આંખમાં સ્વપ્ન કોઈ વાવી જુઓ

આંખમાં સ્વપ્ન કોઈ વાવી જુઓ
ને પછી જિંદગી અજમાવી જુઓ

તમને ઊડાડવા આતુર છે પવન
એકવખત પંખ તો પસરાવી જુઓ!

આખી દુનિયાને સમજ આપો છો
કોકવખત જાતને સમજાવી જુઓ

એ પણ એક જાતનું તપ છે મિત્રો
જે નથી ફાવતું ફવડાવી જુઓ

એ ઇશારો તો ન સમજ્યા હેમંત
એમને રોકડું પરખાવી જુઓ

– હેમંત પુણેકર

છંદ:- ગાલગા ગાલલગા ગાગાગા/ગાલલગા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

22 Responses to આંખમાં સ્વપ્ન કોઈ વાવી જુઓ

 1. readsetu કહે છે:

  bahu gami, Hemantbhai….

 2. Gunjan Gandhi કહે છે:

  આંખમાં સ્વપ્ન કોઈ વાવી જુઓ
  ને પછી જિંદગી અજમાવી જુઓ

  waah

 3. Sangita કહે છે:

  Tamaru suchan ajmavva layak chhe. Very nice!

 4. અનામિક કહે છે:

  excellent …

 5. વિનય ખત્રી કહે છે:

  આખી દુનિયાને સમજ આપો છો
  કોકવખત જાતને સમજાવી જુઓ!

  વાહ!

 6. વિવેક ટેલર કહે છે:

  વાહ વાહ વાહ…
  ખૂબ જ સુંદર સંતર્પક ગઝલ… બધા જ શેર ગમી જાય એવા… પણ બે વાત પર ધ્યાન દોરવાનું મન થાય છે…

  એક, છંદોવિધાન ન આપ્યું હોય તો ગઝલનો છંદ પકડવામાં તકલીફ પડે છે. શબ્દાંતે આવતા ગુરૂને લઘુ ગણવાવાળી છૂટના કારણે શરૂઆતના શેરમાં છંદોવિધાન સાફ જ થતું નથી…

  બીજું, એક વખતમાં બરાબર છે પણ કોક વખત? ‘કોક’ શબ્દ હકીકતે ‘કોઇક’નું ટૂંકુ સ્વરૂપ છે એટલે એને એક ગુરુ તરીકે શી રીતે લઈ શકાય?

  • વિવેકભાઈ,

   દાદ માટે ધન્યવાદ! આપના બન્ને મુદ્દા માન્ય! અને હવે મારો (લૂલો) બચાવ 🙂

   છંદ વિશે: મત્લાથી છંદ પકડવામાં મુશ્કેલી પડે જ છે. પણ શું આને દોષ ગણવો કે આ છૂટછાટ સ્વીકાર્ય ગણવી? મને એમ લાગ્યું કે આમ કરાય, વાંધો નથી.

   કોકવખત વિશે: આ શબ્દ લઈને બે છંદબદ્ધ પંક્તિઓ રચીએ, એકમાં કોકવખત ગાલગા તરીકે અને એકમાં ગાલલગા તરીકે લઈએ.
   ૧) કોકવખત જાતને સમજાવી જુઓ
   ૨) જાતને કોકવખત સમજાવો

   હું જ્યારે છંદબદ્ધ પઠન કરું છું ત્યારે પ્રથમ પંક્તિમાં ઉચ્ચાર વધુ સહજ લાગે છે. (જો કે એ મારી ઉચ્ચારપદ્ધતિ અને શ્રવણસંસ્કારને આધારે કહું છું)એટલા માટે મેં કોકવખત શબ્દ ગાલગામાં ચલાવ્યો.

   ઘણા શબ્દો એવા છે જે જોડણી અનુસાર વજન ગણવાની રીતને ગાંઠતા જ નથી. એક એવો શબ્દ છે “પોતપોતાની”. જોડણી પ્રમાણે માપ થાય ગાલગાગાગા. પણ આ શબ્દ ગુજરાતીમાં જે રીતે બોલાય છે એ ધ્યાનથી સાંભળતા મને એમ લાગ્યું કે વચ્ચે આવતા ‘પો’નો ઉચ્ચાર ખાસ્સો ટૂંકો થતો હોવાથી ગાલલગાગા માપ જ વધુ અનુકૂળ છે.

   આ બધી ચીજો કેળવાયેલા કાનવાળાઓ એ કરવી. હું હજુ નવો નિશાળિયો જ છું પણ મને એમ લાગે છે ક્યારેક તો હેસિયતથી વધારે જુર્રત કરવાની હિમાકત કરવી 🙂

   • પંચમ શુક્લ કહે છે:

    મઝાની ગઝલ. બધા જ શેર ગમે એવા છે. છંદ પણ સરસ છે.

   • પંચમ શુક્લ કહે છે:

    મને લાગે છે હેમંતભાઈ ક અને વ ને જોડીને સ્વગત વાંચતા હોઈ શકે. એ મુજબ છંદ/રવાનીને વાંધો નહીં આવે. એક્વખત કે કોક્વખત – ગાલગા માં બેસી જશે. એક જ મિસરામાં એકાધિકવાર આ પ્રકારની છૂટ લેવામાં આવે તો રવાનીમાં ખલેલ પડી શકે. આખરે તો આપણા કાન જ આપણા માર્ગદર્શક. આ રીતે પઠન કરવું કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે. ભાવકને તો શબ્દ એના અર્થ (અને પઠન હોય તો કોઈ ચોક્કસ લઢણ સાથે) સમજાઈ જાય એટલે બસ.

 7. વિવેક ટેલર કહે છે:

  ૧) કોકવખત જાતને સમજાવી જુઓ
  ૨) જાતને કોકવખત સમજાવો

  – હું પઠન કરું છું તો મને બંનેવાર ગાલલગા જ વધુ સાનુકૂળ લાગે છે… અને ‘પોતપોતાની’ માટે હું ક્યાં તો ગાલગાગાગા વાપરીશ અથવા વધુમાં વધુ “પોત્ પોતાની”માં તને અડધો ગણીને ગાગાગાગા વાપરું એમ લાગે છે…

  ખેર, આ મારી અંગત માન્યતા છે… તમે અને તમારી હિમાકત સાચા હોઈ શકે છે…

  કુશળ હશો.

 8. dhavalrajgeera કહે છે:

  આખી દુનિયાને સમજ આપો છો,
  કોકવખત જાતને સમજાવી જુઓ!
  એ ઇશારો તો ન સમજ્યા હેમંત,
  એમને રોકડું પરખાવી જુઓ!

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 9. કુણાલ કહે છે:

  liked this gazal too Hemantbhai… Liked last 3 asha’aar more…
  ane makta ma rokdu parkhavani vaat khub gami !! …

 10. ડેનિશ જરીવાલા કહે છે:

  સુન્દર ગઝલ …
  એ ઇશારો તો ન સમજ્યા હેમંત,
  એમને રોકડું પરખાવી જુઓ ! -સુન્દર શેર …
  હેમંતભાઈ, હું પણ વિવેકભાઈની વાત સાથે પૂર્ણતઃ સંમત છું.
  ‘કોક’ને ‘એક’ની જેમ ‘ગા’ માપમાં ન લઈ શકાય. એ માટેનું મારું મંતવ્ય કંઈક આ પ્રમાણેનું છેઃ
  ‘એક’ શબ્દમાં ‘ક’ની આગળ સ્વર આવે છે. તેથી અન્ત્ય ‘ક્’ ઉચ્ચારણ વખતે આગળના સ્વર સાથે ભળી જાય છે. પણ, ‘કોક’ શબ્દમાં ‘ક્ + ઓ + ક્ (+ અ)’ એ મુજબનો ધ્વનિક્રમ છે. તેથી અન્ત્ય ‘ક્’ આગળના અક્ષર સાથે સહજતાથી ભળી શકતો નથી . તેથી તેને ‘ગા’ માપમાં ઉચ્ચારતા તે કર્ણકટુ લાગે છે.તેથી જ બીજા શેરમાં ‘એકવખત’ નભી જાય છે જ્યારે ત્રીજા શેરમાં ‘કોકવખત’ નહીં.
  એની જગ્યાએ ‘પણ કદી જાતને સમજાવી જુઓ ‘ એવો વિકલ્પ લેતા આ પળોજણમાંથી બચી શકાશે એવું મારું માનવું છે.
  (થોડું વધુ થઈ ગયું હોય તો ક્ષમાયાચના .)

  • જરાય વધારે નથી ડેનીશભાઈ, આપની નિખાલસ કમેન્ટ બદલ આભાર! ટીકા હંમેશા આવકાર્ય જ છે.

   એક ખુલાસો. પંચમભાઈએ જેમ કહ્યું છે એમ હું ક ને વ સાથે જોડીને એક લઘુ કરી કોક્વખત એવો ઉચ્ચાર કરું છું. અને તમે કોઈ પણ કવિતા ન જાણનાર વ્યક્તિ પાસે આ શબ્દ બોલવડાવશો તો ખ્યાલ આવશે કે એનો ઉચ્ચાર કોક્વખત જેવો વધારે છે. કાવ્યની પંક્તિ તરીકે નહી પણ કોઈને ગદ્યમાં કહેતા હો તો એનો ઉચ્ચાર કેવો થાય એના પર ધ્યાન આપી જોજો.

   જો કે ગદ્યમાં શબ્દોનું માપ લઘુગુરુ પ્રમાણે જળવાતું નથી એ હકીકત પણ અહીં ઉલ્લેખનીય છે.

 11. હેમંતભાઈ,
  સુંદર ગઝલ. પ્રતિભાવો પણ ખૂબજ ગમ્યા. વિવેકભાઈની હાજરી હોય એટલે ઘણું જાણવા મળે. હુ તો વિવેકભાઈનો પ્રતિભાવ હોય એવી ગઝલ વાંચવાનું વધારે પસંદ કરું.

 12. વિવેક ટેલર કહે છે:

  ‘એક’ને એક ગુરુ લેવા માટેનું મૂળ કારણ ડેનિશે કહ્યું એના બદલે મને આ લાગે છે.. ઉર્દૂ-ફારસીમાં એકને ‘ઇક’ તરીકે લખવા-બોલવામાં આવે છે એટલે ત્યાં એને એક ગુરુ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે અને આ પ્રથા ત્યાંથી યથાતથ અહીં સરી આવી હશે. ‘એક’નો ઉચ્ચાર થોડો સાંકડો હોવાથી ગુજરાતીમાં પણ એને એક ગુરુ તરીકે બોલતાં થડકો અનુભવાતો નથી…

 13. મને લાગે છે કે કોઈ પણ છૂટની સૌથી મોટી પરીક્ષા એ જ છે કે એ ઉચ્ચારમાં નભે છે કે નહીં. મોટેભાગે ઉચ્ચારમાં નભી જાય એવી છૂટછાટને આધારે આપણે નિયમ તારવી લઈએ છીએ. પણ એ નિયમોમાં પણ અપવાદ હોઈ શકે એ પાછું ઉચ્ચારને આધારે જ નક્કી કરવું પડે.

  ઉદાહરણ તરીકે આપણે એકાક્ષરી ગુરુને લઘુ તરીકે લઈએ છીએ. પણ નીચેની પંક્તિ ગાલગા ના આવર્તનમાં વાંચી જુઓ.

  સાથ માગો તો બસ હાથતાળી દે છે

  અહીં “દે” ને લઘુ કરીએ તો જરાય મજા નથી આવતી, કઠે છે.

  એટલે નિયમ છે, એમનું મહત્વ છે પણ આખરી સત્તા ઉચ્ચારની છે. જે ઉચ્ચારમાં નભે એ ચીજ કોઈ નિયમમાં ન બેસે તો ય ચાલે. જે નિયમમાં બેસે પણ ઉચ્ચારમાં ના નભે એ ના ચાલે.

  ઊપરના ઉદાહરણને આધારે નિયમ બનાવવો હોય તો કહી શકાય કે પ્રમાણમાં ભારે એવા એકાક્ષરી ગુરુને લઘુ ના કરાય. પણ પછી “પ્રમાણમાં ભારે” એટલે શું, એ વ્યાખ્યાયિત કરવું પડે. આવા તો કેટલાંય નિયમ તારવવા પડે, પછી એમના અપવાદ ને પછી એ અપવાદને વ્યાખ્યાયિત કરતાં નિયમ….

  એટલે શરૂઆતમાં નિયમનો આધાર લઈએ એ બરાબર છે પણ એકવાર લય પકડાઈ જાય પછી નિયમોને વળગી રહેવાની જરૂરિયાત રહેતી નથી.

 14. kavianilchavda@gmail.com કહે છે:

  તમને ઊડાડવા આતુર છે પવન
  એકવખત પંખ તો પસરાવી જુઓ!

  kyaa baat hai Hemantbhai
  Saralta pn gambhir Hoi shake chhe E tamaari aakhi gajhal vanchata khabar pade chhe, maja padi

 15. Madhavi કહે છે:

  આખી દુનિયાને સમજ આપો છો,
  કોકવખત જાતને સમજાવી જુઓ!

  Mane aapni uparokt pankti khub gami Hemant bhai. Ane tame kaheli a vaat pan k Ucchar ma j shabad bese te shreshth. pan a maro personal opinion 6.

 16. Prajakta Shastri કહે છે:

  Very nice…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s