એક ને એક બે

ગોરા લોકો અમારા દેશમાં વેપાર કરવા આવ્યાં
અને રાજા બની બેઠાં

રાજા બન્યાં પછી એમણે બધાને શિક્ષણ આપ્યું
બધાને શિખવાડ્યું “એક ને એક બે”

આમ તો અમનેય આવડતું’તું થોડું ઘણું
પણ એમણે બધ્ધા…ને શિખવાડ્યું
“એક ને એક બે”

પછી “એક ને એક બે” ના જોર પર એમણે ઘણું બધું કર્યું
રેલવે લઈ આવ્યાં, સિનેમા લઈ આવ્યાં, રેડિયો લઈ આવ્યાં, યંત્રો લઈ આવ્યાં
બધું “એક ને એક બે” ના જોરે ચલાવ્યું

અને એ જોરનો એટલો બધો શોર કર્યો કે
અમે માની લીધું કે બસ આખી દુનિયા એટલે આટલું જ છે
“એક ને એક બે”

એ ગયાં, પણ અમારી આંખોને પૂર્ણપણે આંજીને ગયા
“એક ને એક બે”ની ઝાકઝમાળથી

“એક ને એક બે” નો ખેલ હજુ ચાલું જ છે
ટીવી, ફ્રીઝ, એસી, ગાડીઓ, વિમાનો, રોકેટો, અવકાશયાત્રા, કમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ …

આજે અમને બસ એટલું જ યાદ છે, એટલું જ ખબર છે
“એક ને એક બે”
અને અમે ભૂલી ગયા છીએ
કે આંગળીના વેઢે થઈ શકતી આ ગણતરીથી ઊંડી
એક દુનિયા છે
એ ગણનારાની અંદરની દુનિયા
અમને ખબર જ નથી કે એવું કંઈક હોઈ શકે

કારણ કે અમે
અમારી સંસ્કૃતિ પર થયેલા બળાત્કારમાંથી પેદા થયેલી સંતાનો છીએ
કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર પેદા કરનારી અમારી મા
અમને સાવ useless લાગે છે

અમને બસ એક જ વાત ગમે છે, સાચી લાગે છે
અમારા ગોરા બાપે અમારા મનમાં ઊંડે સુધી
ઘાલી-ઘુસાડી દીધેલો મંત્ર
“એક ને એક બે”

-હેમંત પુણેકર

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

17 Responses to એક ને એક બે

 1. hemantpunekar કહે છે:

  આજે ભારતમાં વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર અને અંધશ્રદ્ધા નિર્મૂલનમાં જોતરાયેલા કેટલાક એવા લોકોની વાત કરવી છે કે જેમના મતે ભારતીય સંસ્કૃતિએ અધ્યાત્મ ક્ષેત્રે સાધેલી પ્રગતિ નિરર્થક છે. કોઈપણ જાતની ઊંડી જાતતપાસ કર્યા વગર, કોઈ યોગ્ય ગુરુની શોધ કરી એને વિનમ્રતાથી પ્રશ્ન કર્યા વગર આ લોકો આપમેળે એવા નિષ્કર્ષ પર પહોંચી ગયા છે કે અધ્યાત્મ સમાજનું દુશ્મન છે.

  આ ઉપરાંત એવા લોકો પણ છે જે પેદા તો આ ધરતીમાં થયા છે પણ એના મૂળથી પૂર્ણપણે કપાયેલા છે. અંગ્રેજી ન્યુઝ ચૅનલ્સ પર આવતી ચિબાવલીઓને તો વડોદરા, વદોદરા કે વડોડરામાંથી સાચો ઉચ્ચાર કયો એ પણ ખબર નથી. આ લોકો પણ ઉપરના સમૂહ સાથે ભળેલા છે.

  પાશ્ચાત્ય જગતનું અનુકરણ કરનારી આપણી શિક્ષણવ્યવસ્થાને કારણે આ વિચારોના અંશ આપણા બધામાં ઓછાવત્તા પ્રમાણમાં રહેલા છે.

  આવા લોકોની દૃષ્ટિએ વિજ્ઞાન એ જગતનું એકમાત્ર સત્ય છે અને અધ્યાત્મ એ આપણા સમાજનું સૌથી મોટુ દુષણ. હું પોતે M.Tech. છું. મેં Technology માં સંશોધન કર્યું છે, કરું છું. પણ છતાં હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આખુ વિજ્ઞાન એ “એક ને એક બે” થી વધારે કંઈ નથી. યોગ્ય રીતે સમજાવનાર કોઈ હોય (જેમ કે સફારી મૅગેઝીન) તો જેમ એક ને એક બે સમજી શકાય એટલી જ સરળતાથી Black holes ને લગતા સમીકરણો પણ સમજી શકાય. પણ માનવનું આંતરિક વિશ્વ આ “એક ને એક બે” થી ઘણુ વધારે ઊંડુ અને વિશાળ છે. પણ આપણે આ બધી વાતો ભૂલી ગયા છીએ. એની જ વાત કરે છે “એક ને એક બે”

 2. Hemang Parekh કહે છે:

  Hi Hemant !

  Nice to read yr writings. I am totally agree with you. Please send the same kind of material.

  I am Hemang Parekh residing in Valsad (South Gujarat) an doing my own business of Computer Training. I am imparting personalised coaching for computer.

  I am also running musical group ‘NaadGurjari” with my sister. I really like your approach towards life and literature. Keep it up man.

  Once again Hates of you. By and take care.

  Hemang Parekh

 3. nilam doshi કહે છે:

  કેટ લી સાચી વાત… વેધક રીતે કહેવાઇ છે…એક ને એક બે..જીવનભર આ જ કરતા રહીએ છીએ ને ? થોભ્યા કે થાકયા વિના..

  અભિનન્દન..હેમંતભાઇ…

  નીલમ દોશી

  http://paramujas.wordpress.com

 4. Chetan Framewala કહે છે:

  હેમંતભાઈ,
  અભિનંદન….
  આપણને ગોરાઓએ બસ ૧ + ૧ = ૨ ,એટલુંજ શિખવ્યું પણ ૦(શૂન્ય) તો ભારતે આપ્યું છે…
  પણ પશ્ચિમીયતનાં આંધળા અનુકર કરતાં આપણે આપણા આત્મા ને જડ બનાવી દીધો ને આ ભૌતિકતાની ભીડ માં ચેતન ને ખોઈ બેઠાં.
  આમ સમયાંતરે આત્માને ઢંઢોળતા રહીયે …. કદાચ ફરી ચેતન થઈએ….

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 5. Spiritualist કહે છે:

  Very true Hemant, Excellent poem. There are few people who think that if thy talk or think about the word ‘spiritual’, they will be perceived as butt headed religious folks. Criticizing spirituality/religion is a recent trend among well-educated people. There has to be a balanced approach towards science. I also agree that science is powerful but it has yet to develop a lot to agree on (or deny) certain claims such as reincarnation. There are few stony brains (or so called pseudo rationalist), who ridicule the whole idea of accepting the limitations of science.

 6. કુણાલ કહે છે:

  ખુબ જ સરસ વાત કરી તમે હેમંતભાઈ … લાંબા સમયે આવ્યા અને ખુબ જ મજાની વાત લઈને આવ્યા …

  સાચી વાત છે … આજની પેઢીને સાચે જ ભારતીય આધ્યાત્મ વિશે સાચું ગ્ન્યાન આપવાની જરૂર છે …

  રાજયોગ વિશે અને ગીતાના આખરી અધ્યાયમાં જેમ શ્રી કૃષ્ણ કહે છે તેમ બધા માર્ગ એની જગ્યાએ .. પણ મારી શરણમાં આવ … એ રીતે ખરા અર્થમાં ઈશ્વર સાથેનું કનેક્શન સાધવાનું દરેક વ્યક્તિ શરુ કરી દે તો આ બધા દુ:ખો સહેલા થઈ જાય અને બધું સહજ લાગવા માંડે !!!

 7. Niraj કહે છે:

  ખૂબ સરસ હેમંતભાઈ.. ચોટદાર વાત સરસ રીતે રજૂ કરી.. આપણા જ લોકો પાશ્ચાત્ય અનુકરણને પગલે આધ્યાત્મને દુષણ કહે છે જ્યારે એજ પાશ્ચાત્ય દેશો આપણા આધ્યાત્મ તરફ વળી રહ્યા છે. જેની પાછળ આ કહેવાતા વિકસીત દેશો ઘેલાં બન્યા છે એ યોગવિદ્યા આપણી આધ્યાત્મ સંસ્કૃતીની જ દેન છે.. આપણી સરકાર કે શિક્ષણખાતું આ વાત સમજે અને શિક્ષણમાં વિજ્ઞાનની જોડે જોડે આધ્યાત્મને પણ સ્થાન આપે તો આવનારી પેઢી પોતાના વારસા પર ગર્વ કરી શકે.

 8. સુરેશ જાની કહે છે:

  થોડીજ જુદી વાત કરું? મને પ્રવાહથી અળગા તરવાની આદત છે. માટે મારી આ આદતને મુક્ત મને વાંચશો અને વીચારશો, તેવી વીનંતી
  ——-
  એક અને એક બે એ પણ સાચું છે. એ પણ પશ્ચીમે નહીં- ભારતે જ આપ્યું છે.

  અને શુન્ય પણ સાચું છે. એ પણ ભારતે જ આપ્યું છે.

  કબુલ –
  હું પણ અમેરીકામાં રહેતો પણ દીલથી પુર્ણ ભારતીય છું.

  પણ આપણે આ ભવ્ય ભુતકાળના ગાણાં જ ગાયાં કરવા છે? જે નેત્રુત્વ ભારતે વીશ્વને બે હજાર, ત્રણ હજાર વર્શ પહેલાં આપ્યું હતું, તેવું , તે કક્ષાનું નેત્રુત્વ આવા ગાણાં ગાયા કરવાથી નહીં આપી શકીએ. વીજ્ઞાનની સીમાઓ પર નવાં સંશોધનો કરવા પડશે. અને તે તો અનંતની જેમ અસીમ છે. વીજ્ઞાનના બધા ફાયદા ઉઠાવતા આપણે તેને ગોરાઓની ઉપજ કહી અવગણી ન શકીએ. કોણ ચૌદમી સદીની જીવન વ્યથાઓ વેંઢારવા તૈયાર છે. અરે ! એક અઠવાડીયું આદીવાસીઓ જોડે તો રહી જુઓ, અગરીયાઓ સાથે રહી જુઓ . વીકાસની શી જરુર છે, તે સમજાશે.
  —————-
  ભારતીય અધ્યાત્મનો બીજા કોઈ ધર્મમાં જોટો નથી. કબુલ….
  પણ,
  એ અધ્યાત્મની હજારો દુકાનો ખોલી બેઠેલા, સમાજના પાયાને નબળો બનાવતા, અંધશ્રદ્ધા ફેલાવતા, સંપ્રદાયોને આપણે જાકારો આપી મુક્ત મનના વીચારો જન્માવતા ક્યારે થઈશું?

  સમાજમાં ઘર કરી બેઠેલા પુર્વગ્રહો, પછાત માનસ અને બંધીયાર મનોવ્રુત્તીને કોણ ઢંઢોળશે?
  નીજાનંદમાં જ મસ્ત બુધ્ધીજીવીઓ સમાજ માટે પોતાનું આ ઉત્તરદાયીત્વ ક્યારે સમજતા થશે?
  વીવેક બુધ્ધી આવશે ત્યારે ….

 9. Maverick કહે છે:

  Hi Hemant,

  I am not very much convinced here. I would like to add my two cents.

  As far as my understanding about Hindu philosophy goes, it is a wide and contradicting collection of philosophies. There is Gandhi who believes in absolute truth and then there Krishn whose definition of truth is “Sabka kalyan kare vahi sach”. I am just trying to bring a point why we have to get into this huge paradoxes? Why can’t we just follow our commonsense? Why not only Hindus but everyone in the world try themselves to relate to the entities and eventually don’t even care to follow them but preach about those entities.

  I don’t want to waste anybody’s time here. I personally want to follow truth and I am living it. I appeal everyone to get out of these GoraKala-ism and move forward and achieve new heights for the betterment of India and world.

  Peace!

  Chintan

 10. pravinash1 કહે છે:

  Hello

  1 plus 1 is two.
  There is nothing new.
  weather it is said by white, black or Indian.
  Mainthing is we have a habit to be influenced by others.
  Why can’t we listen to our own voice.
  It is crystal clear that Yoga, Meditation and spiritual Ideas of
  India is very much popular and in fashion.
  Quit the habit of praising ‘Imported.’ Be happy and proud what we have.

 11. dipti patel 'shama' કહે છે:

  Hemant, tamari vaat ghana anshe sachi che, India is still The Best in many aspects, has contributed a lot to the World not only spiritually or religeously, but also scientifically. To an extent, I agree with the opinion of Shree Suresh Jaani. bas, aa shabdo thodak man ma khatkya…..
  અમારી સંસ્કૃતિ પર થયેલા બળાત્કારમાંથી પેદા થયેલી સંતાનો છીએ
  કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર પેદા કરનારી અમારી મા
  અમને સાવ useless લાગે છે.

  Indian culture is alive as usual, it can not be rapped by any other culture…ane aapni maa, ane useless kai rite kahi shakay?
  Haju tya veer ratno pake j che, pakta j hashe ane raheshe, bhale teno prakash koine aanje ke nahi….

  hope u will take this in good spirit. regards…

 12. વિવેક ટેલર કહે છે:

  તમે યાર અછાંદસ પર પણ હાથ અજમાવો છો?

  અભિનંદન…

 13. Pinki કહે છે:

  વાહ્!! ….
  વાત સાચી કે ખોટીની નથી…….
  દરેક સિક્કાને બે બાજુ હોય છે અને દૃષ્ટિકોણ પણ
  જે મહ્,દઅંશે સ્વીકાર્ય છે. ………!!

  આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાન જ
  એક ને એક અગિયાર કરી શકશે……… !!

 14. P.A.Patel કહે છે:

  Go on. Dip se dip jalate chalo.You have verry sucessfully tried to positve from nagative. Reminded our brileant culture.

 15. raju કહે છે:

  Hemant bhai,
  if everybody will wake up from internally and if we think about the bright as well as challanging future infront of us then people can forget the darkness which they have spent in past.
  very nice thought and also that being a technical expert u are doing some extra ordinary work for the society as i being a chemical engg i m knowing that this is not easy to think outside the professional work.

 16. devendra soni કહે છે:

  hemantbhai,
  badha kahe chhe tamari vaat sachi chhe,hu pan aavu j kahu chhu.
  parantu maara ketlak prashno no javaab aapvo rahyo.
  1. shako-huno thi laine moghal vansh, angrejo aa aapna par shashan karyu tema kono dosh? temno k apno? apno atle- apna “swa” tatva no.apni immandari no,karma yog vrutti no.
  2. gita kone mali chhe? veda,karma no siddhant, upnishad kone malya? hindustaniyo ne. jyre vishwa ni biji janta potana sharir ne dhankva uda rang thi ranghai jati hati tyre apne tya adhyatma na sutro rachata hata. vank apna loko no chhe. apni pase gita chhe. apni javabdari chhe vishwa sudhi pahochadvani. sharuaat apna thi karvi rahi. aam hatash thai, “SWA-MATRU” shakti ne gado bhandvaa thi kaam nahi thay. jwala to maara sharir ma pan funkay chhe. pan aapne a jwala no gita ne vishwa stariya banavava ma upiyog karvo joiye avu maaru manvu chhe.
  excuese me mat bhed hoi shake, man bhad nahi.
  replay me.
  thanks for nice “kruti”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s