મારી કવિતા

ઝીણી સંવેદનાને ચિતરી હતી
કાગળની શૂન્યતાને કોતરી હતી

રુઝાયેલા ઘાવ ફરી ખુલ્લા થયા
યાદોએ પોપડીને ખોતરી હતી

કાગળ પર હું મને લખવા ગયો
તારી જ વાત પછી નીતરી હતી

વિચારી વિચારીને થાક્યાં પછી
ભાવનાએ બુદ્ધિને છેતરી હતી 

લપસણી નાનકડી માછલી સમી
મનની એક ઈચ્છાને આંતરી હતી

મનના એ ઊંડા અંધારિયા ખૂણે
મોતી મળે છે એની ખાતરી હતી

શબ્દોની ગંગા આ ઉતરી છે જ્યાંથી
શબ્દોની ત્યાં ક્યાં હાજરી હતી

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

1 Response to મારી કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s