પ્રથમ સૂર્ય પાસે …

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે

હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
મળે છે મને, વાત તારી કરે છે

આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે

સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!

મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે

અચાનક મળી તું, અવાચક છું હું, પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

31 Responses to પ્રથમ સૂર્ય પાસે …

  1. Ankit Desai કહે છે:

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
    પછી ચાંદ બહુ હોશિયારી કરે છે
    kya baat he………… khubaj sudar rachana……. abhinandan……….

  2. sapana કહે છે:

    Nice Gazal!
    આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
    જે ફૂલોથી કોમળ સવારી કરે છે..
    very nice lines..
    Sapana

  3. પંચમ શુક્લ કહે છે:

    સરસ ગઝલ.

    લગાગા-ના આવર્તનોના લિલ્ટની પણ મઝા છે.

  4. વાહ હેમન્તભાઇ….
    આગવા અંદાઝમાં સુંદર પ્રતિકોને સાંકળી એક સરસ ગઝલ આપી….-અભિનંદન.

  5. સરસ ગઝલ,

    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે…

    ક્યા બાત…

  6. deep કહે છે:

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
    પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

    જરી અમથી છે વાત મારી તમારી
    છતાં સૌ વધારી વધારી કરે છે

    હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
    મળે છે મને, વાત તારી કરે છે

    વાહ!!! ખુબજ સરસ ગઝલ બની છે હેંમતભાઈ, આ ત્રણ શેરતો ખુબજ લાજવાબ થયા છે… 🙂

  7. સુનીલ શાહ કહે છે:

    સરસ મત્લાથી..એક પછી એક સુંદર શેરો માણવાની મઝા પડી. સુંદર ગઝલ. અભિનંદન.

  8. P Shah કહે છે:

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
    પછી ચાંદ બહુ હોશિયારી કરે છે….

    લાજવાબ શેરોથી મહેકતી ગઝલ !
    બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
    અભિનંદન હેમંતભાઈ

  9. ગોફણધારી કહે છે:

    હેમંતભાઈ,
    કૃપા કરી ખરી.
    પણ વસૂલ કરી નાખ્યું. તમામ શેર અમને ગમી ગયા.
    વારેવારે બહુ વિરામ ન લો તો સારું.

  10. વિવેક ટેલર કહે છે:

    સુંદર મજાની ગઝલ…

    હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
    મળે છે મને, વાત તારી કરે છે.

    બન ગયા રકીબ આખિર, થા જો રાજદાર અપના!

  11. vijay shah કહે છે:

    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે

    અચાનક મળી તું, અવાચક છું હું, પણ
    હૃદય હર્ષની ચિચિયારી કરે છે

    bahot achChe mazaa aavi gai..dost

  12. પિંગબેક: પ્રથમ સૂર્ય પાસે … (via હેમકાવ્યો) « વિજયનુ ચિંતન જગત

  13. atuljaniagantuk કહે છે:

    જરી અમથી છે વાત મારી તમારી
    છતાં સૌ વધારી વધારી કરે છે

    વાહ !

  14. pragnaju કહે છે:

    સુંદર ગઝલ
    સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
    તું શું પથ્થરોની પથારી કરે છે!

    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે

    વાહ !

  15. Jagadish Christian કહે છે:

    જાનદાર ગઝલ.
    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે
    વાહ!

  16. dipakdholakia કહે છે:

    હેમંતભાઇ,
    તમારી અંદરથી જે પ્રગટ્યું છે તે તો ખરેખર કમાલ છે:
    “આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
    જે ફૂલોથી કોમળ સવારી કરે છે.”
    ગજબ અનુભૂતિ થઈ.

  17. Bhupendrasinh Raol કહે છે:

    અચાનક મળી તું, અવાચક છું હું, પણ
    હૃદય હર્ષની ચિચિયારી કરે છે
    ઐસા ભી હોતા હૈ,નસીબ હોય તો આવું બને.સુંદર!!

  18. Sangita કહે છે:

    Very nice Ghanzal!

    આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
    જે ફૂલોથી કોમળ સવારી કરે છે

  19. Gunjan Gandhi કહે છે:

    અચાનક મળી તું, અવાચક છું હું, પણ
    હૃદય હર્ષની ચિચિયારી કરે છે

    sundar gazal..

    matla joi ne maro ek sher yaad avi gayo

    રાતને સુંદર કર્યાની ચંદ્ર credit લઈ ગયો,
    તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે, એ લખું છું

  20. Vipin Desai કહે છે:

    પ્રિય હેમંત,
    એક ખુબ સુંદર ગઝલ સામે એક ખુબ ફાલતુ પેરોડી કેવી હોઇ શકે તેનો નમુનોઃ

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
    પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

    (ચંદ્રે કદી ક્યાં ઉધારી કરી છે?
    દાહો સહી બસ શીતળતા ધરી છે)

    જરી અમથી છે વાત મારી તમારી
    છતાં સૌ વધારી વધારી કરે છે

    (ઉપકાર જગ ઓ એ વાતનો જે
    “અમથી” ના થાતી,તમથી સ્વરી છે)

    હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
    મળે છે મને, વાત તારી કરે છે

    (“મુદ્દલ” હતું ના જ્યાં કાલે અમારું
    આજ વ્યાજનીય દરકારી કરી છે!!)

    આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
    જે ફૂલોથી કોમળ સવારી કરે છે

    (કદી કોઇ ઝાકળ છે આંખોમાં વરસ્યું?
    ફુલોને અ-ખારી “શુભ-સવારી”* કરી છે)

    સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
    તું શું પથ્થરોની પથારી કરે છે!

    (સુઓ ક્યાં ફરક ક્યાં સપનને પડે છે?
    હો ફુલ-શૈયા કે “પથ્થારી” કરી છે!)

    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે

    (મહેકતી પળોની મહેક લે જરુર તું
    બહેકવાની વાતુ અવિચારી કરી છે)

    અચાનક મળી તું, અવાચક છું હું, પણ
    હૃદય હર્ષની ચિચિયારી કરે છે

    (ચાનક ચડી છે,પણ વાચક છે તું -વિપિન
    આ શું મફત હોંશિયારી કરી છે)

    – હેમંત પુણેકર
    (-વિપિન)

    (અછંદોવિધાનઃ લગાજા લગાજા લગાજા લગાજા )
    (*શુભ-સવારી= Good Morning)

  21. વિનય ખત્રી કહે છે:

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
    પછી ચાંદ બહુ હોશિયારી કરે છે!

    વાહ સરસ ઉપાડ. મજાની ગઝલ.

  22. કુણાલ કહે છે:

    liked it very much …

    સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
    તું શું પથ્થરોની પથારી કરે છે!

    liked the “khumaari” in this sher…

  23. પૂનાની ધરતી ઉપર જ આવું સરસ લખી શકાય.
    અન્યત્ર તો બસ માગી ભીખીને જ આવું લખાય.

  24. readsetu કહે છે:

    વાહ હેમંતભાઇ, મન એની સહસ્ત્ર પાંખડીઓથી ખૂલી ગયું

    લતા જ. હિરાણી

  25. Daxesh Contractor કહે છે:

    બહુ મજાની ગઝલ. મત્લાનો શેર લાજવાબ. સૂર્યના તેજથી ચંદ્ર પ્રકાશે અને એની ચાંદની લોકોના દિલે કામણ કરે છે એ વાતને કેટલી બખૂબીથી રજૂ કરી દીધી.
    છેલ્લા બે શેર પણ મજાના ..
    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે

    અચાનક મળી તું, અવાચક છું હું, પણ
    હૃદય હર્ષની ચિચિયારી કરે છે..

  26. Himanshu Bhatt કહે છે:

    nice ghazal. Liked this shers the most

    હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
    મળે છે મને, વાત તારી કરે છે

    મહેકતી પળો છે, બહેક મન મૂકીને
    બધું શું વિચારી વિચારી કરે છે

  27. મકરંદ મુસળે કહે છે:

    મત્લા નો ‘હોશિયારી’ શબ્દ ગઝલ માં નવો છે. સરસ ખયાલ. ‘વિચારી-વિચારી’ અને ‘વધારી-વધારી’ ની પુનરુક્તિ નો ધ્વની એની પોતીકી છાપ છોડવામાં સફળ રહ્યો છે. છઠ્ઠા શેર માં ‘મહેક’ અને ‘બહેક’ નો ટકરાવ મીઠો લાગે છે. મક્તા માં સપાટ બયાની દેખાઈ.

  28. Prabhulal Tataria"dhufari" કહે છે:

    અચાનક મળી તું, અવાચક છું હું, પણ
    હૃદય હર્ષની ચિચિયારી કરે છે
    ભાઇ હેમન્ત હ્રદય તો ચિચિયારી કરે પણ સામે પડ્ઘો પડે તો મઝા છે
    તમારી ગઝલ ફિલ્મઃમાસુમ ના ગીત “હુઝુર ઇસ કદર ભી ન ઇતરા કે ચલિયે”
    ની તરઝમાં સરસ કંપોઝ થઇ શકે.
    આટલા બધા મિત્રોને ગમી છે એટલી સરસ લખાઇ છે
    અભિનંદન

  29. અનામિક કહે છે:

    Heart Touching

  30. પિંગબેક: મારું ગઝલપઠન અને એક નવી ગઝલ | હેમકાવ્યો

  31. Prajakta Shastri કહે છે:

    પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
    પછી ચાંદ બહુ હોશિયારી કરે છે
    – लाजवाब…..

Leave a reply to Prabhulal Tataria"dhufari" જવાબ રદ કરો