“કવિતા” અને દિવ્યભાસ્કરમાં મારી રચનાઓ

મિત્રો,

છેલ્લાં ત્રણ વર્ષથી ગઝલ ક્ષેત્રે જે કામ કરું છું એ વિશે તો આપ જાણો જ છો. ૨૦૦૯માં એ કામની નોંધ બ્લૉગજગતની બહાર પણ લેવાઈ. કવિતા જેવા પ્રતિષ્ઠિત દ્વૈમાસિકના દિવાળી અંકમાં મારી ૮ ગઝલોને સ્થાન મળ્યું તેમજ કવિતાના તંત્રી શ્રી સુરેશ દલાલ સાહેબે એમાંની બે ગઝલોનો સમાવેશ દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં એમની કૉલમ “હયાતીના હસ્તાક્ષર”માં કર્યો. આ આનંદની બાતમી આપની સાથે વહેંચવા માગુ છું.

હેમકાવ્યોના માધ્યમથી હું ગઝલક્ષેત્રે સારુ કામ કરી શક્યો એ તમામ બ્લૉગરો અને વાચકોના સાથ, સહકાર અને પ્રોત્સાહનને કારણે જ શક્ય બન્યું છે. આપનો જેટલો આભાર માનુ ઓછો જ છે. સવિશેષ આભાર મારા ગુરુમિત્રો ડૉ. વિવેક ટેલર, મુહમ્મદઅલી “વફા”, જુગલકિશોર વ્યાસ, હિમાંશુ ભટ્ટ અને ડૉ. રઈશ મનીઆરનો જેમના વગર આ ત્રણ વર્ષની ગઝલયાત્રા સંભવ ન હતી.

વધુ લખલખ કર્યા વગર આપની સાથે એ રચનાઓ વહેંચું છું જેમને “કવિતા” અને હયાતીના હસ્તાક્ષરમાં સ્થાન મળ્યું:

(તમે ઝંખો છો એ મૃગજળ….)

હેમંત હેમંત

(દુઃખીને ન્યાલને…        પ્રણયભીની યાદો…)

Hemant

(એમ થોડો લગાવ…          જે અહીં ચાલે છે…)

Hemant

(ક્યાં કહું છું કે ફૂલછાબ….    ઊપડતી જીભ અટકે છે….)

Hemant

(ડર ન હેમંત રીત બદલવામાં…)

Hemant

(ડૉ. મુકુલ ચોક્સી સાથે કવિતાઓ અને ફોટો છપાશે એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો)

Hemant

(૬ ડિસેમ્બર દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં “હયાતીના હસ્તાક્ષર”)

Advertisements
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

31 Responses to “કવિતા” અને દિવ્યભાસ્કરમાં મારી રચનાઓ

 1. Jignesh Adhyaru કહે છે:

  ખૂબ સરસ હેમંતભાઈ,

  ‘કવિતા’ માં આપની ગઝલો અને શ્રી સુરેશ દલાલ દ્વારા અપાયેલા વિશેષ ‘હસ્તાક્ષર’ ખૂબ ઉમદા અને આનંદપ્રદ રહ્યા. આપને ખૂબ અભિનંદન…

  શુભેચ્છઓ…

 2. nilam doshi કહે છે:

  હેમંતભાઇ અભિનંદન..અભિનંદન… ખૂબ ખૂબ વધાઇ…
  સુંદર કામની નોધ વહેલી કે મોડી લેવાતી જ હોય છે.
  અઢળક શુભેચ્છાઓ સાથે…
  ખરેખર સુંદર ગઝલો…

 3. વિવેક ટેલર કહે છે:

  હેમંતભાઈ,

  ખૂબ ખૂબ અભિનંદન !

  પ્રગતિના પંથે અનવરુદ્ધ આગળ વધતા જ રહો અને સિદ્ધિના તમામ શિખરો સર કરો એ જ અભ્યર્થના…

  તમારી ગઝલોમાં જે ગઝલિયત છે એ આજે બહુ ઓછા નવા કવિઓમાં જોવા મળે છે.. સાચું કહું તો મને ક્યારેક ઈર્ષ્યા પણ થાય છે !!

  શુભેચ્છાઓ…

 4. Sangita કહે છે:

  Hemant,

  It is a big achievement. Congratulations and best wishes!

 5. હેમંતભાઈ,
  ખૂબ જ આનંદની વાત છે. તમે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તમારી ગઝલ-વફાદારીનું પરિણામ છે. ખૂબ ખૂ…………….બ ધન્યવાદ.
  ये तो होना ही था!!!!

 6. jagadishchristian કહે છે:

  કળાની કદર થાય ત્યારે આનંદ અને ગૌરવની લાગણી થાય છે. હેમંતભાઈ અભિનંદન અને સાહિત્યની આવી સેવા કરતા રહેશો. નવા વર્ષની શુભેચ્છાઓ.

 7. Daxesh Contractor કહે છે:

  હેમંતભાઈ,
  ખુબ ખુબ અભિનંદન. તમારા કરતાં તમારી રચનાઓ સુરેશભાઈ પાસે વહેલી પહોંચી જાય એ જ તમારા સર્જનો વિશે ઘણુંબધુ કહી જાય છે. તમારું સર્જન ચાલુ જ રહે એવી શુભેચ્છાઓ.

 8. maulik shah કહે છે:

  ઘણી આનંદની આ પળે આપને હાર્દિક અભિનંદન…

 9. ઊર્મિ કહે છે:

  ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, હેમંત !

  આવી જ રીતે પ્રગતિનાં બીજા શિખરો પણ સર કરતાં રહો એવી શુભકામનાઓ…

 10. Mitixa કહે છે:

  ખૂબ ખૂબ અભિનંદન..

 11. chetu કહે છે:

  આપને હાર્દિક અભિનન્દન ..માનનીય શ્રી સુરેશ દલાલ ના હસ્તાક્ષર દ્વારા આપની રચનાઓ વિષે રસાસ્વાદ માણવાની તક મળી એ જ આનન્દ અને ગૌરવ લેવા જેવી વાત છે … આપ આમ જ પ્રગતિના સોપાન સર કરો એવી શુભેછાઓ ..!!

 12. Himanshu કહે છે:

  Hemant

  Congratulations and best wishes.

 13. સુનીલ શાહ કહે છે:

  અભિનંદન…
  બસ, આમ જ લખતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો તેવી શુભેચ્છાઓ.

 14. નટવર મહેતા કહે છે:

  આપ તો કવિઓમાં શિરમોર છો..
  સાહિત્યરત્નોમાં આપ અણમોલ છો.
  અભિનંદન..

 15. readsetu કહે છે:

  હેમંતભાઇ, ઢગલો શુભેચ્છાઓ..

  ગઝલિયતની ગંગા તમને પાવન કરતી જ રહે…

  લતા હિરાણી

 16. વાહ હેમંતભાઈ,
  તમે મેળવેલી સિધ્ધિ ખરેખર સરાહનીય છે અને એ પણ માત્ર ત્રણ જ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં..!
  આમે ય તમારી ગઝલોમાં એક પરફૅક્ટ ગઝલ માટેની તમામ લાયકાત ઉપલબ્ધ હોય છે એટલે એક રીતે
  જોઈએ તો પુત્રના લક્ષણ પારણામાં એ મુજબ આ માન,સન્માન અને ઉપલબ્ધિઓ મળવી સવાભાવિક જ હતી.
  અને આ તો હજુ શરૂઆત છે મિત્ર! આ લગન,આ પરફૅક્શન અને આ ડૅડીકેશન એક દિવસ ‘કવિતા’ના મુખપૃષ્ઠ તસ્વીર – શ્રી હેમંત પુણેકર , સુધી લઈ જશે અને ત્યારે મને યાદ કરજો…..!
  -અભિનંદન
  ડૉ.મહેશ રાવલ

 17. deepak parmar કહે છે:

  Wow… thats really great news…

  Many Many Congratulation and Best wishes.

  keep writing such nice gazal…

 18. jjkishor કહે છે:

  ભાવ–વીચારને રજુ કરવા માટે કલ્પનો સર્જવા/પ્રયોજવા ઉપરાંત તમારી પાસે શબ્દોને એ માટે પસંદ કરવાની ખાસ આવડત છે.

  આ તો હજી શરુઆત છે, હેમંતભાઈ ! તમારો શબ્દ હજી ઘણું લાવવા સમર્થ છે. આરાધના ચાલુ જ રાખશો.

 19. vimal agravat કહે છે:

  અભિનંદન હેમંતભાઇ
  keep it up

 20. Chirag કહે છે:

  હાર્દીક અભીનન્દન

 21. Girish Parikh કહે છે:

  Hemantbhai: Congratulations. Keep it up.
  I love the name “Hemkavyo”. It reminds of Hemchandracharya, the pioneer of Gujarati language.
  My original background is in civil engineering. After coming to the US in early 1967, I entered into the world of computer programming and software engineering. But my heart has always been in writing and reading.
  While working as a mechanical engineer please do continue writing poetry, etc. in your spare time.
  –Girish Parikh Modesto California

 22. Pinki કહે છે:

  અભિનંદન હેમંતભાઈ,
  આપની ગઝલ ‘કવિતા’માં વાંચેલી.
  આમ જ પ્રગતિ કરતાં રહો તેવી શુભેચ્છાઓ..!

 23. himanshupatel555 કહે છે:

  અભિનંદન,કવિતાનો અંક મારી પાસે છે અને વાંચ્યો છે, તમારી રચનાઓ સાથે. ગઝલો હમેશા વાંચવી
  ગમે છે.કદાચ ગઝલ વિષે કેવી રીતે લખવું તે આવડત જાતે વિકસાવિસ ત્યાં સુધી વાંચ્યા કરીશ.અસ્તુ.

 24. atuljaniagantuk કહે છે:

  અંતરના ઉંડાણેથી આવતા થોડા શબ્દો પણ ઘેરી ચોટ કરી જાય છે.

  અભીનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s