મહેર મારી ઉપર કરે ન કરે

મહેર મારી ઉપર કરે ન કરે
એની મરજી, નજર કરે ન કરે

આંખો બોલી ગઈ છે દિલની વાત
ભૂલ એવી અધર કરે ન કરે

લોકો શું કહેશે એની ચિંતા સતત
મારાં મનની ફિકર કરે ન કરે

એ જ અવઢવમાં ચુપ રહી જઉં છું
શબ્દ ધારી અસર કરે ન કરે

એને મહેલોની ટેવ છે હેમંત
તારા દિલમાં એ ઘર કરે ન કરે

– હેમંત પુણેકર

છંદઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

15 Responses to મહેર મારી ઉપર કરે ન કરે

 1. નટવર મહેતા કહે છે:

  આપના કાવ્યો એટલે એક સચોટ સરળ રજૂઆત…

  એને મહેલોની ટેવ છે હેમંત
  તારા દિલમાં એ ઘર કરે ન કરે

  વાહ….
  આજની માશુકા, ગઈકાલના ભગવાન સૌને લાગુ પડે…

 2. Atul Jani (Agantuk) કહે છે:

  ઘણાં સમય પછી મહેર કરી. આવી રીતે અનુકુળતાએ મહેર કરતાં રહેશો.

 3. bharat vinzuda કહે છે:

  કરે ન કરે રદીફને બહુ સહજતાથી નિભાવ્યો છે.

  સરસ ગઝલ….

 4. deep કહે છે:

  એને મહેલોની ટેવ છે હેમંત
  તારા દિલમાં એ ઘર કરે ન કરે,

  Aa sher khubj gamyo… 🙂

 5. વિવેક ટેલર કહે છે:

  હંમેશ મુજબ સરસ ગઝલ… બધા જ શેર મનનીય થયા છે…

 6. Daxesh Contractor કહે છે:

  સરસ ગઝલ હેમંતભાઈ .. એમાંય છેલ્લા બંને શેર .. ક્યા બાત ..
  આપના શબ્દોની ધારી અસર થાય જ છે એથી કલમને લાંબો સમય અવઢવમાં નહીં રાખતા … :))

  • ધન્યવાદ દક્ષેશભાઈ!

   ખરેખર, “કરે ન કરે” રદીફ નિભાવવામાં એ જ શેરવાળી અવઢવ બહુ લાંબો સમય નડી હતી. ભરતભાઈએ નોંધ્યું એમ આ રદીફ બહુ સહજતાથી નિભાવાયો છે. પણ એવું લાગે એ માટે ખાસ્સો પ્રયાસ કરવો પડ્યો છે. ચાર શેર થયા હતા, પાંચમો શેર થતો નહોતો ત્યારે બહુ લાંબી રાહ જોવી પડી હતી. પણ હવે આ પ્રતિભાવો વાંચ્યા પછી લાગે છે, it was worth it. 🙂

   મરીઝ સાહેબ યાદ આવે છે.

   પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે
   બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માગે છે
   નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી
   કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી

 7. bharat vinzuda કહે છે:

  વાહ.. સળંગ સુંદર ગઝલ….

 8. prajakta shastri કહે છે:

  એ જ અવઢવમાં ચુપ રહી જઉં છું
  શબ્દ ધારી અસર કરે ન કરે
  આ શેર તો ગજબ નો છે દરેક ને કયારેક ને કયરેક લાગુ પડેજ. ખુબ સરસ. વાહ વાહ!

 9. અનામિક કહે છે:

  મહેર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s