અનુવાદ – મલમલી યૌવન આ મારું

એક મરાઠી ગઝલનો સાછંદ અનુવાદ પોસ્ટ કરું છું. જે મરાઠી માણસને ગઝલ એક કાવ્ય પ્રકાર છે એમ ખબર હોય એને એક ઉદાહરણ આપવા કહીએ તો ૧૦ માંથી ૭ કે વધુ લોકો “મલમલી તારુણ્ય માઝે…” નું નામ લેશે. આ ગઝલના ગઝલકાર સુરેશ ભટ ને મરાઠી ગઝલના શયદા ગણી શકાય. આ ગઝલ મરાઠી ચલચિત્ર ઘરકુલમાં લેવાઈ હતી જેના સંગીતકાર સી. રામચંદ્ર અને ગાયિકા આશા ભોસલે હતા. આ મરાઠી ગઝલ આપ યુ ટ્યુબ પર અહીં માણી શકો.

મલમલી યૌવન આ મારું તું સવારે ઓઢજે
મારા ખુલ્લા કેશમાં તું ખુદને ખોઈ બેસજે

લાગતા ઠંડી ગુલાબી, લખલખુ આવ્યું હો એમ
ઓગળુ તારામાં હું, તું મુજમાં ઓગળતો જજે

કંપતા મારા આ તનનાં તાર ઝંકૃત થાય એમ
રેશમી સ્પર્શો વડે સંગીતના સૂર છેડજે

મારી બાંહોમાં સવારે જાગજે મારા સખા
હું જગાડુ સહેજ ત્યારે તું મને વળગી જજે

મૂળ મરાઠી ગઝલઃ

मलमली तारुण्य माझे तु पहाटे पांघरावे
मोकळ्या केसात माझ्या तु जीवाला गुंतवावे

लागुनि थंडी गुलाबी शिरशिरी यावी अशी ही
राजसा माझ्यात तू अन मी तुझ्यामाजी भिनावे

कापर्या माझ्या तनूची तार झंकारून जावी
रेशमी संगीत स्पर्शाचे पुन्हा तु पेटवावे

रे तुला बाहुत माझ्या, रूपगंधा जाग यावी
मी तुला जागे करावे, तू मला बिलगून जावे

Advertisements
This entry was posted in અનુવાદ. Bookmark the permalink.

20 Responses to અનુવાદ – મલમલી યૌવન આ મારું

 1. devikadhruva કહે છે:

  વાહ,વાહ…ક્યા બાત હૈ…બહોત ખુબ..

 2. nilam doshi કહે છે:

  અરે વાહ..મરાઠી કાવ્યોનો લાભ અમને મળ્લતો રહે એવી ભાવના સાથે..
  ગુજરાતી કાવ્યો..ગઝલો તો અગણિત વાંચતા હોઇએ છીએ..બ્લોગ સિવાય પણ જાતે વાંચી શકીએ..પણ અન્ય ભાષાના કાવ્યો.. વાર્તાઓ..સાહિત્ય આમ માણવા મળે ત્યારે આનંદ..આનંદ…
  આભાર સાથે…

 3. ધવલ કહે છે:

  લાગતા ઠંડી ગુલાબી, લખલખુ આવ્યું હો એમ
  ઓગળુ તારામાં હું, તું મુજમાં ઓગળતો જજે

  સરસ !

 4. Heena Parekh કહે છે:

  અનુવાદ ખૂબ સરસ થયો છે. જાણે મૂળ કૃતિ માણતાં હોય તેવું લાગ્યું.

 5. અનામિક કહે છે:

  khub sunder to write more such translated poem beautiful

 6. સુનીલ શાહ કહે છે:

  ખૂબ સુંદર ગઝલ..
  હેમંતભાઈ તમે મરાઠી ગઝલનો સુપેરે પરિચય કરાવ્યો.
  હવે.. બીજી મરાઠી ગઝલોના અનુવાદિત પરિચયની તમારી પાસે અપેક્ષા રહે છે. બોલો, ક્યારે પૂરી કરો છો..?

 7. P Shah કહે છે:

  વાહ ! ખૂબ જ સુંદર અનુવાદ થયો છે હેમંતભાઈ.
  તમે જાણે મૂળ રચનાના ભાવ અને અનુવાદિત રચના વચ્ચે કડી રૂપ હો એમ લાગે છે.
  તમે તમારા જ્ઞાન, વિવેક અને પુરુષાર્થ વડે જાણે મૂળ રચનાને જ રજુ કરી છે.
  આપના કવિ હૃદયનો આ અનુવાદમાં પ્રતિઘોષ થાય છે.
  દિલથી અભિનંદન !

 8. himanshupatel555 કહે છે:

  મારી બાંહોમાં સવારે જાગજે મારા સખા
  હું જગાડુ સહેજ ત્યારે તું મને વળગી જજે….. અને

  મલમલી યૌવન આ મારું તું સવારે ઓઢજે
  મારા ખુલ્લા કેશમાં તું ખુદને ખોઈ બેસજે
  એક સરખા સાતત્ય વાળ બને શેર ગમ્યા, ૨૩ વર્ષ પછી મરાઠીમાં કાવ્ય વાંચ્યું, છૂટી ગયેલી ભાષા
  ફરી આવી મળી.
  કંપતા મારા આ તનની તાર……..તનના તાર જોઈએ.

 9. deepak કહે છે:

  મારી બાંહોમાં સવારે જાગજે મારા સખા
  હું જગાડુ સહેજ ત્યારે તું મને વળગી જજે

  wah.. khubsaras 🙂

 10. Pancham Shukla કહે છે:

  ‘મરાઠી ગઝલના શયદા’ની ગઝલનો સુંદર સાછંદ અનુવાદ.

 11. વિવેક ટેલર કહે છે:

  સુંદર અનુવાદ..

  આશા રાખીએ કે આ પ્રવૃત્તિ હવે વૃત્તિ બની જાય અને આપણને એક મજાનો સંગ્રહ હાથ લાગે…

 12. readsetu કહે છે:

  ભેટી પડી રણઝણાવી મૂકતો અનુવાદ..

  લતા હિરાણી

 13. Vivek Kane 'Sahaj' કહે છે:

  અફલાતૂન અનુવાદ હેમંત !
  ગુજરાતી અને મરાઠી બંને ભાષાઓ જાણતો હોવાથી, આ ભાષાંતરનું મૂલ્ય મારાથી વધુ કોણ જાણી શકે ? ગઝલનું આટલું સફાઈદાર ભાષાંતર ? અને એ પણ છંદમાં ! કહેવું પડે !
  ૨૦૦૪ માં મંગેશજીએ (મંગેશ પાડગાવકર) અને મેં સાથે મળીને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક પ્રોજેક્ટ કરેલો, જેમાં અમુક ગુજરાતી કવિતાઓનું મરાઠી ભાષાંતર કર્યું હતું. એ કામ મૌજ પ્રકાશને ‘અનુભૂતિ’ નામથી પુસ્તક રૂપે પ્રગટ કર્યું હતું. મંગેશજી સાથે કામ કરવું એ એક લહાવો હતો.
  અભિનંદન અને શુભેચ્છાઓ.

 14. meena trivedi કહે છે:

  hemant, tamara anubhavino shabd chitr deh bahu sarasa lagyo. sursh bhat ne gujratimn lavya te ketlu gamyu te kevi rite varnavu.. suresh bhat maro priya kavi

 15. Prabhulal Tataria"dhufari" કહે છે:

  ભાઇ હેમન્ત
  रे तुला बाहुत माझ्या, रूपगंधा जाग यावी
  मी तुला जागे करावे, तू मला बिलगून जावे
  આ બન્‍ને લીટીઓ હ્રદય સ્પર્શી છે.હું ૬ વર્ષ અમરાવતીમાં રહ્યો છું અને મરાઠી બોલી અને સમજી શકું છું છેલ્લા ચાર વર્ષથી પૂણે જ રહું છું પૂણેકર નામ વાંચીને બ્લોગ જોયો મુળ રચના હું youtube તો સાંભળી લઇશ પણ તે અહીં બ્લોગ પર મુક્યું હોત તો આનંદ આવત
  અભિનંદન

 16. પિંગબેક: અનુવાદ – મલમલી યૌવન આ મારું | | GujaratiLinks.comGujaratiLinks.com

 17. અનામિક કહે છે:

  Beautiful….l

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s