દર્દ જીરવી ગયો…

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો

સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો

સાવ ખૂણામાં મને નાખી દઈ
પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”

રોજ બદલ્યો મને થોડોથોડો
ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

એનું પથ્થરપણું વધતું જ ગયું
પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!

– હેમંત પુણેકર

છંદોવિધાન:- ગાલગા ગાલલગા ગાલલગા/ગાગાગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

28 Responses to દર્દ જીરવી ગયો…

 1. P Shah કહે છે:

  વાહ !
  બે મહિના પછી આજે એક સુંદર ગઝલ આપી.

  અભિનંદન !

 2. Gunajn Gandhi કહે છે:

  Nice one.

  Liked these ones more though.

  સાવ ખૂણામાં મને નાખી દઈ
  પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”

  રોજ બદલ્યો મને થોડોથોડો
  ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

 3. એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો…hemant..it’s very nice she’r.. good job.

 4. હેમંતભાઈ,
  આખી ગઝલ ગમી. આમ તો રોજની છતાંય ધ્યાનમાં ન આવે એવી બાબતોને તમે વીણી વીણીને ખૂબીપૂર્વક્ રજૂ કરી છે. પણ આ પંક્તિઓ તો મનમાં વસી ગઈ..
  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો.
  અને હા, વધારે ગેરહાજર રહેવા બદલ બ્લોગાધિકારીને ફરિયાદ થાય તે પહેલાં સુધરી જાવ તો સારું!!!!

 5. સુનીલ શાહ કહે છે:

  સરસ ગઝલ..
  છેલ્લા બે શેર વિશેષ ગમ્યા.

 6. chetu કહે છે:

  સુંદર ગઝલ .. વાસ્તવિકતા ને બખૂબી પ્રદર્શિત કરી છે ..!

 7. nirav કહે છે:

  good one.. .keep going.

 8. sapana કહે છે:

  હેમંતભાઈ મારી પાસે એક જ શબ્દ છે!! wow!!
  રોજ બદલ્યો મને થોડોથોડો
  ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

  જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
  આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!
  સપના

 9. "દીપ" કહે છે:

  વાહ!! હેમંતભાઈ, આખી ગઝલ ખુબજ સરસ થઈ છે…

  પણ, આ શેર મને વધુ ગમ્યા,

  સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો
  જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો

  સાવ ખૂણામાં મને નાખી દઈ
  પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”

 10. સરસ રચના,
  માણવી ગમે એવી અને મમળાવવી પણ ગમે એવી
  -અભિનંદન.

 11. kunjan કહે છે:

  superb, tanari gazal khubaj gami

 12. Pinki કહે છે:

  waaaah… kya baat hai !
  saras gazal !!

 13. રાજની ટાંક કહે છે:

  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

  સરસ રચના..

 14. jagadishchristian કહે છે:

  હેમંતભાઇ આખી ગઝલ સરસ થઈ છે. પણ જે શેર બધાએ વખાણ્યો છે એ ઉત્તમ છે.
  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

 15. વિનય ખત્રી કહે છે:

  છ એ છ શેર બહેતરીન થયા છે…!

 16. પંચમ શુક્લ કહે છે:

  વાંચતા જ અસલના જમાનાના શાયરોની યાદ આવે એવી નજાકત ભરી આસ્વાદ્ય ગઝલ. આનો છંદ – લય કવ્વાલીની લિજ્જત બક્ષે છે.

 17. pragnaju કહે છે:

  સરસ ગઝલ
  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

  જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
  આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!
  ઉત્તમ

 18. sudhir patel કહે છે:

  Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

 19. વિવેક ટેલર કહે છે:

  વાહ મિત્ર! ફરી એકવાર અદભુત ગઝલ.. ગુજરાતી ગઝલના આકાશમાં એક એવો સૂર્ય ઊગ્યો છે જેનો પ્રકાશ યુગ-યુગો સુધી રેલાતો રહેશે…

  બધા જ શેર ગમી ગયા… કોને પકડું અને કોને જતા કરું એવો પ્રશ્ન થાય છે…

  જ બદલ્યો મને થોડોથોડો
  ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

  એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

  જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
  આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!

  – આ છેલ્લા ત્રણ શેર બહેતરીન થયા છે…

 20. sujit1234 કહે છે:

  રોજ બદલ્યો મને થોડોથોડો
  ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!
  સુદર છે આ બે લિટી ગઝલ વાચી ખુબ આનંદ થયો દુનીયા મા બસ આવુ જ થય રહિયુ છે. માણ્રસ બદ્લાયા જ કરે છે. સમય ની સાથે સાથે.

 21. કૃણાલ દવે કહે છે:

  રોજ બદલ્યો મને થોડોથોડો
  ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

  Are you pointing to married males? 🙂

 22. MADHAV DESAI કહે છે:

  great work..

  do visit my blog http://www.madhav.in
  your comments and suggestions are most awaited.

  thnkx

 23. vimal agravat કહે છે:

  ખુબ સરસ ગઝલ હેમંતભાઇ

 24. એનું પથ્થરપણું વધતું જ ગયું
  પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

  ….. very very nice. Visiting your blog for the first time…. would love to visit often….

 25. પિંગબેક: દર્દ જીરવી ગયો… | | GujaratiLinks.comGujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s