તુજ આસપાસે

તુજ આસપાસે ચોતરફ કેવા બધાં અથડાય છે
કોઇ જડ બની ઘૂર્યા કરે કોઇ ચાલતું ભટકાય છે

તારા રૂપમાં જે કમાલ છે એની જ તો આ બબાલ છે
તને જે જુએ, જોતો રહે ને ભાન ભૂલી જાય છે

તારો કહેર જો આ ગરમ સૂરજ રિટાયર થઇ ગયો
તુજ આવજા ઉપર હવે દિનરાત નક્કી થાય છે

બેકાર થઇ જાશે હવે જગજીતને ગુલઝાર પણ
તુ સહજ હસી દે અને અમને ગઝલ સંભળાય છે

દારૂબંધી નામની બાકી બચી ગુજરાતમાં
તારી નજરનો મય હવે બેરોકટોક પીવાય છે

વાદળો મુસ્તાક છે તારી યાદની તાકાત પર
એ વીજ શી ઝબુકે અને પર્જન્યવૃષ્ટિ થાય છે

તારી કમરના વળ વડે એ પળ ઉપર જે સળ પડ્યાં
મન મહીં એ આજપણ પુષ્પો સમા પમરાય છે

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to તુજ આસપાસે

  1. sush કહે છે:

    Excellent.Tu Sahej hasi de ane amne Gazal sambhlay chhe.

  2. sanchit shastri કહે છે:

    roj ni aa bhagdod ma chah to shu pani pan visaray chhe,
    pan tamari avi lagane lagi ke hemkavyo have roj vanchay chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s