સંબંધ રાખીશું

છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું

જુદાઈ આપની અમને પળેપળ બાળશે ત્યારે
મિલન સ્વપ્નો મહીં માણી અગનને મંદ રાખીશું

તમારું મુખ નિરખવામાં ઉઘાડી રહી જતી આંખો
હવેથી એ છબી જોવા નયનને બંધ રાખીશું

કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

-હેમંત

થોડાક શબ્દાર્થઃ

મકરંદ -> ફૂલનો પરાગ રસ
છંદ -> શોખ

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

24 Responses to સંબંધ રાખીશું

 1. Sangita કહે છે:

  છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
  હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું

  કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
  સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

  Very nice!

 2. કુણાલ કહે છે:

  મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
  અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

  khub j sundar shabdo hemantbhai…

  કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
  સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું


  ab k hum bichhade to shaayad saraabon mein milein
  jaise sukhe hue phool kitaabon mein milein..

  gami jaay tevi ladhan chhe…

 3. Jugalkishor કહે છે:

  હેમંતભાઈ ! તમે આ સંવેદનાને વેદના ન બનવા દેતાં એને કાવ્યનો વિષય બનાવીને સુક્ષ્મ ભાવને સરસ અને સચોટ શબ્દોથી પ્રગટ કરી છે.

  કાવ્યનું કામ સૉયથી શિલ્પો કંડારવાનું છે !

  તમે આજે આ યાદોની વેદનાને ફુલની ફોરમમાં જાણે વહાવી દીધી છે !!

 4. તમારું મુખ નિરખવામાં ઉઘાડી રહી જતી આંખો
  હવેથી એ છબી જોવા નયનને બંધ રાખીશું …..

  સરસ રચના છે!

 5. sush કહે છે:

  “Have thi A chhabi Jova Nayan ne bandh rakhishu.. ”
  Excellent.

 6. raju piparava કહે છે:

  very nice….
  please lage rahooo….

 7. વિવેક કહે છે:

  – આખી ગઝલ જ આમતો નખશીખ સુંદર થઈ છે. છંદ પણ સુપેરે જળવાયો છે. પણ મને ખૂબ જ ગમી ગયેલા બે શે’ર છે તે આ-

  કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
  સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

  મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
  અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

  – આ બંને શે’રને જેટલીવાર વાંચીએ એટલા વધુ ને વધુ નાજુક અને વધુને વધુ મજબૂત લાગે છે… છેક અંદર જઈને સ્પર્શી ગયા… કંઠસ્થ કર્યા વિના છૂટકો જ નથી…

 8. hitesh parmar કહે છે:

  hemantbhai, for u only one thing i would say:

  ” aap wo suraj ho na dubegi jiski kiran,
  raat hogi to sitaro me bikhar jaoge. ”

  keep on the flame. good luck’

 9. Ramesh Shah કહે છે:

  કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
  સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું
  Liked very much.Very good.

 10. પંચમ શુક્લ કહે છે:

  સાદ્યંત સુંદર ગઝલ.

 11. મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
  અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું..

  સુંદર વાત.. એ કડી મારી પણ…

  બસ આંખથી લડી લ્યો! મનથી જીતી લ્યો,
  આમને આમ બસ જિંદગીને જીતી લ્યો.

 12. ઊર્મિસાગર કહે છે:

  સુંદર ગઝલ હેમંત… અભિનંદન!!

  મને ખૂબ ગમેલાં ત્રણ શેર…

  છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
  હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું

  કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
  સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

  મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
  અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

 13. ઊર્મિ કહે છે:

  સુંદર ગઝલ હેમંત… અભિનંદન!!

  મને ખૂબ ગમેલાં ત્રણ શેર…

  છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
  હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું

  કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા
  સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

  મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
  અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

 14. Chirag Patel કહે છે:

  Very very touchi ghazal. I like this sher very much:
  મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું
  અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

 15. chetu કહે છે:

  akhi rachan j etli sundar chhe k…shu lakhvu samjatu j nathi..kharekhar ekdm saras…..!!!!!…hradya na undan ma thi avela shabdo ne chhaand ma gothavva…its not easy..!

 16. raeesh maniar કહે છે:

  You are one of the most promising ghazalkaar of gujrat today. Keep it up. I have no words to praise the poem. Kabiledaad sheriyat! You know both, art and heart of ghazal.

 17. Chetan Framewala કહે છે:

  હેમંતભાઈ,
  આખી ગઝલ ૮ વખત વાંચી અને હવે તો યાદ રહી ગઈ છે.
  સુંદર..
  રઈસભાઈ નાં અભિપ્રાય પછી બીજું કશું લખવું જરૂરી છે?……….

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 18. Devika Dhruva કહે છે:

  નખશીખ સુંદર ગઝલ, હેમંતભાઇ..અભિનંદન

 19. milind કહે છે:

  When I read your KAVITA at that time I remember some one. It is too GOOD.

 20. sonali કહે છે:

  no words to admire this rachana.it is beyond words.heart touched.

 21. desaiishan કહે છે:

  સખ્ખત પાર્ટી સખ્ખત .

  ખબર નહિ કવિતા કે ગઝલ પણ સરસ લાગી .

  હ્દય ને સ્પર્શી ગઈ.

  – મનિષ શાસ્ત્રી

 22. shivshiva કહે છે:

  શબ્દોમાં ખૂબ ભાર છે. સુંદર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s