પ્રણયભીની યાદો…

પ્રણયભીની યાદો લહર થઈ ગઈ છે
અગન અન્ય સૌ બેઅસર થઈ ગઈ છે

વિરહનો તણાવ આ સમય પર પણ આવ્યો
કે એકેક પળ એક પ્રહર થઈ ગઈ છે

મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે

મને જોઈને ફૂલ જેવું હસો છો
તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે

કવન ક્યાં છે? આ તો પ્રણયઊર્મિઓ છે
અનાયાસ જે માપસર થઈ ગઈ છે

કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

– હેમંત

છંદવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા

માપસર –> છંદમાં હોવું
કવન –> કાવ્ય

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

26 Responses to પ્રણયભીની યાદો…

  1. સુનિલ શાહ કહે છે:

    ભઈ વાહ..
    સરસ ગઝલ.
    પ્રત્યેક શેર કાબિલેદાદ છે અભિનંદન.

    મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
    હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે

    મને જોઈને ફૂલ જેવું હસો છો
    તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે

    આ શેર વિશેષ ગમ્યા.

  2. SV કહે છે:

    Nice ghazal, thanks for sharing.

  3. Sangita કહે છે:

    Nice!

    કવન ક્યાં છે આ તો પ્રણયઊર્મિઓ છે
    અનાયાસ જે માપસર થઈ ગઈ છે

  4. Chetan Framewala કહે છે:

    darek gazal ek unchaai prapt karti jaaya chhe.
    abhinandan
    Jay Gurjari
    Chetan

  5. urvashi parekh કહે છે:

    saras, hemantbhai,
    milan pan apnu,ane, mane joi phool jevu haso chho,
    ane koi dad aape na aape,
    aa khub gamyu.
    thanks.

  6. કુણાલ કહે છે:

    bahot khoob hemantbhai…

    badha j asha’aar khub majaanaa banya chhe…

    કવન ક્યાં છે? આ તો પ્રણયઊર્મિઓ છે
    અનાયાસ જે માપસર થઈ ગઈ છે

    aa sher khas gamyo…

  7. ”દીપ” કહે છે:

    wah… aakhi gazal khubas saras thaee 6e..

    મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
    હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે

    — pan, aa sher aakhi gazal ne ek aalagaz uchchai aape 6e…

  8. પંચમ શુક્લ કહે છે:

    મઝાની ગઝલ છે હેમંતભાઈ. ક્લાસીક્લ બાનીવાળી તમારી ગઝલો અસલના જમાનાના શાયરોની યાદ તાજી કરાવી જાય છે.

  9. devikadhruva કહે છે:

    કોઈ દાદ આપે ન આપે ગઝલને
    તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

    ખુબ ખુબ સરસ…..

  10. kirankumar7 કહે છે:

    આખી ગઝલ સરસ જ છે પણ ’ગુપ્તચર’ શબ્દને આટલો કાવ્યમય બનાવીને કમાલ કરી હેમંતભાઇ!

  11. સરસ ગઝલ થઈ છે હેમંતભાઈ….અભિનંદન.

  12. Dilip Gajjar કહે છે:

    very nice gazal with jandar makta
    tamw smit aapyu kadar thai gai chhe..

  13. Tejas Shah કહે છે:

    કોઈ દાદ આપે ન આપે ગઝલને
    તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

    વાહ! સરસ

  14. jjugalkishor કહે છે:

    સાધુ, સાધુ, હેમંત !!

    ઘણા સમયથી તમારા બ્લોગની મુલાકાત લઈ નહીં શકાયાનું દુઃખ –

    મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
    હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે

    આ શેરજીએ દુર કરી દીધું !!

    અન્ આયાસ માપસર વહી નીકળતી પ્રણયોર્મીઓને તો તમે જ અભીવ્યક્ત કરી શકો ! આને તો હું હેમંતશાહી જ કહીશ. આ શેર એક અનોખી છટા લઈને આવ્યો છે.

    આખી ગઝલને અંતરમાં ઝંકૃત થતી અનુભવાઈ.

  15. મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
    હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે

    મિલનની વ્યાપકતાની ખુબ અસરદાર રજૂઆત … મિલન થાય ત્યાં હવા હોય એમ નહીં પણ હવા જ્યાં હોય ત્યાં બધે જ મિલન એમ ગણીએ તો ?

    વળી,
    કોઈ દાદ આપે ન આપે ગઝલને
    તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
    ખુબ સરસ શેર.

  16. sapana કહે છે:

    કોઈ દાદ આપે ન આપે ગઝલને
    તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

    saras mapsar gazal thi gai.

    Sapana

  17. Mayur કહે છે:

    ભૈ વાહ !

    અદભુત ગઝલ

    visit my blog & leave your valuable comment

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

  18. વિવેક ટેલર કહે છે:

    વાહ દોસ્ત… વાહ !

    શું ગઝલ કહી છે ! જેમ જેમ ગઝલ આગળ વધે છે, શેર વધુ ને વધુ ધારદાર થતા જાય છે… અદભુતથી વધુ મોટો કોઈ શબ્દ જડતો નથી આ ગઝલની પ્રસંશા કરવા માટે…

    કમાલ કરી છે !

  19. વિવેક ટેલર કહે છે:

    તમારી જ કવિતાઓની લિન્ક ‘લયસ્તરો’ પર ‘કવિ ડૉટ કોમ’ પોસ્ટ પર મૂકવાની રહી ગઈ હતી… ક્ષમાયાચના સાથે એને યોગ્ય સ્થાને મૂકી દઉં છું:

    કવિ ડૉટ કોમ

  20. દિનકર ભટ્ટ કહે છે:

    કોઈ દાદ આપે ન આપે ગઝલને
    તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

    તમારી અભિવક્તિ બહુજ સરસ અને છંદબધ્ધતો છે જ…સુદર

  21. યશવંત ઠક્કર કહે છે:

    હેમંતભાઈ.
    આ તમારી ગઝલ માટેની ધીરજ.ખંત અને લગનનું પરિણામ છે. મિત્રોની હા માં હા મિલાવવી જ રહી!

  22. Ramesh Patel કહે છે:

    શ્રી હેમંતભાઈ

    આપની ગઝલનો રસાસ્વાદ હયાતીના હસ્તાક્ષરમાં આદરણીય શ્રી સુરેશભાઈ દલાલ

    દ્વારા દિવ્યભાસ્કરમાં,કેલીફોર્નીઆમાં માણેલો અને આપની મીઠી યાદ આવી ગઈ હતી.

    શબ્દસાગરમાં મારી ગઝલસદૃશ ક્રુતિને આપે સદા યાદગર રહે તેમ માર્ગદર્શન આપેલ.

    આપના કૌશલ્યને અંતરથી શુભેચ્છા.

    રમેશ પટેલ(આકાશદીપ)
    ઉત્કટ પ્રેમની રચના..રટે રાધા

    રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel

  23. પિંગબેક: » પ્રણયભીની યાદો… » GujaratiLinks.com

  24. પિંગબેક: મારું ગઝલપઠન અને એક નવી ગઝલ | હેમકાવ્યો

  25. પિંગબેક: પ્રણયભીની યાદો – હેમંત પુણેકરટહુકો.કોમ | ટહુકો.કોમ

Leave a reply to દિનકર ભટ્ટ જવાબ રદ કરો