ફૂલો

તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો

તમે પાછા વળો એવું વીનવવાને જ ખીલ્યાં’તાં
પડ્યા છે ચોતરફ ચિમળાઈને મુજ સાદનાં ફૂલો

નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો

મટે કઈ રીતે અધરો વચ્ચેનું મઘમઘતું આ અંતર
કદી તો બાજુએ કરવા પડે મરજાદનાં* ફૂલો

વરસતા જળનાં ટીપાં રોડ પર પટકાતા જોયા છે?
જે તૂટતા તૂટતા ખીલવી જાય છે વરસાદનાં ફૂલો

ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?

– હેમંત પુણેકર

છંદઃ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

*મરજાદ = મર્યાદા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

18 Responses to ફૂલો

 1. sunil shah કહે છે:

  મટે કઈ રીતે અધરો વચ્ચેનું મઘમઘતું આ અંતર
  કદી તો બાજુએ કરવા પડે મરજાદનાં* ફૂલો

  વરસતા જળનાં ટીપાં રોડ પર પટકાતા જોયા છે?
  જે તૂટતા તૂટતા ખીલવી જાય છે વરસાદનાં ફૂલો
  ખૂબ સુંદર….

 2. વિવેક ટેલર કહે છે:

  મરજાદનો પણ અર્થ આપવો પડે એવું બને ત્યારે સામાન્ય ગુજરાતી ભાવકની ગુજરાતી-સજ્જતા વિશે કવિને કેટલો વિશ્વાસ છે એ નજરે ચડે છે… ફૂલોની ગઝલમાં એક વાત કાંટાની જેમ ચુભી ગઈ…

  ગઝલ દાદુ થઈ છે. બધા જ શેર મનનીય… સંવાદ-મરજાદ-અને દાદવાળા શેર ખૂબ જ ગમ્યા…

  • વિવેકભાઈ, ગુજરાતી બ્લૉગજગતમાં સક્રિય સરેરાશ વાચક/લેખક માટે મરજાદનો અર્થ આપવાની જરૂર નથી લાગતી. એમની સજ્જતા ઉપર શ્રદ્ધા છે, પણ ફેસબુક પર પણ આ ગઝલની લિન્ક મૂકી છે ત્યાંથી આવતા તરુણો માટે આ અર્થ મૂકવાની ઈચ્છા થઈ.

 3. વિવેક ટેલર કહે છે:

  @ હેમંતભાઈ: મેં પણ ‘સામાન્ય ગુજરાતી ભાવક’ની જ વાત કરી છે… ગુજરાતીનું ગુજરાતી કરવું પડે એ દિવસો આવી જ ગયા છે…

 4. સુંદર ભાવ અને નિવડેલી કલમની મસ્ત માવજતસભર ગઝલ હેમંતભાઇ…..
  -અભિનંદન.

 5. mukun joshi કહે છે:

  નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
  નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો……saras rachanaa

 6. Heena Parekh કહે છે:

  તમે મળતા નથી ક્યાંથી ખીલે ઉન્માદનાં ફૂલો
  દિલાસો દેવા ફૂટી નીકળે બસ યાદનાં ફૂલો

  નજર ચોરો તો ચુભે છે જૂના વિખવાદના કાંટા
  નજર મળવા દો, ખીલવા દો ફરી સંવાદનાં ફૂલો

  ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
  આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?

  એક એકથી ચડિયાતા શેર. વાહ. મજા આવી ગઈ.

 7. પિંગબેક: » ફૂલો » GujaratiLinks.com

 8. urvashi parekh કહે છે:

  saras rachna,
  varsaad na phoolo,ane daad devani vaat gami.

 9. Vipin Desai કહે છે:

  ફુલો જેવા અત્યંત કોમન કહી શકાય એવા ટુલ સાથે એવા જ કોમન ભાવોનું ‘ક્શુંક’અનકોમન એટલે આ હેમકાવ્ય !!!!!!!ખુબ ગમ્યું.વરસાદવાળી વાતમાં રજુઆતનું નાવીન્ય ટપકે છે.સાદના ફુલોમાં વિષાદના ફુલો પણ અનુભવાય છે.સાચું કહું,મને તો ગમ્યાં છે ભૈ તમારી સાદગીનાં ફુલો !!!!!!!!

 10. Vipin Desai કહે છે:

  ‘ફૂલો’ની મારી વાતોમાં ટાઇપોગ્રાફીકલ જોડણીદોષોના કાંટા રહી ગયા છે .ક્ષમાયાચના.

 11. મિત્ર હેમંત,
  સમગ્ર રચના ગમી.
  રાહ જોવડાવી જોવડાવીને આવો છો … પણ આવો છો ત્યારે બધું વસૂલ!
  અભિનંદન.

 12. ઊર્મિ કહે છે:

  સુંદર ગઝલ… બધા શેર આસ્વાદ્ય થયા છે.

 13. poonam કહે છે:

  ગઝલનું દર્દ સમજી કાઢો એને કોક કાંટાથી
  આ શું લોકોની માફક ફેંકો છો બસ દાદનાં ફૂલો?
  – હેમંત પુણેકર Bahoot Khoob…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s