ગાફેલ નથી

જે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી
બસ એ બદલી શકું હું એટલો કાબેલ નથી

મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી

છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી

વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

19 Responses to ગાફેલ નથી

 1. hemantpunekar કહે છે:

  સરકારી નોકરી કરનાર પ્રામાણિક માણસને એની પ્રામાણિકતાની કિંમત ચૂકવવી પડે છે. એક સીધો સાદો પ્રામાણિક માણસ ભ્રષ્ટાચારની ગંદકીને સહન કરી શકતો નથી તો એને બદલી પણ શકતો નથી. જે બદલવા જાય છે એની “બદલી” થઈ જાય છે. આખું ભ્રષ્ટ તંત્ર આવા લોકો સામે ઊભું થઈને એમને જ ફસાવી દે છે. આવી જ એક વ્યક્તિને ઓળખું છું. એમની વાતોમાંથી વ્યક્ત થતી નિરાશા, હતાશા અનુભવી છે. એને શબ્દરૂપ આપવામાં એક શેર લખ્યો અને આ ગઝલ લખાઈ ગાફેલ નથી.

  છંદ રસિકો માટેઃ ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા(ગાગાગા) ષટકલ-૨૩ છંદ વાપર્યો છે.

 2. ધવલ કહે છે:

  સરસ રચના ! નવો વિષય.

 3. કુણાલ કહે છે:

  મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
  કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી

  amazing shabdo hemantbhai….

  vishay to navo chhe j saathe ava ashaar ne lidhe chaar chaand laagi gaya chhe…

  khub khub abhinandan aa gazal maate…

 4. pravina kadakia કહે છે:

  It is true. But don’t quit what you are doing.

 5. Gaurav કહે છે:

  મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે
  કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી

  jakaaaaaash…

 6. ઊર્મિ કહે છે:

  ખૂબ સુંદર ગઝલ હેમંત… અભિનંદન !

 7. sunil shah કહે છે:

  વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
  એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી

  સરસ રચના. અભીનંદન

 8. રાજીવ કહે છે:

  છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
  ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

  khub j sundar shabdo ane bhav…!
  Abhinandan.

 9. Rajendra Trivedi, M.D. કહે છે:

  છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
  ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

  VERY TRUE!!

 10. સુંદર શબ્દોમાં પ્રામાણિક વ્યક્તિની મનોવ્યથાનું વર્ણન.

  અભિનંદન, શ્રી હેમંતભાઇ.

  આમજ આપની કલમમાંથી સરસ્વતિ ઉતર્યા કરે તેવી શુભેચ્છા.

 11. gopal h parekh કહે છે:

  shabdoni gunthani sundar, gazal pan bhavvaahi, lage raho hemantbhai

 12. છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
  ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

  I love this she’r. sundar.

 13. વિવેક કહે છે:

  સંઘેડાઉતાર ગઝલ… મુશ્કેલ છંદો પરની આપની પકડ ફરી એકવાર દાદ માંગી લે એવી છે… અને જેમ ગઝલનો બાહ્યદેહ સાફસુથરો બન્યો છે, એ જ રીતે આંતર્દેહ પણ મજાનો થઈ શક્યો છે… પણ મને જે બે શેર ખૂબ જંચ્યા તે આ :

  છીંડે ચડવામાં હું પકડાઈ ગયો છું બાકી
  ચોર શું આપના મનમાંય છુપાયેલ નથી

  વ્યાપ મારો મને જોવા નથી દેતો બાકી
  એવું ક્યાં છે કશું કે જેમાં એ વ્યાપેલ નથી

 14. milind કહે છે:

  va va va va va va va va va va va va va va va

  Very Good

 15. વિનય ખત્રી કહે છે:

  કેવો અળખામણો થઈ જાય છે સીધો માણસ
  સાચુ બોલે છે જમાનાનો એ ખાધેલ નથી

  વાહ, સુંદર ગઝલ!

 16. Pinki કહે છે:

  નખશિખ સુંદર ! !

 17. SearchGujarati.com કહે છે:

  http://www.searchgujarati.com
  શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

  તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com

 18. sush કહે છે:

  Mara par mara katal no Aarop…….Suparb…Jakaazzzzz.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s