સ્વયંની શોધ

જાણીશ કેમ જગને જો વિસ્મય નહીં કરે?
જાણીશ જાતને જો તું સંશય નહીં કરે

તું તારવી લે તર્કથી વૈફલ્ય તર્કનું
બુદ્ધિ પછી પ્રવાસમાં વ્યત્યય નહીં કરે

શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક
શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે

જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

– હેમંત

છંદ-વિધાનઃ ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા

થોડાંક શબ્દાર્થઃ

પ્રત્યય – જાત-અનુભવ
વૈફલ્ય – વિફળતા, નિરર્થકતા
વ્યત્યય – રૂકાવટ

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

28 Responses to સ્વયંની શોધ

 1. વિવેક ટેલર કહે છે:

  સુંદર ગઝલ. મક્તાનો શેર ઠેઠ ભીતર સુધી અડી ગયો. પ્રત્યયનો આ અર્થ આજે જ જાણ્યો. આભાર કહેવું પડશે કે?

 2. સુનીલ શાહ કહે છે:

  ચાર સુંદર શેર…અર્થ આપ્યા તે સારું કર્યું. આભાર

 3. જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  very nice. Sundar abhivyakti.

 4. Chirag Patel કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  દ્રષ્ટી જાગી, હેમંત. હવે, બસ આગળ વધો.

 5. Kaustubh Bhagat કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  maja padi gai vachi ne….. mahabharat ma shrikrina ne arjun ne દિવ્યદૃષ્ટિ aapvi padi hati.. pachi sachu darsan thayu…. aatyare aap kahu em jagad vani jarur che… યુદ્ધ to chulu che…

  school na divaso yaad avi gaya…

  ek vat yaad che jare aap e kahiyu hatu ke bije divase bakru avine rope khai jay to pachi vava no matlab nathi..

  regards,
  hemant……. bhai……….

 6. Pancham Shukla કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  છંદ-વિધાન અને રદીફ બેન્નેએ તરત ધ્યાન ખેચ્યું; અને એ પણ સફળતાથી.

  આમ તો ચાર શેરમાં જ ઘણું કહેવાઈ ગયું છે, છ્તાં ભવિષ્યમાં એક વધુ શેર પ્રગટે એવી શુભેચ્છાઓ પાઠવું છું.

 7. Deepak કહે છે:

  good but on self (Chaitanya jiv) is something differ as in KABIRS Novels

 8. સુરેશ જાની કહે છે:

  સાવ સાદી વાતની સુંદર અભીવ્યક્તી.
  થોડા અઘરા શબ્દો નીવાર્યા હોત તો?

 9. Shah Pravinchandra K કહે છે:

  બહુજ સરસ.
  અંતર-સંતૃપ્તિનો ભાવ જન્માવતું સર્જન.
  અભિનંદન.

 10. Gunjan Gandhi કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  બહોત અચ્છે….

 11. vijay કહે છે:

  Very Good!
  you increase my Gujarati vocabularies too.

 12. Rajiv કહે છે:

  હેમંત,

  ખુબ જ સુંદર રચન… દરેક શબ્દે વાહ વાહ એમ બોલી જવાયુ…! અને આખરી શેર (મક્તા)તો ખુબ જ ગમ્યો…

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  રાજીવ

 13. Heena Parekh કહે છે:

  શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક
  શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે
  આ પંક્તિ વધુ ગમી.

 14. jugalkishor કહે છે:

  હેમંત, તમે સાચ્ચે જ કવીકર્મ કર્યું છે !! આટલી અઘરી અને છતાં આજે ખુબ જરુરી એવી વાતને સહજધર્મે તમે સૌ સમક્ષ મુકી છે.

  તમે પ્રત્યય, વ્યત્યય જેવા મજાના શબ્દોનો સુંદર વીનીયોગ કરી બતાવ્યો છે. એમાંય વીસ્મય અને સંશયને પાસે પાસે મુકીને તો કમાલ જ કરી છે.

  અભીનંદન તો બહુ ઓછા પડે એવી રચના આપી છે….
  ‘વાહ્’થી વધુ કંઈ સુઝતું નથી !

 15. jayeshupadhyaya કહે છે:

  હેમંતભાઇ
  આટલા સરસ શવ્દો અને ભાવ અને પ્રતિભાવ
  સરસ સરસ

 16. pragnaju કહે છે:

  ખુબ સુંદર
  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
  કેવૂં સર્વાંગ સુંદર દર્શન
  ગાંધીજીનાં પ્રિય ભજનની આ પંક્તી યાદ આવી
  નથી રામ વિભુતી ચોળ્યે
  નથી ઉંધે શીશ ઘોળ્યે
  નથી નાર ત્યજી વન સંચરતા
  મળે ન આત્ામ ખોળ્યે…

 17. mehul કહે છે:

  Hemant bhai…keharekhar bahu j saras lakhyu che….tamari common style thi thodu hat ke che..ke pachi aaj tamari style che…..amazing one……..

 18. chetan framewala કહે છે:

  સુંદર અભિવ્યક્તિ….

  ઓછું લખી ને ઘણું કહી ગયા….

  અભિનંદન,,,,

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

 19. Deepak Doshi કહે છે:

  Dear Hemant,
  It gives me pleasure to see you gazals and specifically your inclination towards inner world.
  Wish you all the best
  Deepak Doshi

 20. Lata Hirani કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  liked very much….congrets

 21. devika dhruva કહે છે:

  તું તારવી લે તર્કથી વૈફલ્ય તર્કનું
  બુદ્ધિ પછી પ્રવાસમાં વ્યત્યય નહીં કરે
  ખુબ અર્થસભર વાત કરી તમે….

 22. KAVI કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે

  gamyu….

 23. Pinki કહે છે:

  વાહ્.. હેમંતભાઈ,
  ખૂબ જ ઓછા શબ્દોમાં ખૂબ ગહ્.ન વાત કહી
  અને છતાં કાવ્યસૌંદર્ય જળવાય છે …

  અભિનંદન તો ના અપાય કારણ
  ઈશ્વર ખુદ કલમ બની ગઈ છે તો …

  આમ જ ઈશ્વરીય પ્રેરણા મળતી રહે તેવી શુભેચ્છા !!

 24. Pinki કહે છે:

  હેમંતભાઈ,
  થોડું કંટાળાજનક લાગે એવું સજેશન….
  ગઝલની નીચે તમે છંદવિધાન તો લખો છો
  પણ commentsમાં તમે આખી ગઝલની
  એક એક લાઈન નીચે જો લઘુ ગુરુ લખીને દર્શાવો
  તો અભ્યાસુને ખૂબ જ સરળતા રહેશે.
  માન્ય છૂટનો પણ ઉલ્લેખ કરશો.
  every time …….. thanks

 25. Himanshu Bhatt કહે છે:

  જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
  વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કર

  Exceptional sher!

 26. Ramesh Patel કહે છે:

  penitrate deeply and sweetly.
  Really હેમંત દિવ્યતા

  Congratulation for such nice thoughtful poetry.

  Ramesh Patel(aakashdeep)

 27. રાજની ટાંક કહે છે:

  “શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક
  શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે”

  ખુબ જ સરસ હેમંતભાઈ

  ખુબ ખુબ અભિનંદન..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s