લલગાગા લલગાગા

આ વિશ્વના લયનું લલગાગા લલગાગા
સ્પંદન છે હૃદયનું લલગાગા લલગાગા

નક્ષત્ર, ગ્રહો, સૂર્ય, શશી – શબ્દ ગગનનાં
ને અસ્ત-ઉદયનું લલગાગા લલગાગા

ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા

તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા

આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

યાદોના ભરાવાનો આ કાગળ પર ઉતારો
સંચય અને વ્યયનું લલગાગા લલગાગા

શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
સર્જન ને વિલયનું લલગાગા લલગાગા

મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
સંધાન ઉભયનું લલગાગા લલગાગા

“હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
બાકીના વિષયનું લલગાગા લલગાગા

– હેમંત

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

22 Responses to લલગાગા લલગાગા

  1. આજે એક અલગ જ રદીફ – “લલગાગા લલગાગા” સાથે લખાયેલી ગઝલ પોસ્ટ કરું છું. રદીફ જ એવો છે કે (ખાસ તો છંદોથી અજાણ મિત્રો માટે) થોડીક પ્રસ્તાવના આપવી જરૂરી છે.

    કોઈ અક્ષરના ઉચ્ચાર માટે લાગતાં સમયના આધારે એનું વજન લઘુ (લ) અથવા ગુરુ (ગા)એમ નક્કી થાય છે. લઘુ-ગુરુની ચોક્કસ સંરચના વાપરીએ તો લખાણ છંદમાં છે એમ કહેવાય. હવે આ નીચેની પંક્તિ એક શ્વાસે વાંચો (ખાલી જ્ગ્યા હોય ત્યાં થોડોક વિરામ આપો)

    ગાગા લલગાગા લલગાગા લલગાગા

    આ પઠન જો પાંચ છ વાર કરશો તો એક લય/ધૂન/ટ્યુન બની હોવાનું જણાશે. જેમ કે આપણે કોઈ ગીત ગણગણતાં હોઈએ એવું લાગશે. બસ આ લયબદ્ધતા જ છંદબદ્ધ કાવ્યોનો પ્રાણ છે.

    જે છંદનું ઉદાહરણ મેં લીધું એ થોડો અઘરો છંદ ગણાય છે અને એમાં ગઝલ લખવાની ઈચ્છા હતી. રઈશભાઈએ એની સરસ ટેકનીક શીખવાડી કે આ લય મનમાં સતત ચાલતો રહે તો શબ્દો આપોઆપ એ લયમાં પકડાઈને આવે અને ગઝલ લખવું સહેલું થઈ જાય. શું લખવું એ નક્કી નહોતું પણ એક વાત મનમાં ઘોળાતી હતી કે જે ક્રમિકતા છંદોમાં છે એવી જ ક્રમિકતા જીવનમાં પણ જોવા મળે છે. બસ “લલગાગા લલગાગા” એ ક્રમિકતા સૂચક રદીફ બની ગયો અને આ પંક્તિઓ સ્ફૂરી.

    પછી જીવનમાં દેખાતી અનેક ક્રમિકતાઓ ના રંગ આ ગઝલમાં ઊમટ્યાં.

  2. Himanshu Bhatt કહે છે:

    Hemant

    It was good to see your ghazal after a long time. I loved the following two shers a lot.

    આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
    ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

    “હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
    બાકીના વિષયનું લલગાગા લલગાગા

    This meter reminds me of the beautiful song from Nikah – beete hue lamaho ki kasak saath to hogi …

  3. Pancham Shukla કહે છે:

    સુંદર રચનાત્મક પ્રયોગ.

    શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
    સર્જન ને વિલયનું લલગાગા લલગાગા

    ઉલા-મિસરામાં શબ્દો અને પંક્તિના પુનરાવર્તનથી જે વાત રજૂ કરવી છે એ સુપેરે પામી શકાય છે.

  4. KAVI કહે છે:

    ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
    ખળખળવું સમયનું લલગાગા લલગાગા

    kharekhar majaa aavi

  5. Natver Mehta કહે છે:

    સુંદર પ્રયોગ અને સરસ રચનાઓ.
    મને છંદની ગતાગમ પડતી નથી પણ શિખવું જરૂર છે. જનાબ રઈશ મણિયારનુ પુસ્તક અહિં શોધું છું પણ મળતું નથી. પ્ર્કાશકનું નામ અને સરનામુ મને મોકલાવવા કૃપા કરશો. રઈશભાઈ ન્યુ જર્સી આવ્યા ત્યારે એઓએ બધા પુસ્તકો વહેંચી દીધેલ અને હું બાકી રહી ગયેલ.
    હું પણ કવિતાઓ લખું છું અને આજે જ કવેશ્વર ડો વિવિકભાઈ ટેલરે (લયસ્તરો) મારી એક કવિતા માટે કોમેંટ કરી એટલે ધન્ય ધન્ય થઈ ગયો. જાણે મોટું ઈનામ મળી ગયું. આપ ડો. વિવેક, ઊર્મિબેનને વાંચી વાંચી માણ્યા છે.
    હા મારી વાર્તાઓ ઠીક્ ઠીક હોય છે બાકી કવિતાઓમાં/ગઝલોમાં છંદ વગર નકામું !
    સમય કાઢી મારા બ્લોગ્સની મુલાકાતે પધારશો.

  6. સુનિલ શાહ કહે છે:

    સરસ..પ્રયોગશીલ રચના.. બધા જ શેર ગમી ગયા. અભિનંદન

  7. Sangita કહે છે:

    Hemant,

    Very nice and unique ghazal, as usual!

  8. sapana કહે છે:

    Hemantbhai,
    sarsa gazal.
    તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
    ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા
    aa panktio khub gami.
    sapana

  9. વાહ હેમંત… ખુબ જ સુંદર..

  10. Tejas Shah કહે છે:

    ખુબ જ સુંદર.
    સુંદર રચનાત્મક પ્રયોગ.

  11. Pinki કહે છે:

    આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
    ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

    મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
    સંધાન ઉભયનું લલગાગા લલગાગા

    v.nice.

    v. innovative a differnt raddif !!

  12. deepak કહે છે:

    ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
    ખળખળવું સમયનું લલગાગા લલગાગા

    વાહ… મારે પણ એજ કહેવુ કે લગે રહો.. લગે રહો.. એટલે કે.. લલગાગા.. લલગાગા. 🙂

  13. razia કહે છે:

    સુંદર, ખુબ સુંદર રચનાઓ, કંઇક જુદુંજ.

  14. Chetan Framewala કહે છે:

    vaah,
    ghaNo samay net thi dooor hato, lage Chhe ghaNu miss thayu chhe.

    Jay gurjary,
    Chetan

  15. urvashi parekh કહે છે:

    rachna ghani j saras chhe.
    badhi j pankti o saras chhe.
    abhar.

  16. sapana કહે છે:

    sunder rachana.mane tamaro bog khub gamyo.

    sapana.

  17. હેમંતભાઇ આપનો આભાર – છંદીની સમજણ આપવા વિષે.
    આપની કવિતા કાબિલે દાદ છે.

    આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
    ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

    એક સચોટ વિરોધાભાસ રજુ કરી દીધો છે.
    લલગાગા લલગાગા થકી.

    તારક મહેતાના ઉલટા ચશ્મા- માં બબીતાને જોઇએ જેઠાની જે દશા થાય છે; તે લલગાગા લલગાગા જેવું જ છે. એક કોમન મેન કેવો હોય, તો જેઠા જેવો જ હોય. અને તમે તે વાતને છંદ દ્વારા સરસ રીતે ઓછામાં ઓછા શબ્દોમાં રજુ કરી છે.

    આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
    ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

    આપને ખૂબ ખૂબ અભિનંદન.

  18. વાહ હેમંતભાઈ….
    સરસ પ્રયોગ અને ખરેખર તો મને એની પાછળની મથામણને દાદ દેવાનું વધારે ગમશે.
    રદિફનું નાવિન્ય પણ ગમ્યું.અભિવ્યક્તિ બાબતે તો કોઈ સવાલ જ નથી….ઑલ ટાઈમ હીટ.
    મારા બ્લોગપર છેલ્લે પોસ્ટ કરેલી ગઝલ અંગે કૉમેન્ટ વિભાગમાં થયેલ ચર્ચા તમને ય ગમશે.

  19. પિંગબેક: થોડુંક આમ જ! | | GujaratiLinks.comGujaratiLinks.com

  20. પિંગબેક: » લલગાગા લલગાગા » GujaratiLinks.com

Leave a reply to Pancham Shukla જવાબ રદ કરો