હવે એનો સહારો છે

ન આવો જાતને લઇને અહીં એનો ઇજારો છે
ફરકતા પાંદડામાં પણ જુઓ એનો ઇશારો છે

અમે ખાધું પચાવે છે,અમે ઊંઘ્યાં જગાડે છે
અમોને પ્રેમ કરવાના અલગ એના પ્રકારો છે

અમે જોયા વગર એને કર્યો છે પ્રેમ,બાકી આ
જગતમાં ચામડીને પ્રેમ કરનારા ચમારો છે

ફકીરીની ખુમારી છે ફિકર મટતી બીમારી છે
ધખાવી પ્રેમની ધૂણી બધો એનો ધખારો છે

નથી ગ્રંથો નથી પંથો બધું છોડી અમે ચાલ્યા
હૃદયમાં રામ બેઠો છે હવે એનો સહારો છે

-હેમંત

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

12 Responses to હવે એનો સહારો છે

 1. hemantpunekar કહે છે:

  તત્વજ્ઞાન મારો પ્રિય વિષય. વાંચ્યાં કરું એટલે પ્રશ્નો પડ્યાં કરે. જીવનમાં ઘણી બધી ઘટનાઓ પહેલી નજરમાં યોગાનુયોગ જેવી લાગતી હોય છે પણ મને હંમેશા એમ લાગતું કે ઈશ્વર મને મદદ કરે છે, મારા પ્રશ્નોના જવાબ આપે છે, મારી સાથે મજાક કરે છે વગેરે વગેરે. એકવખત આવા ઘણા બધા પ્રશ્નો ભેગાં થઈ ગયા હતાં. મેં મારી પત્નીને પણ કહ્યું કે ઘણા બધા પ્રશ્નો છે અને જવાબ આપવા માટે કોઈ નથી. અને એ જ રાતે મારા એક મિત્રનો ફોન આવ્યો. એણે કહ્યું કે મારા ગુરુ પુણે આવ્યાં છે તો તું જઈને મળી આવ. વધુ એક યોગાનુયોગ. પ્રશ્નો છે બસ એટલું જ સ્વીકાર્યું છે અને જવાબ તૈયાર છે.

  એમનું નામ ડૉક્ટરકાકા. ૭૦ની ઉંમર. સાદા સંસારીના કપડાં પણ ચહેરા પર પ્રસન્નતા અને અસ્તિત્વમાં વણાઈ ગયેલી મઘમઘતી શાંતિ.

  એમને મળવા ગયો અને આ પ્રશ્ન પૂછ્યો, એટલે એમણે મને સામો પ્રશ્ન પૂછ્યો કે તને શું લાગે છે ઈશ્વર એટલે શું? એમ સમજી લે કે આ ઓરડામાં બે નહી ત્રણ લોકો બેઠા છે. બસ એ ત્રીજો દેખાતો નથી, પણ એ છે. એ બધુ સાંભળી શકે છે. બોલાયેલું પણ અને ન બોલાયેલું પણ. એ તારી મદદ કરવા તત્પર બેઠો છે. જો તું સચ્ચાઈથી પ્રશ્ન પુછીશ તો એ જવાબ જરૂર આપશે. તારી મદદ કરશે. તારી સાથે મજાક કરશે.

  અને ઈર્શાદ કહે છે તેમ આપણે તો ઈશ્વરને નામે વાણી. એ દિવસથી શ્રદ્ધા ઓર દ્રઢ થઈ કે રામ આપણી સાથે જ છે. ભગવદગીતા કહે છે તેમ આપણા હૃદયમાં બેઠો છે અને હવે એનો સહારો છે.

  રામનવમી નિમિત્તે રામને મારા તરફથી આ ગઝલની ભેંટ આપવાની ગુસ્તાખી કરું છું.

 2. Frequent reader કહે છે:

  I am not a poet and do not know how to type here in Gujarati, but here
  are two lines for your poem:

  Kavio ane kavitao ahin hazaro chhe
  pan anokho lajavaw aandaz tamaro chhe

 3. nilam doshi કહે છે:

  ફરકતા પાંદડામાં પન જુઓ એનો ઇશારો છે.
  ખૂબ સરસ.અભિનન્દન

 4. wafa કહે છે:

  ભાઈ શ્રી હેમંતભાઈ
  કૂશળ હશો.
  સુંદર ગઝલ
  છે.લગાગાગા,લગાગાગા, લગાગાગા,લગાગાગા,(હઝજ
  છંદ16 અક્ષરી)ને ન્યાય કર્યો છે.આપની ગઝલ ઈશ્કે હકીકી તરફ પ્રયાણ કરેછે.આનંદ થયો.

  ’ઝાર’રાંદેરી સાહેબના તમામ છંદોના વિવરણ માટે બઝમે વફામાં નીચેના Url પર click કરી કૉપી કરી
  ,પ્રિંટ બનાવીલો.હું પણ મહદ અંશે એ પુસ્તિકાથી ફાયદો ઉઠાવું છું. ગઝલ ગુર્જરી,ગઝલ
  ગુજરાતીમાં અનુક્ર્મે શ્રી રઈશ મનિયાર અને શ્રી આશિત હૈદ્રાબાદી એ પણ સરસ છંદ સમજુતિ આપેલ
  છે.

  આપનો ’વફા’

 5. Neela Kadakia કહે છે:

  તમારી વાણીમાં કઈંક તો જરૂર છે.

 6. Mehul Chauhan કહે છે:

  Very real and original creation…
  Congrates..,………

 7. વિવેક કહે છે:

  સાચે જ સાદ્યંત સુંદર ગઝલ…
  છંદજાળવણી પણ સરસ છે…

 8. Kunal Parekh કહે છે:

  હેમંતભાઈ,

  જેમ વફા સાહેબે કહ્યું તેમ “ઇશ્ક-એ-હકીકી” ને અને
  ઈશ્વરભકિતમાં રહેલી અનેરી ખુમારીને પ્રદર્શિત કરતી આ ગઝલ ખરેખર ખુબ સુંદર છે…

  અભિનંદન….

 9. Himanshu Bhatt કહે છે:

  I like this ghazal a lot. good job Hemant!

 10. Dinesh Gajjar કહે છે:

  Veri Nice Wording…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s