સમજી શકું છું

દુઃખીને, ન્યાલને, સમજી શકું છું
સમયની ચાલને સમજી શકું છું

અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
તમારી ઢાલને સમજી શકું છું

અધર અડવા જતા સામા મળેલા
ગુલાબી ગાલને સમજી શકું છું

ફૂંટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ
નકામા ફાલને સમજી શકું છું

બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
હવાના હાલને સમજી શકું છું

-હેમંત

છંદવિધાનઃ લગાગાગા લગાગાગા લગાગા

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

25 Responses to સમજી શકું છું

 1. કુણાલ કહે છે:

  aafreen !! 🙂

  અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
  તમારી ઢાલને સમજી શકું છું

  અધર અડવા જતા સામા મળેલા
  ગુલાબી ગાલને સમજી શકું છું

  ફૂંટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ
  નકામા ફાલને સમજી શકું છું

  aa 3 sher to waah !! khayaal je rite raju thaya chhe !!

  dher saari daad qabool karein is baar to !! bahot khoob hemantbhai …

 2. SV કહે છે:

  અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
  તમારી ઢાલને સમજી શકું છું
  Saras.

 3. navin shah કહે છે:

  very nice , heartly congrartulations.

 4. devika કહે છે:

  બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
  હવાના હાલને સમજી શકું છું…
  bahot khub,hemantbhai….

 5. વિનય ખત્રી કહે છે:

  આંસુની ઢાલ, વાહ ક્યા બાત હૈ!

  આ એક વાત સમજી શકાઈ તો (લગ્ન) જીવન સફળ!

 6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ કહે છે:

  ‘અધર અડવા જતા સામા મળેલા
  ગુલાબી ગાલને સમજી શકું છું.’

  હાથમાં આવેલો હીરો છટકી જાય તો કેટલું દુઃખ થાય?
  ગાલ ઢાલ બનીને અધરને બદલે આવે તો શું ન થાય?
  અને છતાં યે એ પહાડ સમા દુઃખ સામે આ સમજદારી?
  માનવી ને કવિમાં આટલો જ ફરક છે,ઓ દુનિયાદારી!

 7. vijayshah કહે છે:

  બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
  હવાના હાલને સમજી શકું છું…

  Superb!

 8. Sangita કહે છે:

  બધે હોવા છતાં ક્યાંયે ન હોવું
  હવાના હાલને સમજી શકું છું

  Umda Sher!

 9. સુનીલ શાહ કહે છે:

  વાહ..
  સરસ ગઝલ. લગભગ બધા જ શેર સારા થયા છે. અભિનંદન દોસ્ત.

 10. વાહ!
  હેમંતભાઈ સમજની આ અભિવ્યક્તિ કેળવવા જેવી ખરી હો……!
  સરસ.

 11. sapana કહે છે:

  Very nicw gazal.All she’rs are very good.Kamal kar diya.

  Sapana

 12. snehaakshat કહે છે:

  wah…bahu j saras..shu samjan shakti che.badha ne aavi samjan mali jay to jivan ketlu saral bani jay…

  aatli sundar gazal pachi,
  amaari wah wah male,
  enu karan pan samji j sako cho ne??

  regards.
  sneha-akshitarak

 13. એક થી એક ચઢીયાતા શેર લખ્યા છે મિત્ર… આખીજ નખશીખ સુંદર… ભાવવાહી રચના…!

 14. deepak કહે છે:

  અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ?
  તમારી ઢાલને સમજી શકું છું

  afreen…. just awsome… anshu ni dhaal? wah… mari pa6e shabdo nathi…hemantbhai tamara vakhan karava mate… 🙂

 15. વિવેક ટેલર કહે છે:

  અદભુત ગઝલ.. પાંપણવાળા શેરને બાદ કરતાં બાકીના તમામ શેર કાબિલે-દાદ થયા છે.

  વાહ… વાહ… દોસ્ત… મજા આવી ગઈ !

 16. વિવેક ટેલર કહે છે:

  ફરી ફરીને આ ગઝલ વાંચું છું અને વાંચું છું એટલી વધારે ગમતી જાય છે…

 17. jjkishor કહે છે:

  હેમંતી સ્પર્શ !

 18. Pancham Shukla કહે છે:

  પાંપણ વાળા શેર સિવાય બધા શેર આશિક-માશુકાના ગુલાબી અંદાજવાળા અને તરત સમજાય એવા થયા છે. હેમંતી છટાથી શયદાયુગની ગઝલોનું નવા કલેવરમાં પુનઃ અવતરણ થતું હોય એવું અનુભવાય છે.

 19. વારંવાર માણવા જેવી ગઝલ.સતત અનોખું અનોખું રચવાના તમારા પ્રયાસો દાદને પાત્ર છે. બ્લોગજગતમાં તમારું આગવું સ્થાન છે. એ સ્થાન જેની હરકોઈને મુલાકાત લેવાનું ગમે. ધન્યવાદ.

 20. himanshupatel555 કહે છે:

  nice ghazal like everyone else i enjoyed it also.
  meet me @http://himanshupatel555.wordpress.com
  thank you hemantbhai.

 21. દિનકર ભટ્ટ કહે છે:

  દુઃખીને, ન્યાલને, સમજી શકું છું
  સમયની ચાલને સમજી શકું છું

  બહુ જ સમજ વાળી વાત કરી છે. – સુંદર

 22. પિંગબેક: » સમજી શકું છું » GujaratiLinks.com

 23. પિંગબેક: પુણેકરની હેમંતી રચનાઓ …(૧) : ગઝલમાંની ચિત્રાત્મકતા - વેબગુર્જરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s