હું ને રામ

પડદા ઉપર રંગબેરંગી ચિત્રો કેવાં ખસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠાં બેઠાં હસતા’તા

ચિત્રોને ચોંટી ચોંટી મેં કેવી રાતો કાઢી’તી
વ્યર્થનગરની અર્થ વગરની લાખો વાતો કાઢી’તી
શાંત થયો હું જાણ્યું જ્યારે ચિત્રો જાતે ખસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠાં બેઠાં હસતા’તા

છોડીને જે જતાં રહ્યાં’તા એ પણ પાછા આવ્યા’તા
પહેલા ઉચક્યો માથે એણે જોડા પણ પહેરાવ્યા’તા
સમજાયું આજે કે આમાં અમથ અમથા ફસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠાં બેઠાં હસતા’તા

ચિત્રોનું કારણ પણ રામ, ચિત્રોનું મારણ પણ રામ
ચિત્રોના સંસર્ગે થાતી બળતરનું ઠારણ પણ રામ
પારસ માની પડદા ઉપર જાતને અમથી ઘસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠાં બેઠાં હસતા’તા

પડદા ઉપર રંગબેરંગી ચિત્રો કેવાં ખસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠાં બેઠાં હસતા’તા

-હેમંત

Advertisements
This entry was posted in ગીત. Bookmark the permalink.

10 Responses to હું ને રામ

 1. hemantpunekar કહે છે:

  વિશ્વ એટલે શું? શું આપણે બધા એક જ વિશ્વમાં રહીએ છીએ? મને લાગે છે કે મારુ વિશ્વ એટલે મારી બહારના વિશ્વનું મારા મનમાં પડતુ પ્રતિબિંબ. બહારનું વિશ્વ મનના પડદા ઉપર પ્રતિબિંબરૂપે અનેક ચિત્રો રચે છે. આ ચિત્રો પ્રત્યેના આકર્ષણ અને અપાકર્ષણને કારણે આપણે સુખ દુઃખ ભોગીએ છીએ. પણ પડદો શું એકમાત્ર સત્ય છે? પડદાની પાછળ કશુ છે? કે પછી જે ખરેખર “છે” એ તો પડદાની પાછળ છે?

 2. vishwadeep કહે છે:

  સુંદર કાવ્ય !!આવી રીતે સાહિત્ય સજૅન કરતા રહો.

 3. ઊર્મિસાગર કહે છે:

  ખુબ જ સુંદર ગીત લખ્યું છે, હેમંત… અને ગાઇ શકાય એવું પણ છે !!
  ખુબ ખુબ અભિનંદન!!

  પરંતુ…
  મેં આ ગીતમાં ‘રામ’ ને બદલે ‘રામુ’ લઇને ગણગણ્યું તો મને વધુ મઝા આવી…. એક ગૂઢ અર્થવાળું
  બાળગીત હોય એવું લાગ્યું… અને ‘રામુ’ એટલે ‘રામ’ જ હશે એવો ખ્યાલ પણ ગીતમાં આવી જ જાય છે!!

 4. pravinchandra કહે છે:

  પડદાની આગળ કે પાછળ એ બહુ અગત્યનું નથી;
  પણ રામનું સાથે હોવું એ બહુ અગત્યનું છે,જી હા!
  ચિત્રો ખસે,મિત્રો ખસે; હસવું હોય તે ભલે ને હસે.
  રામ સાથે હોય તો,બીજું અગત્યનું કંઈ પણ નથી.

  આમજ તમારા રામજી તમને શબ્દોનો સથવારો આપતા જાય ને આવી રસપ્રવાહી રચનાઓ
  તમારી પાસે લખાવતા જાય. રામજીનો મેળાપ થાય ત્યારે હું તેમને જરુર આ વિનંતિ કરીશ..
  જય રામજીકી; ફરી મળશું જ્યારે તમારી નવી રચના વાંચીશ.

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 5. Suresh Jani કહે છે:

  બહુ જ સરસ ભાવ અને તેની એટલીજ સરસ અભિવ્યક્તિ . ભગવતીકુમાર શર્મા યાદ આવી ગયા

  હરિ! હવે આપણે સરખે સરખા .
  આખું ગીત વાંચવા અહીં લ્કીક કરો –
  http://antarnivani.wordpress.com/2007/01/18/post156/
  આ ગીત/ સ્તુતિ શ્રી. સોલી કાપડીયાએ બહુ જ સરસ રીતે ગાઇ છે.

 6. nilam doshi કહે છે:

  ખૂબ સરસ.અભિનંદન.

 7. સરસ કાવ્ય હેમંતભાઈ

 8. sonali કહે છે:

  VERY NICE EXPRESSION OF BEAUTIFUL FEELING

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s