આપને ભીંજાવવાના કોડ છે

આપને ભીંજાવવાના કોડ છે
વાદળોમાં વર્ષવાની હોડ છે

આ પવન લપટાય છે ચહેરા ઉપર?
કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?

સૂર્યને પણ એક દિન પડકારશું
કોડિયાને કેવાકેવા કોડ છે!

લાગે છે આગળ હવે રસ્તો નથી
જિંદગીનો આ તે કેવો મોડ છે?

ઠોકરો ખાઈ શીખેલો કાચ છું
તડથી બચવાની કલા તડજોડ છે

-હેમંત પુણેકર

છંદોવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

26 Responses to આપને ભીંજાવવાના કોડ છે

 1. વિનય ખત્રી કહે છે:

  સૂર્યને પણ એક દિન પડકારશું
  કોડિયાને કેવાકેવા કોડ છે!

  વાહ! સરસ. અદ્‌ભુત!

 2. સુંદર ગઝલ,
  અને એમાંય અંતિમ શૅરની તડજોડ વાળી વાત વધારે ગમી.
  અભિનંદન હેમંતભાઈ….

 3. atuljaniagantuk કહે છે:

  સૂર્યને પણ એક દિન પડકારશું
  કોડિયાને કેવા કેવા કોડ છે

  વાહ !

  બ્લોગાચાર્યજીના ચૂર્ણે તો ભાઇ રસાયણ જેવું કામ કર્યું લાગે છે, આ હેમકાવ્યો તો જાગી ગયું. હવે પાછું સુઈ ન જાય તે જરા ધ્યાન રાખજો.

  http://asaryc.wordpress.com/2010/02/23/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%AC%E0%AA%BF%E0%AA%AF/

 4. Mitixa કહે છે:

  આ પવન લપટાય છે ચહેરા ઉપર?
  કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?

  આ પંક્તિઓ વધારે ગમી.

  ખૂબ સરસ..આખી ગઝલ સરસ રચાઈ છે.

 5. sujit કહે છે:

  sudar hematbhai ati chudar
  su vat karu tamari Aa kavita ni
  mari passe shado nathi jdta
  va hematbhai va
  khub khub abhinadan…
  bhagvane prathna karu chu ke app khub agal vadho ..

 6. Kartik Mistry કહે છે:

  અમને તો કોડ કરવાના કોડ છે,
  તમારો સોર્સ કો ડ ચોરવાના કોડ છે.

 7. RAJANI TANK કહે છે:

  વાહ ! હેમંતભાઈ ખુબ જ સરસ રચના…

 8. HIREN SHAH કહે છે:

  વાહ ! હેમંતભાઈ ખુબ જ સરસ રચના

 9. સુનીલ શાહ કહે છે:

  સર્વાંગ સુંદર ગઝલ…
  બધા જ શેર ગમ્યા

 10. jagadishchristian કહે છે:

  સૂર્યને પણ એક દિન પડકારશું
  કોડિયાને કેવાકેવા કોડ છે

  લાગે છે આગળ હવે રસ્તો નથી
  જિંદગીનો આ તે કેવો મોડ છે

  આ બે શેર લાજવાબ લાગ્યા.

 11. Pancham Shukla કહે છે:

  ગઝલની પ્રાથમિક લાક્ષણિકતાઓ જળવાઈ છે. એ હિસાબે બધા અશઆર વાંચવા ગમે.

 12. jjkishor કહે છે:

  ઠોકરો ખાઈ શીખેલો કાચ છું
  તડથી બચવાની કલા તડજોડ છે

  ઘણી બધી અર્થચ્છાયાઓ બતાવતો શબ્દ તડજોડનો સરસ પ્રયોગ ! ધન્યવાદ.

  ને હવે ભરવસંતે હેમંતનું સ્વાગત !

 13. હેંમતભાઈ, બહુ વખતે આવ્યા. ગઝલ ગમી. અમે તો તમને અવારનાવાર યાદ કરીએ છીએ.
  લાગે છે આગળ હવે રસ્તો નથી
  જિંદગીનો આ તે કેવો મોડ છે
  હા… એવું લાગ્યા પછી પણ રસ્તો મળતો હોય છે!
  અમને તો રસ્તો મળે છે પણ ….
  http://wp.me/phscX-1i

  • આપની વાત સાચી છે યશવંતકાકા! “રસ્તાનો અંત લાગે છે એ તો જિંદગીનો ફક્ત એક મોડ જ છે” એમ કહીને આપે સુચવેલો વિધાયક દૃષ્ટિકોણ મૂકવાનો જ પ્રયાસ છે.

   • હેમંતભાઈ.. આપણી આ મોડની જ વાત કરીએ તો ઘણી વખત જિંદગીમાં એવું લાગે કે હવે શું થશે? … જાણે કે જીવનમરણનો પ્રશ્ન હોય! … અને એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા બાદ અમુક અરસા બાદ તો એનું જાણે કે મહત્વ જ ન રહે અને વળી તમે કહો તેમ…
    લાગે છે આગળ હવે રસ્તો નથી
    જિંદગીનો આ તે કેવો મોડ છે
    નાની નાની પણ મહતવની વાતો પકડવાની તમારી રીત અભિનંદનને પાત્ર છે.

 14. ધીમે ધીમે ચાલો છો;સારું છે કે નથી કરતા ભાગાભાગી,દોડંદોડ.
  આમજ રહેજો જતા-આવતા,અન્યની સાથે કરતા નહીં કોઈ હોડ.

 15. himanshu patel કહે છે:

  સરસ ગઝલ
  સૂર્યને પણ એક દિન પડકારશું
  કોડિયાને કેવાકેવા કોડ છે…….આ વાત ગમી.

 16. Dilip Gajjar કહે છે:

  સૂર્યને પણ એક દિન પડકારશું
  કોડિયાને કેવાકેવા કોડ છે
  વાહ હેમંતભાઇ, ખુબ સુંદર ગઝલ વૈવિધ્યપૂર્ણ સંદેશ કહેતી..મજા આવી..

 17. chandravadan કહે છે:

  ઠોકરો ખાઈ શીખેલો કાચ છું
  તડથી બચવાની કલા તડજોડ છે…..
  Hemant…Nice one ! lage raho !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting to to my Blog Chandrapukar …Hope to see you soon !

 18. Ramesh Patel કહે છે:

  ના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)

  આપને ભીંજાવવાના કોડ છે
  વાદળોમાં વર્ષવાની હોડ છે
  સર્વાંગ સુંદર ગઝલ…
  Ramesh Patel(Aakashdeep)
  A request…
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 19. BHARAT SUCHAK(GUJARATI) કહે છે:

  સૂર્યને પણ એક દિન પડકારશું
  કોડિયાને કેવાકેવા કોડ છે!
  લાગે છે આગળ હવે રસ્તો નથી
  જિંદગીનો આ તે કેવો મોડ છે?
  SUNDER RACHNA

 20. P Shah કહે છે:

  ખૂબ સુંદર રચના હેમંતભાઈ
  લાગે છે આગળ હવે રસ્તો નથી
  જિંદગીનો આ તે કેવો મોડ છે?
  દરેકના જીવનમાં આવતા મોડની વાત કહી.
  અભિનંદન !

  અહીં ‘કોડ’ કાફિયા બે વખત એક જ અર્થમાં
  વપરાયો છે- તે દોષ ના કહેવાય ?

 21. પિંગબેક: આપને ભીંજાવવાના કોડ છે - GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s