ભૂલ કર

મયભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર

સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર

ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર

ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

24 Responses to ભૂલ કર

 1. hemantpunekar કહે છે:

  સમાજે માણસ પર લાદેલા ઘણા નિયમો ઉપકારક છે પણ બધા જ નહીં. અમુક નિયમો શા માટે છે, મને ક્યારેય સમજાયું નથી. શા માટે માણસે હંમેશા સ્થાપિત નિયમોમાં બંધાઈને જ જીવ્યા કરવાનું? આ કરવાનું ને પેલું નહી કરવાનું. ક્યારેક મારું મન બંડ પોકારીને મને કહે છે બધા નિયમ ગયા ખાડામાં, જા ભૂલ કર!

  છંદ રસિક મિત્રો માટેઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા રમલ ૨૬ છંદ વાપર્યો છે.

 2. jugalkishor કહે છે:

  ગુલાબી ભુલ; જવાબવા માટેની ભુલ; આફતાબી-નકાબી અને ઈંન્કીલાબી એવી આ બધી કાવ્યમય ભુલો એવી બતાવી દીધી છે કે એને ‘ભુલ’ કહેવાનીય ભુલ કોણ કરશે ?!!!

  આવી ભુલો કર્યાં જ કરો, કવીરાજ ! એ બહાનેય ઉત્તમ રચનાઓ સર્જાઈ જવાની ભુલ થઈ જશે તો એનુંય સુખ ભાવકોને મળતું રહેશે !

 3. વિનય ખત્રી કહે છે:

  ગુલાબી/આફતાબી/ઇન્કિલાબી ભૂલ તો ફક્ત પ્રેમમાં જ થઇ શકે!

  સરસ રચના!

 4. SUNIL SHAH કહે છે:

  સુંદર ગઝલ..દરેક શે‘ર દમદાર છે.કાફિયાનો સુંદર વિનિયોગ.

 5. Shah Pravinchandra Kasturchand કહે છે:

  નાના નાના કાંકરાઓ અમથા અમથા ફેંક નહિ.
  મૂક મોટો પહાડ શિરપર, વ્યાજબી તું ભૂલ કર.

  હેમંતભાઈ,
  મોટો પહાડ તમે આજે ઊંચકીને માથે મૂકી દીધો.
  કોઈ દબાઈ ના જાય એની તકેદારી પણ રાખી;
  કેડમાં બાળકને લઈને ફરતા હોઈએ એમ લાગે.
  ‘આનંદી’ શકાય એવી રચના થઈ છે.
  અભિનંદન!

 6. wafa કહે છે:

  Beaytiful Gazal.
  Bhool se bhi ho jatihai bhool kabhi
  Apne to jan boozh kar karli hai bhool.
  so Bhool mubarak

 7. Sangita કહે છે:

  જાણી જોઇને કરેલી ભૂલની કવિતા બહુ ગમે તેવી છે.

  સરસ!

 8. Gunjan Gandhi કહે છે:

  સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
  જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

  ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
  તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર

  યે બાત હૈ…

 9. sush કહે છે:

  Superb.Hemantbhai.Very very Romantic.Love it.

 10. Mehul કહે છે:

  Waah Hemant bhai waah…

  ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
  એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

  Bahu saras..che …aa pankti…tu eek iinkalabi bhool kar…

  But i will say you delibrately do that mistake…and win

  Mehul Chauhan

 11. naraj કહે છે:

  exellent ………………………
  સ્થાપિત નિયમો સાથે ઘણા લોકોનું હિત સંકળાયેલું હોય છે………આવા લોકોનાને સમાજ્શાસ્ત્રની પરિભાષામાં ” સ્થાપિતહિતો” કહે છે………….ચુંટણી નજીક છે સ્થાપિતહિતો કામે લાગી ગયા છે………….નવા વરસના શુભકામનાઓ ……………..અરીસાના રંજાડ વાળી વાત સ્પર્શી ગઈ

 12. raeesh maniar કહે છે:

  Good ghazal. All shers aregood.

 13. ઊર્મિ કહે છે:

  વાહ મજા આવી ગઈ હેમંત! ખૂબ જ સુંદર ગઝલ થઈ છે… અને બધા જ શેર મસ્ત છે!

 14. Devika Dhruva કહે છે:

  સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
  જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

  સુંદર….હેમંતભાઇ….બહોત ખુબ…

 15. KAVI કહે છે:

  સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
  જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

  saras gazal

 16. Parimal કહે છે:

  khub sundar rachna chhe. enjoyed..

 17. readsetu કહે છે:

  શબ્દની આ રંગલીલા, ને વસંતી વાયરે
  ઓ કવિ તું કાવ્ય રચવાની જરાસી ભુલ કર

  સરસ… મજા પડી
  લતા હિરાણી

 18. Pinki કહે છે:

  pratibhav aapvani ek vyajabi bhul hu pan kari j lau chhu

  aavi bhulo ame karta j rahiye

  saras gazal

  wishing u happy new year

 19. Chetan Framewala કહે છે:

  આવી સુંદર ભૂલો લઈને ૧૯.૧.૨૦૦૮ ,શનિવારના દિને ભૂલથી મુબઈમાં ભૂલા પડો ને !!!!!
  DHABKAR NI MEETING MAA
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 20. વિવેક ટેલર કહે છે:

  સુંદર રચના…

  સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
  જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

  ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
  એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

  – આ બંને શેર ખૂબ ગમ્યા… પણ આ છેલ્લા શેરમાં નજીવો હકીકતદોષ જણાય છે… ઉર અને હૃદય -બંનેને અલગ ગણ્યા છે? હૃદયને ઉરની અંદરનો ભાગ ગણી શકાય? અને ઈચ્છાઓ હૃદયમાં જન્મે કે ઉરમાં?

  જેમ મન અને મગજની વચ્ચે તાત્વિક ફરક છે એવો જ ફરક દિલ અને હૃદયની વચ્ચે હોય છે. મગજ અને હૃદયનું એનાટોમિકલ અસ્તિત્વ છે જ્યારે મન અને દિલ એ શરીરની એનેટોમીની બહાર અસ્તિત્વ ધરાવે છે. મને લાગે છે કે અહીં પણ દિલ અને હૃદયની વચ્ચેની સૂક્ષ્મ વિભાવનાનો પ્રયોગ કરવામાં આવ્યો છે પણ થોડી સેળભેળ થઈ ગઈ જણાય છે…

  આ બધી વાહવાહીની બહાર જઈને વાત કરું તો વાંધો નથી ને, હેમંતભાઈ?

 21. Abhijeet Pandya કહે છે:

  તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર

  આ સાની મીસરામાં થોડાક સુધારાની જરુર જણાય છે. આ સાની મીસરામાં થોડાક સુધારાની જરુર જણાય છે. તું પણ એને ના બદલે તું એને
  પણ કરવાથી ભુલ સુધરી શકે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s