ગુલામી હોય છે

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

– હેમંત

છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

This entry was posted in ગઝલ and tagged . Bookmark the permalink.

30 Responses to ગુલામી હોય છે

 1. આજનો જમાનો સ્વતંત્રતાનો જમાનો છે. દરેકને સ્વતંત્રતા જોઈએ છે, પોતાની space જોઈએ છે. કોઈની ગુલામી કરવી નથી. હું પોતે પણ એમાં અપવાદ નથી.

  પણ હું ઘણીવાર વિચારું છું કે સ્વતંત્રતા અને સ્વછંદતામાં તફાવત શું છે? શું હું સ્વતંત્રતાને બરાબર રીતે સમજ્યો છું? કે પછી મારી સ્વતંત્રતા એ એક અલગ પ્રકારની ગુલામી જ છે? આ વિચારમંથનના સારરૂપ શેર સાથે ચાલુ થાય છે, સ્વભાવે અંતર્મૂખ એવી એક ગઝલઃ ગુલામી હોય છે

 2. જુગલકીશોર કહે છે:

  તમે તો ભર ઉનાળે હેમંતનો અનુભવ કરાવ્યો !!
  બહુ જ સુંદર અને સશક્ત ગઝલ છે. અભીનંદન આપું એટલાં ઓછાં !

  છેલ્લા ત્રણમાંના કયા શેરને પ્રથમ નંબર આપવો તે નક્કી થઈ ન શકે !!

 3. chetu કહે છે:

  દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
  આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

  very nice..

 4. nilamdoshi કહે છે:

  પહેલો શેર વાંચીને થયું.ઓહ સરસ્.
  પણ બધા વાંચ્યા પછી કોઇ એક પસંદ કરવો અઘરો બની ગયો.

  આખી ગઝલ ખૂબ ગમી..અભિન્ંદન હેમંતભાઇ..

 5. HARSHAVADAN કહે છે:

  Thank u very much for sending a Fantastic GAZZAL.
  pl accept my thanks for involving my favourite subject.
  pl touching with this live GUJARATI GAZZAL ANY MANY GUJARATI LITERATURE.

  Omce again thanQ.

  HARSHAVADAN

 6. HARSHAVADAN કહે છે:

  Thanks for GAZZAL.
  It is my favourite subject and i am intrested in gujarati
  Litreture.
  as a aamchi MAharastian u are a good loving gujrati Litreture.

  pl. send me more ……………..

  THAnks

 7. Sangita કહે છે:

  Very very nice ghazal! Each sher/whole ghazal is excellent!

 8. Himanshu Bhatt કહે છે:

  આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
  મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

  નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
  આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

  Hemant

  This is a wonderful ghazal. All the shers are powerful. I liked these two the most.

  Himanshu

 9. નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
  આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

  sundar gazal.. Hemant

 10. સુરેશ જાની કહે છે:

  એકે એક શેર સરસ છે. પણ ….
  દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
  આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

  આ શેર બહુ જ ગમ્યો.

 11. સુનીલ શાહ કહે છે:

  આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
  મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

  ખુબ સુંદર અભીવ્યક્તી છે દોસ્ત..સરસ ગઝલ.

 12. Milind Deshpande કહે છે:

  Nice Gazal

  I like that Na-Nami very much.

 13. કુણાલ કહે છે:

  saachche j hemantbhai !!! .. darekedarek sher hradaysparshi !! .. aakheaakhi gazal j fari muki dau !! .. 🙂

  મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
  એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

  દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
  આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

  આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
  મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

  સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
  માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

  નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
  આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

 14. હરીશ દવે કહે છે:

  શબ્દોનો અર્થપૂર્ણ ઉપયોગ અને તેમાંથી નીપજતી સુંદર રચનાઓ. અભિનંદન, દોસ્ત! તમારી કૃતિઓ વાં ચવાની મઝા આવે છે.
  પ્રગતિ કરતા રહો! ….. હરીશ દવે અમદાવાદ

 15. jayeshupadhyaya કહે છે:

  કયો શેર સારો ને કયો વધુ સારો ની જફામાં પડતો નથી
  આખે આખી ગઝલ ગમી

 16. raju કહે છે:

  It is very good..

  Dear Hemantbhai, it is toooo goooodddd.
  દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
  આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

 17. chetan framewala કહે છે:

  હેમંતભાઈ,

  બહુ સુંદર ગઝલ…..

  આપના સૌ શેરમાં અદભુત રવાની હોય છે
  આપની ગઝલો બધી કેવી મજાની હોય છે !

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

 18. pragnaju કહે છે:

  “મારી સ્વતંત્રતા એ એક અલગ પ્રકારની ગુલામી જ છે? આ વિચારમંથનના સારરૂપ શેર સાથે ચાલુ થાય છે…” આ વાત સાથે આપણે સંપૂર્ણ સંમત ન થઈએ પણ આ સંપૂર્ણ ગઝલ પર સહજ આફરીન થઈ જવાય! સમાજમા વાઘની સ્વતંત્રતામાં બકરીનું શું? તે દાંતરડા જેવો પ્રશ્ન રહેવાનો જ…આ શેર વધુ ગમ્યો…
  નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
  આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે
  યાદ આવ્યા– જયંત શેઠ
  જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
  નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
  દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
  વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

 19. Vijaykumar Shah કહે છે:

  Congrates!

  all shers are wonderful

  I am posting kavyarasasvad on my blog today

  http://www.vijayshah.wordpress.com
  &
  http://www.vijayshah.gujaratisahityasarita.org

 20. Gaurav કહે છે:

  Tame tamne ugto suraj mano k nahi,
  amari to tamne salami hoy 6e……

  excellent.

 21. વિવેક ટેલર કહે છે:

  ફરી એકવાર સાદ્યંત સુંદર રચના… બધા જ શેર સુંદર… છેલ્લા ત્રણ શેર તો યાદગાર નીવડે એવા બળુકા થયા છે.

  સુનામી અને નનામીનો પ્રયોગ એટલી સરસ અને સહજ રીતે કર્યો છે કે વાહ ઉસ્તાદ, વાહ ! કહ્યા વિના, વારંવાર કહ્યા વિના રહી શકાતું નથી….

 22. Rajiv કહે છે:

  હેમંત,

  ખુબ જ સુંદર રચના… બધા જ શેર પર વાહ વાહ કહેવાય એવી સુંદર રચના…

  ખુબ ખુબ અભિનંદન…

  રાજીવ

 23. hiten shah કહે છે:

  hematbhai mast gazal !!!!!

 24. KAVI કહે છે:

  nice
  દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
  આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

  bcoz of my outing i could see it late but nice.
  i appriciate yr Gazals in many ways.

 25. દક્ષેશ કહે છે:

  નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
  આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

  જીવનનું નગ્ન સત્ય માત્ર બે પંક્તિઓમાં … કહેવું પડે ! કાશ, લોકો એ સમજી શકતા હોત …

 26. Rakeshbhai panchal કહે છે:

  tamari gazzal mane bahu sundar lagi

 27. jafarvadsariya કહે છે:

  atisundar ,,,,,nam pacchl jindgibhar dodvu aele jshe akhare je jay cche ae to na nami hoycche

 28. pramath કહે છે:

  સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
  માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

  Needs change! Even setting Sun was regularly worshiped for thousands of years.
  See http://en.wikipedia.org/wiki/Atum for details!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s