લૂટ

ઝાકળને ઝુલ્ફોમાંથી દૂર કરવાના બહાને
ઊભી હોય બારીએ તું
અને પવનની ઠંડી તોફાની લહેરખી બનીને
તને અડી લઉં!

રોમાંચિત હોય તું
અને તારા રોમછીદ્રો વાટે પ્રવેશું તારા મનમાં
વિચારોનું વાવાઝોડું બનીને,

તને તારાથી લૂટીને લઈ આવું
અને તારા ખાલીપામાં
ભરી દઉં મારી જાતને!

– હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

18 Responses to લૂટ

 1. hemantpunekar કહે છે:

  ૧૭ વર્ષની મુગ્ધવયે પ્રેમમાં પડેલા એક છોકરો કેવા પ્રકારની લૂટના સ્વપ્ન જુએ છે. આજે જ્યારે આ કવિતા વાંચુ છું તો વિચારમાં પડી જઉં છું કે શું આ મેં જ લખ્યું છે? એ મારા જીવનનો એક એવો અનુભવ છે કે જેને હું ફરીથી માણી નહીં શકું. જેમ બાળપણ ફરીથી જીવી ન શકાય એમ એ પ્રથમ પ્રેમ/આકર્ષણ નો મીઠ્ઠો અનુભવ ફરીથી ન લઈ શકાય. હા પણ આ કવિતા વાંચીને એ અનુભવને વાગોળી જરૂર શકાય.

 2. Chirag Patel કહે છે:

  વાહ, મઝા આવી ગઇ અને હ્રદયનાં તાર ફરી રણઝણી ઉઠ્યાં.

 3. Frequent reader કહે છે:

  Yes, this has a capability to remind of first love/infatuation. At that time, just finding one zalak of a loved one is like finding a big treasure.

 4. વિનય કહે છે:

  તને તારાથી લૂટીને લઈ આવું
  અને તારા ખાલીપામાં
  ભરી દઉં મારી જાતને!

  -વાહ!

  સુંદર રચના…

 5. તને તારાથી લૂટીને લઈ આવું
  અને તારા ખાલીપામાં
  ભરી દઉં મારી જાતને!….Sundar!!

 6. sush કહે છે:

  Very nice.”Pavan ni Thandi Laher banine Tane Valgi lau…”

 7. Chetan Framewala કહે છે:

  હેમંતભાઈ,
  પ્રથમ આકર્ષણ તમે જીંદગીમાં ફરી માણી ના શકો એ ભલે સત્ય હોય.
  પરંતુ, છેલ્લા ડોઢ મહિનાથી હું એ માણી રહ્યો છું.આજથી ૨૫ વર્ષ પહેલા ૧૦મા ધોરણમાં જેને ખોઈ હતી, એ આજે ૨૫ વર્ષ બાદ ફરી કાનમાં ટહુકા કરે છે. ૩૫ વર્ષ સુધી જે છોકરી સાથે વાત પણ ના કરી શક્યા એની સાથે ૩૫ દિવસ થી રોજ કલાકો સુધી વાતો કરવાનું થાય છે.
  ભલે દિલના ભાવ બદલાઈ ગયા છે.
  ને લખવું પડ્યું………

  ૩૫ વર્ષો બોલ્યા વીના છો ને ગયા
  ૩૫ દિન માં ગમ બધો ભૂલાયો છે.
  એક બે મહિનામાં જો ને ચેતન,
  દોસ્તી નો કેવો પાયો નખાયો છે.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 8. કુણાલ કહે છે:

  હેમંતભાઈ, થોડો મોડો પડ્યો… પણ મજા આવી… જુની યાદોમાં આ “ચીજ” નુ સ્થાન કંઈક અનોખું જ હોય છે…. ચોક્કસ… 🙂 અને એ પણ જો એકાદ આવી મજાની કવિતાના સથવારે સચવાઈ હોય તો પછી એનું પૂછવું જ શું !!!

  ખુબ સુંદર ભાવ-ચિત્ર …

 9. sonali કહે છે:

  you reminded me my first love,simply beautiful

 10. Bhavik Rathod કહે છે:

  Fantastic….હ્રદયનાં તાર ઝણઝણી ઉઠ્યાં

 11. naraj કહે છે:

  hemant bhai exellent …….

  khare khare mugdhavasthana mugdh bahavane manavani pan aetalij maja aave……

 12. પંચમ શુક્લ કહે છે:

  હેમંત,
  લટથી લૂંટ સુધીની સફરમાં સહજ રીતે સરકી જવાયું.
  મજાનું ટચૂકડું કાવ્ય.

 13. સિદ્ધાર્થ કહે છે:

  ખરેખર સુંદર રચના છે. વાંચીને મનને એક સુંદર મજાની સફરે લઈ જાય છે. શબ્દોની શક્તિનો પરિચય કરાવતી અને યાદોની સફર કરાવતી આ રચના ખરેખર ખૂબ જ ગમી.

  સિદ્ધાર્થ

 14. raju piparava કહે છે:

  Hemantbhai,
  this is a amazing poem….

 15. raju piparava કહે છે:

  Hemantbhai,
  this is an amazing poem….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s