ખોવાઇ જાશું

અમે જાત સાથે જ જોડાઇ જાશું
બની શૂન્ય સર્વત્ર ફેલાઇ જાશું

ફરે દસ દિશાઓ દિશાહીન થઇને
અમે કેન્દ્રમાં એમ સંતાઇ જાશું

મળે શેર અમને જરી બોલકો, જો
અમે મૌન કરવતથી વ્હેરાઇ જાશું

અમે આશ ના તાંતણે શ્વાસ ગૂંથ્યાં
જો તૂટે એ તંતુ તો ગુંગળાઇ જાશું

પછી શોધ જેવું ન બચશે કશું પણ
તને શોધવામાં જો ખોવાઇ જાશું

તને શોધવામાં જો ખોવાઇ જાશું
અમે જાત સાથે જ જોડાઇ જાશું

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

21 Responses to ખોવાઇ જાશું

 1. hemantpunekar કહે છે:

  अच्छेद्यः अयम् अदाह्यः अयम् अक्लेद्यः अशोष्यः एव च |
  नित्यः सर्वगतः स्थाणुः अचलः अयम् सनातनः || भगवद्गीता २.२४ ||

  આ શ્લોક “આત્મા”નું વર્ણન કરે છે. તેને છેદી ન શકાય, બાળી ન શકાય, ભીંજવી ન શકાય, કે શોષી ન શકાય. તે નિત્ય છે, સર્વત્ર વ્યાપ્ત છે, બદલી ન શકાય તેવો છે, અચલ છે અને સનાતન છે. આ આપણી સાચી જાત (true self) છે. ભૌતિક દૃષ્ટિએ એ ભલે શૂન્ય હોય, પણ ચેતનાનો અનુભવ એને કારણે જ થાય છે. એની સાથે જોડાઇ જવું એ આખી સમષ્ટિ સાથે એકરૂપ થવાનો એકમાત્ર રસ્તો છે.

 2. Sangita કહે છે:

  Excellent one about finding true self while loosing self for serching it.

  (maybe a poor translation of your sher I like the most:
  તને શોધવામાં જો ખોવાઇ જાશું
  અમે જાત સાથે જ જોડાઇ જાશું)

  Another one I like is:

  અમે આશ ના તાંતણે શ્વાસ ગૂંથ્યાં
  જો તૂટે એ તંતુ તો ગુંગળાઇ જાશું

  I like all the shers here.

 3. Chirag Patel કહે છે:

  This Gazal reflects true essence of Quantum Physics and Gita. I very much liked it. Keep writing such wonderful creations.

 4. SV કહે છે:

  Very well said. Keep writing as Chirag says.

 5. તને શોધવામાં જો ખોવાઇ જાશું
  અમે જાત સાથે જ જોડાઇ જાશું
  very nice Gazal

 6. Devika Dhruva કહે છે:

  અમે આશ ના તાંતણે શ્વાસ ગૂંથ્યાં
  જો તૂટે એ તંતુ તો ગુંગળાઇ જાશું

  excellent ,hemantbhai.

 7. વિનય કહે છે:

  મળે શેર અમને જરી બોલકો, જો
  અમે મૌન કરવતથી વ્હેરાઇ જાશું

  વાહ! સવાર સવારમાં આટલું સુંદર મજાનું કાવ્ય વાંચીને મન તર બતર થઈ ગયું!

 8. Jugalkishor કહે છે:

  આ રચના જેમ ગઝલ છે તેમ કાવ્યનાંય કેટલાંક તત્વો ધરાવે છે. એક તો ભુજંગી છંદ. આ છંદને અક્ષરમેળમાં મુકાયો હોવા છતાં એને માત્રામેળમાં પણ ગણવાનો મત છે.
  બીજી ધ્યાન ખેંચનારી બાબત એમણે પ્રથમ પંક્તી (જેને ગીતરચનાઓમાં ધ્રુવ પંક્તી કહે છે તેમ)નો સદુપયોગ છેલ્લી પંક્તી સાથે જોડીને કવીતાની માફક ચોટ લાવવામાં કર્યો છે. કવીતાનો બંધ વાળવામાં આ છેલ્લી બે પંક્તીઓ ખુબ ઉપયોગી બની છે.

  ‘જો’ શબ્દ ત્રણ વાર આવ્યો છે અને ત્રણેય જગ્યાએ એને લઘુ કરવો પડ્યો છે એ પણ ‘ધ્યાન ખેંચે’ છે !

  સરસ રચના માટે હેમંતભૈને ભાવભીનું હેત.
  (હેમ+અંત=શીતતાનો અંત=ઉષ્મા !! =હેત !!)

 9. sagarika કહે છે:

  good gazal, saras.

 10. Chetan framewala કહે છે:

  હેમંતભાઈ,
  સુંદર ગઝલ-
  ,ના
  સંપુર્ણ કવિતા.
  અભિનંદન…
  પછી શોધ જેવું ન બચશે કશું પણ
  તને શોધવામાં જો ખોવાઇ જાશું

  તને શોધવામાં જો ખોવાઇ જાશું
  અમે જાત સાથે જ જોડાઇ જાશું

  *********************
  હું હવે મુજને કદી મળતો નથી
  શોધતાંયે હું જહવે જડતો નથી
  બસ પરમને પામવું મુજને હવે,
  મોહ કે માયા થકી ડ્ગતો નથી
  આંખ હું બીદું ને બસ પામું તને
  તેથી તો ‘ચેતન’ હવે ખપતો નથી
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 11. પંચમ શુક્લ કહે છે:

  તને શોધવામાં જો ખોવાઇ જાશું
  અમે જાત સાથે જ જોડાઇ જાશું

  સુંદર તસ્બી પ્રયોગ.

 12. naraj કહે છે:

  oh………exellent……i am a speechless

 13. સુરેશ જાની કહે છે:

  બહુ જ મજા આવી. સરસ રચના. સર્વાંગ સમ્પુર્ણ

 14. Shah Pravinchandra Kasturchand કહે છે:

  હેમંતભાઈ,
  ક્ષમા ચાહું છું અક્ષમ્ય વિલંબ માટે.

  શૂન્ય છે જગ ડગ ડગ પર, હર ડગર પર.
  ફેલાઈને ક્યાં જશું? શૂન્યથી શું છે ઉપર?

  હું પણ ક્યાંક શું ખોવાઈ ગયો કે શું થયું?
  શૂન્ય છે;શું હતું આ શૂન્યથી પણ ઉપર?

 15. sush કહે છે:

  Ame Aash na Taantne Shwas Gunthya,
  Jo Tute A to Gunglayi jashu

 16. nilam doshi કહે છે:

  છેલ્લી બે પંક્તિઓ ખૂબ ગમી. જાતને શોધવાની વાત બહું અઘરી છે..અને ઘણી વાર અણગમતી પણ નથી હોતી ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s