા જ શેર બહુ ગમ્યા. આ જરા વધુ ગમ્યો:

  એ જીરવી નથી શકતો એકાંતને
  સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?

 8. saksharthakkar કહે છે:

  વાહ! છેલ્લો શેર ખુબ ગમ્યો. આમ તો ગઝલ રદીફ, કાફિયા અને છંદથી બને છે, પણ આમ જોવા જોઈએતો માત્ર એનાથી નથી બનતી. કેટલી સરસ વાત!

  રદિફ, કાફિયા, છંદ ફાવી ગયા
  ગઝલમાં હજુ એવી ફાવટ નથી

 9. સાક્ષરભાઈ, તમે સરસ વાત પકડી લીધી. ગઝલ લખવા અંગે મુકુલભાઈની આ ગઝલ જોઈ જજો, તમને ગમશેઃ http://layastaro.com/?p=824

 10. પંચમ શુક્લ કહે છે:

  ત્રણેક વર્ષ પહેલા, ‘એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ’થી લખેલી મત્લા-ગઝલ ‘ગઝલ બનતી નથી’માં ગઝલને ઉપર-નીચે, ઉપર-તળે કરી એની સંપૂર્ણતા તપાસવાનો ઉદ્યમ હતો. પણ એનું હાર્દ ઘણાને સમજાયું નહોતું. .જો કે કવિતા બાબતે આવું અવાર-નવાર બનતું જ રહે છે.

  એ ગઝલની લયસ્તરો પરની લિન્ક:
  http://layastaro.com/?p=2203

  આશા છે, કોઈ એને ફરીથી અને શાંતિથી વાંચીને હાર્દ પકડી શકે.

 11. Gunjan Gandhi કહે છે:

  સુંદર ગઝલ હેમંતભાઈ…

 12. prajakta shastri કહે છે:

  ખુબજ સુંદર ગઝલ છે.

 13. sudhir patel કહે છે:

  Enjoyed your very nice Ghazal!
  Sudhir Patel.

 14. પિંગબેક: કોઈ લાંબી લાંબી લખાવટ નથી « વેબગુર્જરી

 15. Damini mistry કહે છે:

  હું જેવો છું એવો છું તારી સમક્ષ
  બનાવટ નથી કંઈ સજાવટ નથીNICE

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s