વ્યાપાર ચલાવો છો તમે

મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે

અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

21 Responses to વ્યાપાર ચલાવો છો તમે

 1. hemantpunekar કહે છે:

  પૂર્ણપણે બહિર્મુખી વ્યક્તિત્વ (extrovert) ધરાવતા લોકો સાથે મને બહુ ફાવતું નથી. આવા લોકો આપણી આસપાસમાં જ હોય છે કે ટીવી પર દેખાય છે, પ્રસંગોમાં ભટકાઈ જાય છે, દૂરના કે નજીકના સંબંધોમાં હોય છે. એમની સાથે મારી frequency match થતી નથી. ઘણી વાતો એમના મોઢા પર કહી દેવાની ઈચ્છા થાય છે પણ એ શક્ય હોતું નથી. એમને ભલે ન કહી શકાય, પણ એક ગઝલ દ્વારા તમને તો કહી શકાયને કે મને શું શું કહેવાની ઈચ્છા થાય છે?

  છંદ રસિકો માટે
  ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા(ગાગાગા) બંધારણવાળા ષટકલ-૨૩ છંદમાં આ ગઝલ લખી છે.

 2. Devika Dhruva કહે છે:

  તદ્દન સાચુ જીવન દર્શન….અભિનંદન.

 3. jjkishor કહે છે:

  દરેક શેર બળુકો છે.

  આવતી કાલે કોઈએ હવે વીણી વીણીને બ્લોગજગતની ગઝલોનો સંગ્રહ પ્રગટ કરવાનું વિચારવું જોઈએ. એક સારો અને માતબર સંગ્રહ આપી શકાય એવી ને એટલી રચનાઓ પ્રગટ થઈ ચુકી છે !

  સૌને અભિનંદન અને શુભેચ્છાઓ.

 4. Rajiv કહે છે:

  સામી છાતીએ કદી એની ચમક દેખાડો
  પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

  sundar rajuaat

 5. Chetan Chandulal Framewala કહે છે:

  હેમંતભાઈ,

  સુંદર ગઝલ,

  આ બે શેર વિષેશ ગમ્યા…

  અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
  પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

  એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા.

 6. સુરેશ કહે છે:

  બહુ જ સાચી વાત. સંબંધોમાં ય સોદા જ હોય છે. માત્ર વ્યાપાર જ વ્યાપાર. અને રુપ મસ મોટાં આપવાનાં. ભાવને તો કોઈ સ્થાન જ નહીં. માત્ર બહારના જ શણગાર. મહોરાં જ મહોરાં.
  આ જ તો માનવજાતની કરુણતા છે. ભગવાનની આટલી મોટી ભેટ – મન – તેને મળી છે, પણ તેનો ઉપયો માત્ર પશુપ્રવૃત્તી માટે જ. સ્વાર્થ, સ્વાર્થ અને સ્વાર્થ જ . સ્વ સીવાય બીજી કોઈ દ્રશ્ટી જ નહીં.
  બહુ જ સરસ રચના. ગમી.

 7. વિવેક કહે છે:

  અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
  પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

  એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

  એ શું આધાર હવે કોઈને આપી શકશે
  ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

  – આ ત્રણેય અશઆર સ્પર્શી ગયા… ખૂબ સુંદર રીતે આખી વાત કહેવાઈ છે.

  અને ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલા આ થોડા અઘરા અને ખાસ્સું કૌશલ્ય માંગી લેતા છંદમાં આટલા ઊંડા અર્થવાળી રચના એ કવિની સજ્જતાનું પ્રમાણ છે. ખૂબ ખૂબ અભિનંદન…

 8. Shah Pravinchandra Kasturchand કહે છે:

  Hemantbhai,
  As usual an unusual creation.
  My best regards.
  Could not write in gujarati fonts as it is not coming out correctly.Trying to set it right.
  Pravinbhai.

 9. એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે
  નિરાકારી રહીને –આકાર રૂપે દિસે!!
  એતો માત્ર ..ઉપરવાળો જ કરી શકે! બાકી તો બધા!!!

  સુંદર રચના પિરસવા બદલ આભાર.

 10. ઊર્મિ કહે છે:

  મને ય આ ત્રણ શેર વધારે ગમ્યા…

  અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
  પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

  એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

  એ શું આધાર હવે કોઈને આપી શકશે
  ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

  ખૂબ જ સુંદર રચના !

 11. Chirag Patel કહે છે:

  સુંદર રચના! આ શેર ખુબ જ ગમ્યો:

  એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

 12. raeesh maniar કહે છે:

  nice gazal. mushkel chhand no sundar kshatirahit prayog. tammam shero sara thaya chhe. keep it up.

 13. vijayshah કહે છે:

  Raeeshbhai ane vivekbhainaa vakhaaNa male te sherne kashu kahevaa panu hoya ja nahee

  ashinandan

 14. કુણાલ કહે છે:

  અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
  પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

  khub j sundar gazal hemantbhai…
  abhinandan…

 15. pravinash1 કહે છે:

  વચન આપી ને ફરી જાવ છોતમે

  દવાને બદલે દુઃખ આપો છો તમે

 16. હરીશ દવે કહે છે:

  ગઝલકાર તરીકે તમારું કૌશલ્ય ઝળકી ઊઠે છે. અભિનંદન, હેમંતભાઈ!

  સુંદર રચના. ….. હરીશ દવે અમદાવાદ

 17. Bhavin Gohil કહે છે:

  એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

  એ શું આધાર હવે કોઈને આપી શકશે
  ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

  Hard Hitting Lines… Very Nice….

 18. Pinki કહે છે:

  congratulations…………

  nice wordings……

  chhand ??????????

  ur creation is on layastaro , great !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s