કાબૂ રહ્યો છે ક્યાં…

કાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર
આવી ચડે છે નામ એ મારી જબાન પર
 
સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર
 
મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર
 
શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર
 
રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
રસ્તા બધા જ જાય છે એના મકાન પર
 
પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
શાણા બધા લડે છે, જો ગીતા કુરાન પર

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

31 Responses to કાબૂ રહ્યો છે ક્યાં…

 1. hemantpunekar કહે છે:

  આકર્ષણ કે પ્રેમની શરૂઆત કઈ રીતે થાય છે? પ્રિય પાત્ર વિશે વાત કરવાનું મન થાય, એનું નામ અજાણતા જ લેવાઈ જાય. પછી next levelમાં એના ઘરના/ઘરની આસપાસમાં આંટાફેરા ચાલુ થાય. પછી એને પામવાના તાર્કિક કે તરંગી તુક્કાઓમાં મન રમ્યા કરે. પછી એક એવી સ્થીતિ આવે કે જ્યાં લાગે કે એક વખત જીવ જશે તો ચાલશે પણ એ મળવી જોઈએ. અને આમ, એક સીધોસાદો માણસ પ્રેમમાં પાગલ થઈ જાય છે. આ જ વાતોને વાચા આપે છે એક હલકી ફુલકી ગઝલ: કાબૂ રહ્યો છે ક્યાં…

  અહીં “ષટ્કલ-૨૨ વિષમ” છંદ વાપર્યો છે જેનું બંધારણ છે “ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા”

 2. અનામિક કહે છે:

  સરસ ગઝલ. બીજો શેર ઉત્તમ. હઝલ અને ગઝલ વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે એ ન ભૂલાય.

 3. રઈશ મનીઆર કહે છે:

  સરસ ગઝલ. બીજો શેર ઉત્તમ. હઝલ અને ગઝલ વચ્ચેની ભેદરેખા ખૂબ પાતળી છે એ ન ભૂલાય.

 4. Sangita કહે છે:

  સરસ ગઝલ! ગઝલ વિશેનું લખાણ એથી પણ વધુ સરસ, સાચુ.

 5. Jugalkishor કહે છે:

  હેમંતભાઈ,
  તમે સારો રસ્તો કાપ્યો છે ! હલકો-ફુલકો જોકે હું એને નહીં કહું.
  ગઝલ પણ એને અનુરુપ જ, મઝાની છે.

  પરવડ્યું શબ્દને તમે સરસ અને સહેતુક બનાવી મુક્યો છે. બીજો અને ત્રીજો શેર ખુબ ગમ્યો.

 6. ઊર્મિ કહે છે:

  મજા આવી ગઈ બકરાભાઈ… આઇ મીન હેમંતભાઈ…. 🙂

  રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર

  આના પરથી કોઇ કવિનો પ્રખ્યાત શેર સાંભળ્યાનું યાદ આવે છે પણ વળી એ ય બરાબર યાદ નથી આવતું અત્યારે…!

  શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
  ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર

  મજાનાં શેર…

  અને શું વાત છે હેમંત… આજે તો મેં પણ પ્રથમવાર જ આ છંદમાં લખેલી મારી ગઝલ પણ આ હમણાં જ પોસ્ટ કરી… what a co-incedence!! http://urmisaagar.com/urmi/?p=535

 7. કુણાલ કહે છે:

  પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
  શાણા બધા લડે છે જો ગીતા કુરાન પર

  excellent sher hemantbhai ….. waaaaaah …

  aadhi zindagi bhar ki daad qabool karein…

 8. Pinki કહે છે:

  પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
  શાણા બધા લડે છે જો ગીતા કુરાન પર

  aa shaanpan gami gayu …………. !!

 9. pravinash1 કહે છે:

  ખૂબ ફરી ફરીને આખરે આવી હેમંત
  રસ્તો મારો જતો હતો મુકામ પર

 10. sunil shah કહે છે:

  રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર

  શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
  ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર

  સરસ ગઝલ.

 11. રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર

  સૂફી પરંપરાનો શેર લાગે – આ વાત પ્રેમિકા અથવા ભગવાનને એક સરખી રીતે લાગૂ પડે

  બહોત અચ્છે..

 12. રઈશ મનીઆર કહે છે:

  ઘણા શેરોમાં વીટ્ કે હ્યુમર હોય છે. મરીઝ કે ગાલિબ ના ઘણા શેરો ઉદાહરણ તરીકે ટાંકી શકાય. એ શેરો હઝલના શેરો નથી. ગઝલના હળવા શેરોમાં એક સંતુલન એક ઔચિત્ય એક સૂક્ષ્મતા હોય છે.

  હઝલ ના શેરોમાં થોડુ અળવીતરાપણું, થોડી સ્થૂળતા હોય છે.

  મારા જેવા કવિઓ ગઝલમાં ખૂબ ભારેખમ રહેતા હોવાથી ક્યારેક છેક બીજે છેડે જઇ હઝલ લખી નાખતા હોય છે, જે એમની વિશેષતા નહિ કમજોરી છે.

  સરવાળે મારી સલાહ એ છે કે અત્યારે હઝલ પર ધ્યાન આપશો નહી. ગઝલમાં ઉચ્ચ કક્ષાની રમૂજ ગઝલ સંપૂર્ણ સૌંદર્યની આમન્યા જાળવીને, ચીપનેસ વગર આવે તો એ સદા આવકાર્ય છે.

  પ્રસ્તુત ગઝલમાં બકરા અને વાઘની વાત હઝલ જેવી લાગે છે, બાકી બધું બરાબર છે.

 13. Gaurav કહે છે:

  shana badha lade 6 gita kuran par ..

  Vaah hematbhai…

 14. રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર

  sundar sher. I
  love this sher

 15. nilamhdoshi કહે છે:

  શાણા લ્કોને ગીતા અને કુરાન પર લડવા દો..આપણે એવા શાણા નથી થવું.

  ખોબ સુન્દર રચના. અભિનન્દન

 16. Bhavin Gohil કહે છે:

  વહાલા હેમંતભાઈ,

  ખરું કહું તો મને આખી ગઝલ ખુબજ સુંદર લાગી…
  પણ ખબર નહિ કેમ બકરા વાળૉ શેર ગઝલ માં કશુંક તોડતો હોય તેવું લાગ્યું.
  સમય મળ્યે સમજાવશો…

  રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર

  શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
  ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર

  પ્રેમની સુંદર અભિવ્યક્તિ ..

  પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
  શાણા બધા લડે છે જો ગીતા કુરાન પર

  ખુબજ સુંદર શેર…
  ગીતા કુરાન ના નામ પર લડવા વળા so called સમજદાર કરતાં પાગલ થવું સારું !
  ઊમદા વિચાર..

 17. વિવેક કહે છે:

  રઈશભાઈએ ખૂબ વિચારીને બીજી વાર પ્રતિભાવ આપવાનું જરૂરી સમજ્યું લાગે છે. આ જો ગઝલ હોય તો ગઝલના બંધારણને સંપૂર્ણતઃ અનુસરતી નથી… શરબતની ભૂકી અને વાઘ-બકરાવાળો શેર ગઝલના મિજાજની સામે જાય છે… આ જો હઝલ હોય તો બાકીના ત્રણ શેરમાં હાસ્યરસ નથી… આ બાકીના ત્રણ શેર જોકે સરસ થયા છે… મક્તાના શેરમાં સાની મિસરામાં ક્યાંય અલ્પવિરામ નથી એનું કોઈ વિશેષ કારણ?

 18. raju piparava કહે છે:

  dear hemant bhai,

  it is very good.

  happy diwali and write on some special on the occassion of the diwali.

 19. sush કહે છે:

  Very Nice.
  wish you very happy Diwali.

 20. અનિમેષ કહે છે:

  શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે,
  ભૂકી મળે છે એવી ક્યાં કોઈ દુકાન પર? 😉

  મજા પડી ગઈ!

  હળવી અને સુંદર ગઝલ.

 21. gopal h parekh કહે છે:

  bhaila, tame to savar sudhari didhi, aabhar

 22. sush કહે છે:

  You write sooo good that we are having more and more expectation from you than others.
  Very nice Hem.

 23. digisha sheth parekh કહે છે:

  પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
  શાણા બધા લડે છે જો ગીતા કુરાન પર

  aaa bahuj saras rite lakhyu chhe…jordaar sabdo ni gothavan chhe.

 24. Chetan Chandulal Framewala કહે છે:

  હેમંતભાઈ,
  સુંદર ગઝલ,
  ગુજરાતી બ્લોગ જગત માં ટેરવે ઘણી શકાય એટલા બ્લોગ પર પ્રેમ- લાગણીની અભિવ્યક્તિ થાય છે ,જે આપ હ્રદયમાં જાળવી ને સુંદર શબ્દોમાં રજુ કરો છો…
  લગે રહો………..

  જય ગુર્જરી,
  ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

 25. અનામિક કહે છે:

  very good creation

  Pavan ne sathe lai Rasta valyahot
  Fulo thi ene sajavya hot Ek tak to aapvi hati

  Gulabi raat ma khud ne jalavya hot
  Tam tapna khatar Ek tak to aapvi hati

  Faqt ssnkho thi kehvu hatu
  Dilto dishu,jan aapi hot Ek tak to aapvi hati

 26. digisha sheth parekh કહે છે:

  મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
  એને ખબર શું વીતે છે આ મેજબાન પર

  aaa line bahu saras chhe..ema to badhi j rachana o bahu gaherii chhe…

 27. sanchit shastri કહે છે:

  રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર
  khas share.

  ખુબ સરસ . સુન્દર લખાણ.

 28. ishqpalanpuri કહે છે:

  રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
  રસ્તા બધા જ જાય છે એના મકાન પર
  I LIKE IT- ‘ISHQ’ PALANPURI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s